હોલિવૂડની આ અભિનેત્રીએ PM મોદીને લખ્યો પત્ર, આ મુદ્દે કર્યો આગ્રહ

હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસને (Pamela Anderson) શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (નરેન્દ્ર મોદી)ને પત્ર લખ્યો અને તેમા શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો. બેવોચ, આઈકન અને બિગ બોસની પૂર્વ અતિથિ સ્ટાર પામેલા એન્ડરસને પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. જેમાં તેમણે તમામ સરકારી બેઠકો, આયોજનોમાં ફક્ત શાકાહારી ભોજન પિરસવાનું સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો. 

હોલિવૂડની આ અભિનેત્રીએ PM મોદીને લખ્યો પત્ર, આ મુદ્દે કર્યો આગ્રહ

નવી દિલ્હી: હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસને (Pamela Anderson) શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (નરેન્દ્ર મોદી)ને પત્ર લખ્યો અને તેમા શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો. બેવોચ, આઈકન અને બિગ બોસની પૂર્વ અતિથિ સ્ટાર પામેલા એન્ડરસને પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. જેમાં તેમણે તમામ સરકારી બેઠકો, આયોજનોમાં ફક્ત શાકાહારી ભોજન પિરસવાનું સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો. 

પોતાના પત્રમાં પામેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો કે સરકારી બેઠકો અને કાર્યોમાં ફક્ત સ્વાદિષ્ટ શાકાહારી ભોજપન પીરસીને તેઓ જળવાયુ પરિવર્તન વિરુદ્ધ ભારતની લડાઈનું નેતૃત્વ કરે. 

પશુ અધિકાર સમૂહ અને અભિનેત્રીએ સમજાવ્યું કે માંસ, ઈંડા, અને ડેરી માટે જાનવરોને પાળવા તમામ માનવ પ્રેરિત ગ્રીન હાઉસ-ગેસ ઉત્સર્જનનો લગભગ પાંચમો ભાગ છે. તેમણે કહ્યું કે "તમારા દેશના નવાચાર અને કૃષિ પ્રધાન ઈતિહાસ સાથે મને વિશ્વાસ છે કે ભારત દ્વારા ઉત્પાદિત સોયા અને અન્ય બહુમુખી ખાદ્ય પદાર્થો આ હાનિકારક ખાદ્ય પદાર્થોને સરળતાથી બદલી શકે છે." 

જુઓ LIVE TV

પેટાના ડાઈરેક્ટરે અન્ય દેશો ન્યૂઝિલેન્ડ, ચીન અને જર્મનીની જેમ જ પ્રો વેગન પગલાઓને અપનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો. 52 વર્ષની અભિનેત્રીએ કહ્યું કે "હું તમને આગ્રહ કરું છું તમે તેમને દર્શાવો કે અન્યની સરખામણીમાં ભારત તેમના બરાબર  કે પછી તેનાથી પણ શ્રેષ્ઠ છે."

જળવાયુ પરિવર્તન પર પોતાની ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદૂષણથી પ્રભાવિત પ્રત્યેક જીવ માટે મારું મન ચિંતાતૂર થઈ જાય છે. મને રહેવાસીઓની સાથે સાથે તે જાનવરોની પણ ચિંતા છે જે ચહેરા પર માસ્ક લગાવી શકતા નથી કે ઘરની અંદર રહી શકતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news