યુદ્ધ સમયે ચીનના દાંત ખાટા કરવામાં મદદરૂપ થશે આ 'ઓલ વેધર રોડ'

ચીન સાથે ડોકા લામાં લગભગ બે મહિના સુધી ચાલેલા તણાવ બાદ ભારતે ચીન સાથે જોડાયેલી પોતાની સરહદની સુરક્ષાને વધુ મજબુત કરવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. આ જ મામલે ભારતે ચીન સાથે જોડાયેલી ઉત્તરાખંડ સરહદ પર યુદ્ધની સ્થિતિમાં હથિયાર અને રાહત સામગ્રી તરત પહોંચાડવા માટે સડક નિર્માણનું કાર્ય શરૂ કરી દીધુ છે. 

યુદ્ધ સમયે ચીનના દાંત ખાટા કરવામાં મદદરૂપ થશે આ 'ઓલ વેધર રોડ'

પિથોરાગઢ: ચીન સાથે ડોકા લામાં લગભગ બે મહિના સુધી ચાલેલા તણાવ બાદ ભારતે ચીન સાથે જોડાયેલી પોતાની સરહદની સુરક્ષાને વધુ મજબુત કરવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. આ જ મામલે ભારતે ચીન સાથે જોડાયેલી ઉત્તરાખંડ સરહદ પર યુદ્ધની સ્થિતિમાં હથિયાર અને રાહત સામગ્રી તરત પહોંચાડવા માટે સડક નિર્માણનું કાર્ય શરૂ કરી દીધુ છે. ઉત્તરાખંડના ટનકપુર અને પિથોરાગઢમાં બનનારી આ સડક 150 કિમી લાંબી હશે. આ પ્રોજેક્ટનું નામ 'ઓલ વેધર' રોડ રાખવામાં આવ્યું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને પુરો કરવા માટે 2019ની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટનકપુરથી પિથોરાગઢ 'ઓલ વેધર રોડ' પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1065 કરોડ રૂપિયા છે અને તેમાં આ માર્ગ પર પડનારા ત્રણ બાઈપાસનો ખર્ચ સામેલ નથી. 

'ઓલ વેધર રોડ' પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ ભાગ પૂરો થવાથી ઈમરજન્સીની સ્થિતિમાં ટનકપુર રેલહેડથી ભારત-ચીન સરહદ પર છેલ્લી ચોકી સુધી સેના અને તેમની યુદ્ધ સમાગ્રી પહોંચાડવી ખુબ સરળ બની જશે. આ પ્રોજેક્ટની નિર્માણ એજન્સી એનએચ-125ના એલડી મથેલાએ  કહ્યું કે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને નક્કી સમય મર્યાદા વર્ષ 2019 સુધી પૂરો કરવા માટે ટનકપુરથી પિથોરાગઢ સુધી 150 કિમીના માર્ગનું નિર્માણ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહ્યું છે. આ સમયમર્યાદામાં સરળતાથી કામ પૂરું થવાની શક્યતા છે કારણ કે માર્ગમાં કોઈ ઓવરબ્રિજ કે સુરંગ નથી. 

આ સંબંધે તેમણે સ્પષ્ટ કર્યું કે ગઢવાલ વિસ્તારથી વિપરિત કુમાઉમાં મિટ્ટી પ્રકૃતિ અને પ્રોજેક્ટનો ખર્ચ ઓવરબ્રિજ કે સુરંગ બનાવવા માટે અનુકૂળ નથી. તેમણે કહ્યું કે આ માર્ગ પર ચટ્ટાન વગરના પહાડી ભાગની અનુપલબ્ધતાના કારણએ પણ અહીં કોઈ સુરંગ કે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો નથી. અધિશાસી અભિયંતાએ જણાવ્યું કે સડક નિર્માણ માટે ચાર કંપનીઓને કામ સોંપવામાં આવ્યું છે અને ઓલ વેધર રોડના નિર્માણમાં તેમના અનુભવોનું સુક્ષ્મ પરિક્ષણ કર્યા બાદ આ ચારેય કંપનીઓની પસંદગી થઈ છે. ચંપાવત જિલ્લાના લોહાઘાટમાં સ્થિત એનએચ-125 કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે વર્ષ 2019 સુધીમાં 12 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવશે. 

માથેલાએ જણાવ્યું કે આ રસ્તાના નિર્માણ માટે 7000 વૃક્ષોને કાપવા પડશે. આ રસ્તા માટે 60 હેક્ટર જમીન લેવાઈ છે. આ માર્ગ બન્યા બાદ ઈમરજન્સીની સ્થિતિમાં પિથોરાગઢ શહેરમાં ઓલ વેધર રોડના કારણએ 200 કિમીના અંતર પર આવેલી ભારત-ચીન સરહદ પરની ચોકીઓ સુધી સૈન્ય દળો અને યુદ્ધ સામગ્રી પહોંચાડવી સરળ બની જશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વર્ષની શરૂઆતમાં થયેલા વિધાનસભા ચૂંટણીની પહેલા ગત વર્ષ ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટથી વર્ષ ભર ગઢવાલ હિમાલયના ચારેય ધામો સુધી પહોંચવાની સરળતા ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારની તકો મળશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news