બાલાકોટ એરસ્ટ્રાઈકના લગભગ 6 સપ્તાહ બાદ પાકિસ્તાને આપ્યું મોટું નિવેદન
પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત તરીકે સેવા આપી રહેલા અને હવે પાકિસ્તાનના નવા વિદેશ સચિવ તરીકે નિયુક્તિ પામેલા સોહેલ મહેમૂદે કહ્યું કે તેમનો દેશ લોકસભા ચૂંટણી બાદ ભારત સાથે 'ફરીથી વાતચીત શરૂ થવાની' આશા રાખી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત તરીકે સેવા આપી રહેલા અને હવે પાકિસ્તાનના નવા વિદેશ સચિવ તરીકે નિયુક્તિ પામેલા સોહેલ મહેમૂદે કહ્યું કે તેમનો દેશ લોકસભા ચૂંટણી બાદ ભારત સાથે 'ફરીથી વાતચીત શરૂ થવાની' આશા રાખી રહ્યો છે. કારણ કે યોજનાબદ્ધ વાર્તાઓથી બંને દેશોની પરસ્પર ચિંતાઓ સમજવા, પેન્ડિંગ વિવાદોનો ઉકેલ લાવવામાં અને ક્ષેત્રમાં ટકાઉ શાંતિ તથા સુરક્ષા કાયમ કરવામાં મદદ મળશે. પાકિસ્તાનના નવા વિદેશ સચિવ તરીકે નિયુક્તિ પામેલા મહેમૂદે પીટીઆઈ ભાષાને આપેલા એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે ભારતમાં પાકિસ્તાન અંગે એક વસ્તુનિષ્ઠ વિમર્શની જરૂર છે. જે શાંતિપૂર્ણ, સહયોગી અને સારા પાડાશી સંબંધોને પ્રોત્સાહિત કરી શકે. તેમણે કહ્યું કે અમે ભારતમાં ચૂંટણી બાદ ફરીથી વાતચીત શરૂ થવાની આશા રાખી રહ્યાં છીએ.
"કૂટનીતિ અને વાર્તા ખુબ જરૂરી છે." ભારતમાં લગભગ 19 મહિના સુધી પાકિસ્તાનના રાજદૂત રહ્યાં બાદ મહેમૂદ રવિવારે ઈસ્લામાબાદ પાછા ફર્યાં. તેઓ મંગળવારથી નવો કાર્યભાર સંભાળે તેવી આશા છે. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેના બીજા દિવસે પાકિસ્તાનની જવાબી કાર્યવાહીના છ અઠવાડિયા બાદ હવે પાકિસ્તાન તરફથી આ ટિપ્પણી આવી છે.
બંને દેશો વચ્ચે તણાવ વધવાથી યુદ્ધની આશંકા પેદા થઈ હતી અને અમેરિકા તથા ચીન જેવા દેશોએ પરમાણુ હથિયારોથી લેસ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવામાં ભૂમિકા ભજવી હતી. મહેમૂદે કહ્યું કે કૂટનીતિ અને વાર્તા બંને પાડોશી દેશોના સંબંધો સારા કરવા માટે અનિવાર્ય છે તથા વાતચીત પરસ્પરની ચિંતાઓને સમજવા તથા ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એકમાત્ર વિકલ્પ છે.
તેમણે કહ્યું કે, "સતત વાતચીત અને યોજનાબદ્ધ વાર્તા બંને દેશોની પરસ્પરની ચિંતાઓને સમજવા, પેન્ડિંગ વિવાદોને ઉકેલવા અને ક્ષેત્રમાં ટકાઉ શાંતિ, સુરક્ષા તથા સમૃદ્ધિ લાવવામાં સક્ષમ બનાવશે." તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં પાકિસ્તાન અંગે વિમર્શની જરૂર છે. મહેમૂદે કહ્યું કે પાકિસ્તાનને વસ્તુનિષ્ઠ રીતે અને તેનાથી પણ વધારે પૂર્ણ રીતે તથ્યો સાથે રજુઆત કરનારા વિમર્શની જરૂર છે.
એક એવો વિમર્શ જે શાંતિપૂર્ણ, સહયોગી અને સારા પાડોશી સંબંધો માટે અવસરોને માન્યતા આપવામાં પણ મદદ કરે. તેમણે કહ્યું કે, "આપણે ચોક્કસ પણે અમારા પોતાના માટે તથા ક્ષેત્રના માટે ટકાઉ શાંતિ, સમાન સુરક્ષા અને જોઈન્ટ સમૃદ્ધિ માટે કામ કરવું જોઈએ." ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને તણાવ ઘટાડવાની કોશિશ અંતર્ગત બે અઠવાડિયા પહેલા 360 ભારતીય કેદીઓને સદભાવના હેઠળ છોડી મૂકવાની જાહેરાત કરી હતી.
જુઓ LIVE TV
જેમાં મોટાભાગના માછીમારો હતાં. પાકિસ્તાનમાં વાર્ષિક વૈશાખી સમારોહમાં ભાગ લેવા માટે ભારતથી 2200 સિખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન દ્વારા વિઝા અપાયા બાદ આ પગલું લેવાયું હતું. કરતારપુર કોરિડોર પ્રોજેક્ટ અંગે પૂછવામાં આવતા પાકિસ્તાનના રાજદૂતે કહ્યું કે ઈસ્લામાબાદ પોતાના અને બેઝિક ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચરને પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે.
પાકિસ્તાન સરકાર આશા રાખે છે કે નવેમ્બર 2019 પહેલા તેના તે અંગેની સ્થિતિઓ પર બંને દેશો સહમત થઈ જશે. જાન્યુઆરી 2016માં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે જાહેરાત કરી હતી કે તે પાકિસ્તાન સાથે ત્યાં સુધી કોઈ જ વાત નહીં કરે જ્યાં સુધી તે સરહદપારથી આતંકવાદને બંધ નહીં કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે