અમેરિકાની તમામ કોશિશો બાજુ પર હડસેલી ઉ.કોરિયાએ ફરી કર્યું એવું કામ, વધ્યો તણાવ 

દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ ગુરુવારે 2 ઓછા અંતરની મિસાઈલોને સમુદ્રમાં છોડી છે. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફ (જેસીએસ)એ કહ્યું કે ઉત્તર પૂર્વના કાંઠાના શહેર વોનસનની ચારે બાજુથી છોડાયેલી મિસાઈલોએ દેશના પૂર્વ તટથી પાણીમાં ઉતરતા લગભગ 430 કિમી પહેલા ઉડાણ ભરી. 

અમેરિકાની તમામ કોશિશો બાજુ પર હડસેલી ઉ.કોરિયાએ ફરી કર્યું એવું કામ, વધ્યો તણાવ 

ન્યૂયોર્ક: દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ ગુરુવારે 2 ઓછા અંતરની મિસાઈલોને સમુદ્રમાં છોડી છે. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફ (જેસીએસ)એ કહ્યું કે ઉત્તર પૂર્વના કાંઠાના શહેર વોનસનની ચારે બાજુથી છોડાયેલી મિસાઈલોએ દેશના પૂર્વ તટથી પાણીમાં ઉતરતા લગભગ 430 કિમી પહેલા ઉડાણ ભરી. 

ન્યૂઝ એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે જેસીએસ મુજબ ઉત્તર કોરિયાએ સ્થાનિક સમય મુજબ ગુરુવારે વહેલી સવારે 5.34 કલાકે અને ત્યારબાદ 5.57 કલાકે વોનસન વિસ્તારમાં બે અજાણ્યા લોન્ચિંગ કર્યાં. જેસીએસએ કહ્યું કે હજુ વધુ પ્રક્ષેપણ થવાની સ્થિતિમાં અમારી સેના નિગરાણી કરી રહી છે અને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. જેસીએસએ  કહ્યું કે દક્ષિણ કોરિયા અને અમેરિકી ગુપ્તચર વિભાગ તપાસ કરી રહ્યાં છે કે ઉત્તર કોરિયાએ શેનું પ્રક્ષેપણ કર્યું છે. 

જૂનના અંતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે થયેલી મુલાકાત બાદ આ પહેલું મિસાઈલ લોન્ચિંગ છે. ઉત્તર કોરિયાએ આ અગાઉ 9મી મેના રોજ પરીક્ષણ કર્યું હતું. જેમાં બે મિસાઈલ લોન્ચ કરાઈ હતી. મિસાઈલોની સાથે સાથે નાના રોકેટ પણ સામેલ હતાં. 

જૂનમાં ટ્રમ્પ અને કિમ વચ્ચે મુલાકાત બાદ કિમે ખાતરી અપાવી હતી કે ઉત્તર કોરિયા હવે કોઈ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમ ચાલુ નહીં રાખે. જો કે ટ્રમ્પ સાથે  થયેલી બે મુલાકાતોની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. કારણ કે ઉત્તર કોરિયા સતત મિસાઈલ ટેસ્ટ કરી રહ્યું છે. 

જાપાને આ પરિક્ષણ પર કહ્યું કે આ મિસાઈલોથી તેમના સમુદ્ર વિસ્તારમાં કોઈ અસર થઈ નથી. મંગળવારે ન્યૂઝ એજન્સી કેસીએનએ એ વાતની જાણકારી આપી હતી કે કિમ જોંગ ઉને મિસાઈલ કાર્યક્રમના અધિકારીઓ સાથે એક મોટી નવી સબમરીનનું નીરિક્ષણ કર્યું હતું. કિમું આ પગલું એ વાત તરફ આંગળી ચિંધે છે કે આગળ પણ સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઈલ (SLBM) કાર્યક્રમનો વિકાસ ચાલુ રાખશે. 

જુઓ LIVE TV

કિમ તરફથી આ મિસાઈલ પરિક્ષણ ઓગસ્ટમાં થનારા દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થનારા યુદ્ધ અભ્યાસ અગાઉ કરાયું છે. આવામાં એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ પરિક્ષણના કારણે કોરિયાઈ મહાદ્વીપમાં તણાવ ઉભો થઈ શકે છે. આ બાજુ કિમે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થનારા સૈન્ય યુદ્ધાભ્યાસથી અમારા અને અમેરિકા વચ્ચે વચ્ચે ચાલતી વાર્તા પર અસર પડી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news