ભારે વરસાદથી નવસારી-ડાંગમાં ઘોડાપૂર, ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

ભારે વરસાદથી નવસારી-ડાંગમાં ઘોડાપૂર, ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ

સ્નેહલ પટેલ, નવસારી: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો બજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે.

નવસારી જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતા અને ગામો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યાં છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.

ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો બજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકમાં ખાબક્યો છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં નવસારીમાં 2.96 ઈંચ, જલાલપોરમાં 3.44 ઈંચ, ગણદેવીમાં 0.96 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ, વાંસદામાં 7.2 ઈંચ અને ખેરગામમાં 3.2 ઈંચ વરસાદ પડ્યો છે.

ડાંગ જિલ્લામાં લાંબા વિરામબાદ વરસાદ માહોલ જામ્યો છે. જિલ્લામાં વરસાદથી લોકોને ગરમીથી રહાત અનુભવી રહ્યાં છે. તો બીજી તરફ સાપુતારા ખાતે ઉમટેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ આહવામાં નોંધાયો છે. જેમાં વધઇમાં 3.4 ઈંચ વરસાદ, આહવામાં 3.64 ઈંચ વરસાદ, સાપુતારામાં 1.48 ઈંચ વરસાદ અને સુબિર 1.88 ઈંચ વરસાદ નોંધાયો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news