ઓસ્ટ્રેલિયાની નાઈટ ક્લબની બહાર અંધાધૂંધ ફાયરિંગ, 4 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબર્નની એક નાઈટ ક્લબની બહાર રવિવારે સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે.

ઓસ્ટ્રેલિયાની નાઈટ ક્લબની બહાર અંધાધૂંધ ફાયરિંગ, 4 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબર્નની એક નાઈટ ક્લબની બહાર રવિવારે સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બે ગંભીર હાલતમાં છે. 

જુઓ LIVE TV

તેમણે જણાવ્યું કે 3 ઘાયલોની ઉંમર 29થી 50 વર્ષની વચ્ચે છે. ચોથી વ્યક્તિની ઉંમર હજુ જાણવા મળી નથી. પોલીસના એક પ્રવક્તાએ એએફપીને જણાવ્યું કે ફાયરિંગની ઘટનાનો આતંકવાદ સાથે સંબંધ હોવાની કોઈ આશંકા નથી. ધ એજ ન્યૂઝપેપરના એક અહેવાલ મુજબ તપાસકર્તા તેનો સંબંધ મોટરસાઈકલ ગેંગ સાથે જોડાયેલો હોવાની દિશામાં તપાસ કરી રહ્યાં છે. પોલીસ રવિવારે સાંજ સુધીમાં આ ઘટના પર સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news