Janhvi Kapoor થી માંડીને Priyanka Chopra સુધી, WhatsApp ગ્રુપમાં કરે છે આવી વાતો

મોટાભાગના સેલેબ્સ એકબીજાના જીવન સાથે અપડેટેડ રહેવા માટે વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે તેમના વોટ્સએપ (WhatsApp) ગ્રુપ પર શું વાતો થાય છે.

Updated By: Oct 21, 2021, 10:24 PM IST
Janhvi Kapoor થી માંડીને Priyanka Chopra સુધી, WhatsApp ગ્રુપમાં કરે છે આવી વાતો

નવી દિલ્હી: WhatsApp Group Chat Of Bollywood Celebs: વોટ્સએપ (WhatsApp) ગ્રુપ પર જેટલી વાતો સામાન્ય લોકો કરે છે એટલી જ બોલીવુડ સેલેબ્સ પણ. આજકાલ આ લોકોની જરૂરિયાત બની ગઇ છે. મોટાભાગના સેલેબ્સ એકબીજાના જીવન સાથે અપડેટેડ રહેવા માટે વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે તેમના વોટ્સએપ (WhatsApp) ગ્રુપ પર શું વાતો થાય છે. એવામાં અમે તમને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) થી માંડીને કરીના કપૂર (Kareena Kapoor) સુધીના વોટ્સએપ (WhatsApp) ચેટની જાણકારી આપીશું. 

બચ્ચન પરિવારનું ફેમિલી ગ્રુપ
વર્ષ 2019 માં અભિષેક બચ્ચન અને તેમની બહેન શ્વેતા બચ્ચન 'કોફી વિથ કરણ' માં જોવા મળ્યા હતા. તે દરમિયાન તેમણે ખુલાસો કર્યો કે તેમના ફેમિલી વોટ્સએપ (WhatsApp) ગ્રુપમાં શું ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમની માતા જય બચ્ચન ગ્રુપમાં ખૂબ સક્રિય છે અને ગુડ  મોર્નિંગ અને ગુડ નાઇટ ફોરવર્ડ મોકલે છે. બીજી તરફ ઐશ્વર્યા સૌથી ઓછી સક્રિય છે અને મેસેજનો જવાબ આપવામાં ખૂબ સમય લે છે. આગળ બંને જણાવે છે કે જ્યારે પણ તે ટૂર કરી રહ્યા હોય છે તો તે તમામ સભ્ય પોતાની ટ્રિપની અપડેટ આપે છે. 

SBI: હવે તમારે બેંક કે એટીએમ જવું નહી પડે, સામે ચાલીને બેંક તમારા આંગણે આવશે

દીપિકાએ પણ બતાવ્યું હતું વોટ્સએપ ગ્રુપ
દીપિકા પાદુકોણ (Deepika Padukone) એ 2020 માં પોતાના ફેમિલી વોટ્સએપ ગ્રુપનો એક રસપ્રદ સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં તેમની માતા-પિતા 'અમ્મા' અને 'પપ્પા' સામેલ હતા. તેમણા પતિ રણવીર સિંહનું નામ 'હેન્ડસમ' હતું અને તેમના સસરાનો નંબર પુરા નામથી જગજીત સિંહ ભવનાની કરીને સેવ કર્યો હતો. 
कोई वर्णन उपलब्ध नहीं है.

પ્રિયંકાનું પણ કજિન્સ ગ્રુપ
હિંદુસ્તાન ટાઇમ્સને વર્ષ 2018 માં આપેલા ઇન્ટરવ્યુંમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) ની બહેન મન્નારાએ ખુલાસો કર્યો હતો કે તમામ કઝિન ભાઇ-બહેન વોટ્સએપ (WhatsApp) ગ્રુપ 'ધ ચોપડા' ના માધ્યમથી સંપર્કમાં રહે છે. તેમાં 14 લોકો જોડાયેલા છે એ પણ જણાવ્યું હતું. સાથે જણાવ્યું કે તે પોતાના જીવનમાં શું કરી રહ્યા છે તેના પર એકબીજાને અપડેટ આપતા રહે છે અને પોતાની યાત્રાઓની તસવીરો શેર કરે છે. 

Oops Moment...હવાના ઝોંકા સાથે ઉડ્યો Janhvi Kapoor નો ડ્રેસ, VIDEO થઇ રહ્યો છે VIRAL

જાહ્નવી કપૂરનું ગ્રુપ
વર્ષ 2019 માં બોની કપૂરની પુત્રી અંશુલાએ ઇંસ્ટાગ્રામ પર પોતાની ફેમિલી ગ્રુપની ચેટની એક ઝલક શેર કરી હતી. ગ્રુપને  'Dad's kids' નામ આપવામાં આવ્યું હતું અને તેમાં તમામ બાળકો પોતાના પિતા બોની કપૂરને પોતાના લોકેશનની જાણકારી આપી રહ્યા હતા. આ ગ્રુપમાં ખુશી કપૂર, જાહ્નવી કપૂર (Janhvi Kapoor), અર્જુન કપૂર અને અંશુલા સામેલ છે. 
कोई वर्णन उपलब्ध नहीं है.
SEX નો આનંદ બમણો કરવો હોય તો પીવો આ ફ્રૂટ જ્યૂસ, લાઇફ પાર્ટનર કહેશે અબ બસ!!!

કરીના કપૂરનું વોટ્સએપ ગ્રુપ
એક જૂના 'કોફી વિથ કરણ' એપિસોડમાં કરીના કપૂર (Kareena Kapoor) એ એક વોટ્સએપ (WhatsApp) ગ્રુપ વિશે વાત કરી. આ ગ્રુપમાં તેમન સૌથી નજીકના મિત્ર મલાઇકા અરોડા, અમૃતા અરોડા અને કરણ જોહર સામેલ છે. આ ગ્રુપને ગટ્સ નામ આપવામાં આવ્યું છે. કરીનાએ જણાવ્યું કે આ તમામ લોકો આ ગ્રુપમાં ગોસિપ કરે છે. સાથે જ સેલેબ્સની હિંમત પર પણ વાત કરે છે. આ સાથે જ ફેશન સેન્સ, સ્ટેટમેન્ટ પર પણ ખૂબ ચર્ચાઓ થાય છે. ઉદાહરણ તરીકે કરીનાએ કહ્યું  'X had the guts to do this in public' એટલે કે 'X ના સાર્વજનિક રૂપથી આમ કરવાની હિંમત હતી.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube