J&Kમાંથી કલમ 370 હટતા જ પાકિસ્તાન હવાતિયાં મારવા લાગ્યું, વિદેશ મંત્રી પહોંચ્યા ચીન 

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને પેટાકલમ 35એ હટતાની સાથે જ પાકિસ્તાન તરફડિયા મારવા લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીર મુદ્દે કોઈ સમર્થન મળી રહ્યું નથી. આવામાં તેણે પોતાના મિત્ર દેશ ચીનની મદદ લેવાનો નિર્ણય લીધો છે. જેના પગલે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. 
J&Kમાંથી કલમ 370 હટતા જ પાકિસ્તાન હવાતિયાં મારવા લાગ્યું, વિદેશ મંત્રી પહોંચ્યા ચીન 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને પેટાકલમ 35એ હટતાની સાથે જ પાકિસ્તાન તરફડિયા મારવા લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીર મુદ્દે કોઈ સમર્થન મળી રહ્યું નથી. આવામાં તેણે પોતાના મિત્ર દેશ ચીનની મદદ લેવાનો નિર્ણય લીધો છે. જેના પગલે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. 

આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના વિદેશ મંત્રી વાય યી સાથે મુલાકાત કરશે અને જમ્મુ કાશ્મીર મુદ્દે વાતચીત કરશે. વાય યી ઉપરાંત તેઓ ચીનના અન્ય મોટા નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દે હજુ સુધી ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 

— ANI (@ANI) August 9, 2019

જો કે લદ્દાખને યુનિયન ટેરિટરી બનાવવા બદલ ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ જમ્મુ અને કાશ્મીર મુદ્દે હજુ સુધી ચીને કોઈ પ્રતિક્રિયા આપી નથી. અત્રે જણાવવાનું કે ચીન હંમેશાથી પાકિસ્તાનના પક્ષમાં જ રહ્યું છે અને દરેક મામલે પાકિસ્તાનનું સમર્થન કરતું રહ્યું છે. 

જુઓ LIVE TV

હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાતે ટ્વીટર પર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એને હટાવવા બદલ નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ કરી હતી. જેમાં ઈમરાન ખાને કહ્યું હતું કે આખી દુનિયા રાહ જોઈ રહી છે કે જમ્મુ કાશ્મીરમાઁથી કરફ્યુ હટ્યા બાદ ત્યાં શું હાલાત બને છે. ભાજપની સરકાર શું વિચારે છે કે તેઓ સૈન્યની તાકાતથી ઉત્પીડિત કાશ્મીરીઓના સ્વતંત્રતા આંદોલનને કચડી નાખશે? મને પૂરેપૂરો ભરોસો છે કે આ આંદોલન ફરીથી ગતિ પકડશે. 

એક અન્ય ટ્વીટમાં ઈમરાન ખાને લખ્યું કે 'શું આંતરરાષ્ટ્રીય સમુદાય કાશ્મીરીઓના નરસંહારનો સાક્ષી બનશે? સવાલ એ છે કે શું આપણે ભાજપ સરકારના દબાણમાં ફાસીવાદી રાજનો વધુ એક નમૂનો જોઈશું. શું આંતરરાષ્ટ્રીય સમુદાયમાં નૈતિક સ્તરે તેને રોકવાની હિંમત નથી.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news