ઈઝરાયેલ પર હુમલાનું કારણ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ : જો બિડેને કહ્યું- પુરાવા નથી પણ અંતરાત્મા કહે છે

Israel Hamas War : ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ શરૂ થયેલા આ યુદ્ધ પાછળ મોટી આશંકા વ્યક્ત કરી છે.

ઈઝરાયેલ પર હુમલાનું કારણ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ : જો બિડેને કહ્યું- પુરાવા નથી પણ અંતરાત્મા કહે છે

Israel Hamas War: ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગુરુવારે કહ્યું કે હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલાનું એક કારણ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર હોઈ શકે છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, “મને ખાતરી છે કે હમાસના હુમલાનું આ કારણ છે, મારી પાસે આનો કોઈ પુરાવો નથી, માત્ર મારો અંતરાત્મા મને કહે છે કે અમે ઇઝરાયેલ માટે રિઝનલ ઈન્ટીગ્રેશન પર અમે કામ કરી રહ્યા છીએ...અને અમે તે કામ પાછળ છોડી શકતા નથી..."

G20 દરમિયાન ભારત-યુરોપ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી
India-Middle East-Europe Economic Corridorની જાહેરાત થોડા સમય પહેલા ભારતની રાજધાની નવી દિલ્હીમાં યોજાયેલી G20 કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. ભારતથી શરૂ થયેલો આ આર્થિક કોરિડોર યુએઈ, સાઉદી અરેબિયા થઈને યુરોપના દેશોને ફ્રાન્સ, ઈટાલી અને જર્મની સાથે જોડશે.

— ANI (@ANI) October 26, 2023

નક્કર પુરાવાની જરૂર
પીએમ મોદી જોર્ડનના કિંગ અબ્દુલ્લા- II સાથે થયેલી વાતની માહિતી શેર કરી છે. PM એ કહ્યું કે તેમણે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્રિતિય સાથે વાત કરી. પશ્ચિમ એશિયા ક્ષેત્રના વિકાસ અંગે વિચારોની આપ-લે કરી. અમે આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરીએ છીએ. સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિને ઝડપથી ઉકેલવા માટે નક્કર પ્રયાસોની જરૂર છે.

અત્યાર સુધીમાં આટલા લોકોના મોત
ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા અને સામૂહિક નરસંહારમાં 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી ઈઝરાયેલે ગાઝા પર ભારે બોમ્બમારો કર્યો છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5,087 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 15,270 ઘાયલ થયા હતા. મંત્રાલયે મંગળવારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 700 થી વધુ લોકો માર્યા ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news