15 મિનિટમાં 3.5 લાખ કરોડ સ્વાહા : છઠ્ઠા દિવસે પણ શેરબજારમાં કત્લેઆમ ચાલુ, 14.60 લાખ કરોડ ડૂબ્યા

Stock Market Opening: શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 19,000 પોઈન્ટની નીચે ગબડી ગયો છે. આ પહેલા શેરબજારમાં સતત 4 દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો.

15 મિનિટમાં 3.5 લાખ કરોડ સ્વાહા : છઠ્ઠા દિવસે પણ શેરબજારમાં કત્લેઆમ ચાલુ, 14.60 લાખ કરોડ ડૂબ્યા

Stock Market crash: સ્થાનિક શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ છે. નકારાત્મક વૈશ્વિક સંકેતો, તેલની વધતી કિંમતો, મધ્ય પૂર્વમાં તણાવ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે વિશ્વભરના શેરબજારો ઘટી રહ્યા છે. ભારતમાં પણ છેલ્લા પાંચ દિવસથી શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને આજે પણ તે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું.

શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 19,000 પોઈન્ટની નીચે આવી ગયો છે. સવારે 9.45 વાગ્યે સેન્સેક્સ 611.14 પોઈન્ટ અથવા 0.95% ઘટીને 63,437.92 પર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે 9.45 વાગ્યે સેન્સેક્સ 611.14 પોઈન્ટ અથવા 0.95% ઘટીને 63,437.92 પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 199.50 પોઈન્ટ અથવા 1.04% ઘટીને 18,922.65 પોઈન્ટ પર આવી ગયો. આ ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 3.58 લાખ કરોડ ઘટીને રૂ. 305.64 કરોડ થયું હતું.

સેન્સેક્સ શેરોમાં ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ ઘટ્યા છે. ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ પણ નુકસાન સાથે ખુલ્યા હતા. બીજી તરફ એક્સિસ બેન્ક, એચસીએચએલ ટેક અને ઇન્ડસઇન્ડ બેન્ક ઉછાળા સાથે ખુલ્યા હતા. IT કંપની ટેક મહિન્દ્રાએ બુધવારે તેનું પરિણામ જાહેર કર્યું હતું. કંપનીના નફામાં 16 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 61.6 ટકા ઘટ્યો હતો, જે માર્ચ 2007 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. એમએમટીસીના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. જુબિલન્ટ ફૂડવર્કસના શેર પાંચ ટકા તૂટ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં 39.5 ટકાનો ઘટાડો થયો છે. સોનાટા સોફ્ટવેરના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 10 ટકા વધીને રૂ. 124.2 કરોડ થયો છે.

પાંચ દિવસમાં 14.60 લાખ કરોડ સ્વાહા
અગાઉ સ્થાનિક શેરબજારોમાં બુધવારે સતત પાંચમા સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. જેના કારણે રોકાણકારોને 14.60 લાખ કરોડ રૂપિયાનો આંચકો લાગ્યો હતો. સેન્સેક્સ 522.82 પોઈન્ટ અથવા 0.81 ટકા ઘટીને 64,049.06 પર બંધ થયો હતો. આ પાંચ દિવસમાં સેન્સેક્સ કુલ 2,379.03 પોઈન્ટ અથવા 3.58 ટકા ઘટ્યો છે. આને કારણે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 14,60,288.82 કરોડ ઘટીને રૂ. 3,09,22,136.31 કરોડ થઈ હતી. કોટક સિક્યોરિટીઝ લિમિટેડના રિસર્ચ હેડ (રિટેલ) શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, "વૈશ્વિક ઉથલપાથલના પગલે બેન્કિંગ, આઇટી શેરોમાં ઘટાડો થયો હતો." ભારતીય શેરોનું ઊંચું મૂલ્યાંકન ચિંતાનો વિષય છે અને વર્તમાન વૈશ્વિક ઉથલપાથલને જોતાં રોકાણકારો તેમના ઇક્વિટી એક્સપોઝરમાં ઘટાડો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news