મોંઘવારીનો માર: ચા 5100 તો શેમ્પૂની બોટલ 14000 રૂપિયા, 3300 માં વેચાઇ રહ્યા છે કેળા

ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ (North Korea Food Crisis) ની ગંભીરતાને જોતાં તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) એ લોકોને ઓછું ખાવાનું ફરમાન સંભળાવ્યું છે.

મોંઘવારીનો માર: ચા 5100 તો શેમ્પૂની બોટલ 14000 રૂપિયા, 3300 માં વેચાઇ રહ્યા છે કેળા

પ્યોંગયાંગ: આમ તો ઉત્તર કોરિયામાં ગત ઘણા વર્ષોથી ખાદ્ય સંકટ (North Korea Food Crisis) એક સામાન્ય વાત થઇ ગઇ છે, પરંતુ અત્યારે નોર્થ કોરિયાની સ્થિતિ એકદમ ખરાબ થઇ ગઇ છે. એક રિપોર્ટ અનુસાર દેશની પાસે ફક્ત 2 મહિનાનું ભોજન બચ્યું છે. સ્થિતિ એ છે કે કિમ જોંગ ઉન પોતે (Kim Jong Un) ને મનાવવા પડ્યા છે કે નોર્થ કોરિયાના લોકો દાણા દાણા માટે તરસી રહ્યા છે. 

કિમ જોંગ ઉનએ આપ્યો ઓછું ખાવાનો આદેશ
ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ (North Korea Food Crisis) ની ગંભીરતાને જોતાં તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) એ લોકોને ઓછું ખાવાનું ફરમાન સંભળાવ્યું છે. કિમ જોંગએ દેશવાસીઓએ કહ્યું કે વર્ષ 2025 સુધી ઓછું ભોજન જમો જેથી દેશ ખાદ્ય સંકટમાંથી બહાર નિકળી શકે. 

ઉત્તર કોરિયામાં આસમાને પહોંચી મોંઘવારી
ઉત્તર કોરિયા (North Korea) માં ચીની, સોયાબિન, ઓઇલ અને લોટના ભાવ સતત વધી રહ્યા છે. ઉત્તર કોરિયામાં એક કિલો મકાઇની કિંમત 3137 વોન સુધી પહોંચી ગઇ છે. આ બસો રૂપિયે પ્રતિ કિલો બરાબર છે. નોર્થ કોરિયામાં જૂન 201 માં કિંમતોમાં વધારો શરૂ થઇ ગયો હતો, જે આસમાને પહોંચી ચૂકી છે. 

નોર્થ કોરિયામાં મોંઘવારીનો માર
કોફી- 7300 રૂપિયા પ્રતિ કિલો
ચા પત્તી- 5100 રૂપિયા પ્રતિ કિલો
શેમ્પૂની બોટલ- 14000 રૂપિયા
મકાઇ- 204 રૂપિયા પ્રતિ કિલો
કેળા- 3300 રૂપિયા પ્રતિ કિલો

કોવિડ 19 પ્રતિબંધોના લીધે સ્થિતિ વધુ ખરાબ
દેશમાં ખાદ્યની અછતનું સૌથી મોટું કારણ કોવિડ 19 પ્રતિબંધો (Covid-19 Restrictions) ને ગણવામાં આવે છે. બોર્ડરો બંધ હોવાથી ઉત્તર કોરિયા ખાદ્ય મદદથી પણ પ્રાપ્ત કરી શકતું નથી. નોર્થ કોરિયાને સૌથી વધુ મદદ ચીન તરફથી મળે છે. મહામારીની શરૂઆત બાદ ચીનથી નોર્થ કોરિયા માટે ખાદ્ય સામગ્રીની નિર્યાત 80 ટકા ઓછી થઇ છે. યૂએન (UN) ની ખાદ્ય અને કૃષિ સંસ્થાના અનુસાર નોર્થ કોરિયામાં બેથી ત્રણ મહિનાની જરૂરી ખાદ્ય સામગ્રીનું સંકટ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આ અંતરને ભરવામાં આવતું નથી તો ઓક્ટોબરના અંત સુધી નોર્થ કોરિયામાં પરિવારને ભુખમરાનો સામનો કરવો પડી શકે છે. 

નોર્થ કોરિયાએ ફર્ટિલાઇઝરનું ગંભીર સંકટ પણ છે. કોરોના વાયરસ મહામારીથી બચવ માટે ઉત્તર કોરિયા વહિવટીતંત્રએ જાન્યુઆરી 2020 માં પોતાની સીમાઓને સીલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદથી જ આ દેશમાં ભોજન, ઇંધણ અને રોજિંદાની અન્ય જરૂરિયાતોની અછત થઇ છે. કિમ જોંગ ઉન આ ઉપરાંત પોતાના વલણના લીધે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણનો સામનો કરી રહ્યા છે અને ગત એક દાયકામાં ઉત્તર કોરિયાથી સ્થિતિ ક્યારેય આટલી ખરાબ થઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news