પાકિસ્તાને દુનિયા પાસે માંગી આર્થિક મદદ, બીજી તરફ 1 રિક્ષા ડ્રાઇવર પાસેથી મળ્યા 300 કરોડ
પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સી એફઆઇએ દ્વારા ઓટો રિક્ષા ડ્રાઇવને સમન્સ ઇશ્યૂ કરી પોતાનો પક્ષ રાખવાનું કહેવામાં આવ્યું છે. ચાલકનું નામ મહોમ્મદ રશીદ છે અને તે કરાચીમાં વસવાટ કરે છે
Trending Photos
કરાચી: પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાં સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાન જ્યાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)થી આર્થિક મદદ માંગી રહ્યું છે. નવા ચૂંટાયેલા પાકના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ખર્ચા ઘટાડાના નામ પર પ્રધાનમંત્રી આવાસમાં રહેતા નથી, ત્યારે બીજી તરફ એક ઓટો રિક્ષા ડ્રાઇવરના ખાતામાંથી 300 કરોડ રૂપિયાના વ્યવહારોનો મામલો સામે આવ્યા પછી સમગ્ર દેશમાં સનસનાટીભર્યો માહોલ સર્જાયો છે.
પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સી એફઆઇએ દ્વારા ઓટો રિક્ષા ડ્રાઇવને સમન્સ ઇશ્યૂ કરી પોતાનો પક્ષ રાખવાનું કહેવામાં આવ્યું છે. ચાલકનું નામ મહોમ્મદ રશીદ છે અને તે કરાચીમાં વસવાટ કરે છે. તેને તેના ખાતામાં મોટા વ્યહવારોની ત્યારે ખબર પડી જ્યારે એફઆઇએ તેને સમન્સ મોકલીને સ્પષ્ટતા કરવા માટે કહ્યું હતું.
વાંચવા માટે ક્લિક કરો: નવાઝ શરીફના પુત્રી મરિયમ અંગે આવ્યાં ચોંકાવનારા અહેવાલ, જાણો શું છે હકીકત
મહોમ્મદ રશીદે કહ્યું કે, મને ફેડરલ તપાસ એજન્સીના કાર્યાલયથી ફોન આવ્યો હતો અને તેમણે મને પુછપરછ માટે બોલાવ્યો હતો. હું ડરી ગયો હતો કેમકે મને ખબર ન હતી કે શું થયું છે. જ્યારે તેમના કાર્યાલયમાં પહોંચ્યો ત્યારે તેમણે મને બેંકના ખાતામાં જમાં રોકડ બતાવી હતી.
રશીદે જણાવ્યું કે અધિકારીઓએ મને કહ્યું કે મારા બેંક એકાઉન્ટમાંથી 300 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. આ ખાતું 2005માં ખોલાવ્યું હતું. જ્યારે હું એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર હતો. તેણે કહ્યું કે તેનું કામ શરૂ થયાના થોડા મહિનાઓ પછી નોકરી છોડી દીધી હતી. ત્રણ સો કરોડ મારા માટે એક સપના સમાન છે. મેં મારી લાઇફમાં ક્યારે પણ એક લાખ રૂપિયા જોયા નથી.
તેનું કહેવું છે કે તેણે એફઆઇએના અધિકારીઓને તેની નાણાકિય પરિસ્થિતી જણાવી હતી અને તેઓ આ સ્વિકારવા તૈયાર થઇ ગયા છે. આ ઘટનાના થોડા દિવસ પહેલા જ કરાચીના એક ફળ વેચનારના ખાતામાં 200 કરોડથી વધુ રૂપિયા જોવા મળ્યા હતા. પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સી, મની લોન્ડ્રિંગના આ મામલે તપાસ કરી રહી છે.
વાંચવા માટે ક્લિક કરો: પિતા-પુત્રીનો આ Video એવો વાઈરલ થયો, કે તમે પણ ફોરવર્ડ કરવાનું નહિ ચૂકો
મની લોન્ડ્રિંગ માટે બનાવી એક સંયુક્ત તપાસ યુનિટ
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગના મામલે તપાસ કરવા માટે એક સંયુક્ત તપાસ યુનિટ (જેઆઇટી)ની રચના કરી છે. તેના અંતર્ગત એફઆઇએ એવા ખાતાની તપાસ કરી રહ્યાં છે. જેનો ઉપયોગ કેટલાક પ્રભાવશાળી બિઝનેસમેન અને રાજનેતાઓએ મની લોન્ડ્રિંગ માટે કર્યું છે.
આ રીતના ઘણા મામલાની તપાસમાં એજન્સીને જાણવા મળ્યું હતું કે ગરીબ લોકોના નિષ્ક્રિય પડેલા ખાતાનો બેંક કર્મચારી સાથે સાંઠગાઠથી બેંક ખાતાને સક્રિય કરી માટો પ્રમાણમાં હાલમાં વ્યવહારો કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એફઆઇએના અંતર્ગત જેઆઇટી સપ્ટેમ્બરથી શંકાસ્પદ મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે.
(ઇનપુટ: એજન્સી ભાષાથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે