રાફેલ મામલે પાકિસ્તાન થયુ ભયભીત, બાજવા બાલાકોટને લઇ ફરી બોલ્યા જૂઠું

રાફેલ વિમાન (Rafale Jet) મામલે પાકિસ્તાનનો ડર ખુલ્લેઆમ દેખાયો છે. પાકિસ્તાન (Pakistan)ના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa)એ ભારતના રાફેલ વિમાન ખરીદવા પર ઇશારા ઇશારામાં કહ્યું કે, કોઇ નવા હથિયારોથી પાકિસ્તાનને ડરાવી શકે નહીં.
રાફેલ મામલે પાકિસ્તાન થયુ ભયભીત, બાજવા બાલાકોટને લઇ ફરી બોલ્યા જૂઠું

નવી દિલ્હી: રાફેલ વિમાન (Rafale Jet) મામલે પાકિસ્તાનનો ડર ખુલ્લેઆમ દેખાયો છે. પાકિસ્તાન (Pakistan)ના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa)એ ભારતના રાફેલ વિમાન ખરીદવા પર ઇશારા ઇશારામાં કહ્યું કે, કોઇ નવા હથિયારોથી પાકિસ્તાનને ડરાવી શકે નહીં.

બાજવાએ તેના નિવદેનમાં પહેલા તો કહ્યું કે, કોઇ પાંચમી પેઢીના હથિયારોથી પાકિસ્તાનને ડરાવી શકે નહીં. પછી બાલાકોટ પર પણ જુઠું બોલ્યા. તેમણે કહ્યું કે, પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇકને નિષ્ફળ કરી હતી. તેમણે કહ્યું કે, જો અમારા પર યુદ્ધ લાદવામાં આવે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.

એટલું જ નહીં જનરલ બાજવાએ ભારત પર ક્ષેત્રીય શાંતિને દાવ પર લગાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન દુનિયા અને આ ક્ષેત્રમાં શાંતિ ઇચ્છે છે. તેમણે ભારતને ડરાવવા માટે કહ્યું કે અમને નવા હથિયારોથી આંખો દેખાડી શકાય નહીં અને ના અમારા માટે કોઈ ભય નથી.

ભારતની બહાદુરીની કહાની
પાકિસ્તાન ભલે વારંવાર ધમકી આપતું હોય પરંતુ સત્ય તેને પણ ખબર છે. ત્યારે તો તે બાલાકોટ સ્ટ્રાઇકને લઇને આ પ્રકારનું જુઠું બોલી રહ્યાં છે. રાફેલ વિમાનોએ પાકિસ્તાનના ભયને વધાર્યો છે. 6 સપ્ટેમ્બર 1965ની હાર પણ તેમને સારી રીતે યાદ છે. 1965માં, ભારતીય સૈન્યનું પરાક્રમે પાકિસ્તાન પર એટલું પ્રભુત્વ મેળવ્યું કે તે લાહોરમાં ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો હતો અને આ વખતે ભારતે મોટા હુમલો કરવાની તૈયારી કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news