ભારત-અમેરિકા વચ્ચે મજતૂબ આર્થિક સંબંધ જરૂરી

મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું કહેવું છે કે રણનીતિ અને રક્ષા ક્ષેત્રમાં ભારત-અમેરિકાના સંબંધ ખુબ સારા છે, પરંતુ મજબૂત આર્થિક જોડાણ વગર બંન્ને દેશ પોતાના સંબંધોનો પૂર્ણ ક્ષમતાથી ઉપયોગ ન કરી શકે. 

 

ભારત-અમેરિકા વચ્ચે મજતૂબ આર્થિક સંબંધ જરૂરી

વોશિંગટનઃ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું કહેવું છે કે રણનીતિ અને રક્ષા ક્ષેત્રમાં ભારત-અમેરિકા સંબંધ ખુબ સારા છે, પરંતુ મજબૂત આર્થિક જોડાણ વગર બંન્ને દેશો પોતાના સંબંધોની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ ન કરી શકે. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકારના રૂપમાં પોતાની ઈનિંગ શરૂ કરવા માટે દિલ્હી રવાના થતા પહેલા સુબ્રમણ્યમ ભારત-અમેરિકા મુક્ત વ્યપારના ક્ષેત્રમાં કામ કરતા હતા, પરંતુ બાદમાં તેમણે પોતાના આનાથી અલગ કરી લીધા. 

અમેરિકા-ભારતના સંબંધ મહત્વપૂર્ણ
ભારતીય થિંક-ટેક સીયૂટીએસ ઈન્ટરનેશનલના વોશિંગટન ચેપ્ટરના લોન્ચ પર સુબ્રમણ્યમે કહ્યું, કેટલાક સમય પહેલા સુધી હું અમેરિકા-ભારત મુક્ત વ્યાપારનો સૌથી મોટો સમર્થક હતો. પરંતુ આપણે બધાએ પોતાના વિચારો અને આકાંક્ષાઓ અને અન્ય વાતોનું પુનઃ નિર્ધારણ કરવાનું હોય છે. 

તેમણે કહ્યું, હું અત્યારે પણ કહું છું કે આ ખુબ મહત્વપૂર્ણ સંબંધ છે, અમેરિકા-ભારતનો સંબંધ તમામ કારણોથી મહત્વપૂર્ણ છે. જેમ કે  સંયુક્ત મૂલ્ય લોકતંત્ર અને અમેરિકામાં ભારતીય મૂળના લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા. અરવિંદ સુબ્રમણ્યમનું કહેવું છે કે ભારત-અમેરિકા સંબંધના કેટલાક બિંદુ જેમ કે રણનીતિ અને રક્ષા ખુબ વિકસિત થઈ રહ્યાં છે. 

સંબંધો વધુ મજબૂત કરવા પડશે
તેમણે કહ્યું, મારૂ માનવું છે કે લાંબા સમયમાં જો આર્થિક સંબંધોને કારણે અમારૂ જોડાણ ન થયું તો, આ હંમેશા એવો સંબંધ રહેશે જેની પૂર્ણ ક્ષમતાનો ક્યારેય ઉપયોગ ન થયો. તેમણે કહ્યું, મને લાગે છે કે તમામે આ સંબંધને લાંબા સમય સુધી બનાવી રાખવાના વિષયમાં સર્જનાત્મક રીતે વિચારવું જોઈએ. મારા માટે અત્યારે કોઈપણ સકારાત્મકથી વિચારવું મુશ્કેલ છે. 

મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ હાલમાં આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થા અને વિશ્વ બેન્કની બેઠકોમાં ભાગ લેવા માટે વોશિંગટન ડીસીમાં હાજર છે. નાણાપ્રધાન અરૂણ જેટલી સ્વાસ્થ્યના કારણોથી આ બેઠકમાં ભાગ લઈ શક્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news