US: ભારતીય વિદ્યાર્થીનીના મોતની અમેરિકી પોલીસકર્મીએ ઉડાવી હતી મજાક, હવે દૂતાવાસે ભર્યું પગલું

Jaahnavi Kandula Death: આ વર્ષની શરૂાતમાં ભારતની 23 વર્ષની જ્હાનવી કંડુલાનું અમેરિકામાં એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે જ્હાનવી કંડુલાને સ્થાનિક પોલીસની એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટક્કર મારી હતી. ટક્કર મારનારા આરોપી પોલીસકર્મીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે મોતની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે

US: ભારતીય વિદ્યાર્થીનીના મોતની અમેરિકી પોલીસકર્મીએ ઉડાવી હતી મજાક, હવે દૂતાવાસે ભર્યું પગલું

આ વર્ષની શરૂાતમાં ભારતની 23 વર્ષની જ્હાનવી કંડુલાનું અમેરિકામાં એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે જ્હાનવી કંડુલાને સ્થાનિક પોલીસની એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટક્કર મારી હતી. ટક્કર મારનારા આરોપી પોલીસકર્મીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે મોતની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. આ ફૂટેજ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર જ્હાનવી કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે ભારતે અમેરિકાને ભલામણ કરી છે કે તે સિએટલ પોલીસકર્મીના બોડીકેમ ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરાવે. સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન કોન્સ્યૂલેટે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

જ્હાનવી કંડુલા અમેરિકામાં પોસ્ટ ગ્રેજ્યુએશનની વિદ્યાર્થીની હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં તેનું પોલીસ અધિકારી કેવિન ડેવની ગાડીથી ટક્કર લાગવાથી મોત થયું હતું. સિએટલ ટાઈમ્સ અખબારના રિપોર્ટ મુજબ ટક્કર સમયે તે પોલીસકર્મી લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. આ ઘટના બાદ એક ફૂટેજ સામે આવ્યું જેમાં ડેવ ભારતીય વિદ્યાર્થીનીના મોતની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. તે એ પણ કહી રહ્યો છે કે આ મોત કોઈ મોટી વાત નથી. 

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યૂલેટે મામલો ગંભીરતાથી લીધો
આરોપી પોલીસકર્મી દ્વારા 23 વર્ષની ભારતીય વિદ્યાર્થીનીના મોતની મજાક બનાવવાનો મુદ્દો ભારતીય કોન્સ્યૂલેટે ગંભીરતાથી લીધો છે. કોન્સ્યૂલેટ તરફથી એક્સ પર એક પોસ્ટ શેર કરાઈ છે જેમાં લખવામાં આવ્યું છે કે આ દુખદ મામલામાં સામેલ લોકો વિરુદ્ધ ઊંડાણપૂર્વક તપાસ અને કાર્યવાહી માટે સિએટલ અને વોશિંગ્ટનના સ્થાનિક અધિકારીઓની સાથે સાથે વોશિંગ્ટન ડીસીના વરિષ્ઠ અધિકારીઓ સામે અમે આ સમગ્ર મામલાને ઉઠાવ્યો છે. વાણિજ્ય  દૂતાવાસ અને દૂતાવાસ તમામ સંબંધિત અધિકારીઓની સાથે આ મામલા પર બારીકાઈથી નજર રાખવાનું ચાલુ રાખશે. 

મોતની મજાક ઉડાવી રહ્યો હતો પોલીસકર્મી
અમેરિકામાં પોલીસકર્મીઓના શરીર પર  બોડીકેમ (શરીર પર લાગેલો કેમેરો) હોય છે જેમાં ડ્યૂટી દરમિયાન તેમની ગતિવિધિઓ રેકોર્ડ કરવામાં આવે છે. આ બોડીકેમ ફૂટેજમાં આરોપી પોલીસકર્મી વિદ્યાર્થીનીના મોતની મજાક ઉડાવતા કહે છે કે તે ખુબ દૂર જઈને પડી અને મોત પર સતત હસી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય વિદ્યાર્થી માટે તે એમ પણ કહે છે કે આ એક મામૂલી મોત છે. ભારતીય દૂતાવાસે તેની સ્પષ્ટ અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news