પેરુ: પહાડ પરથી ભેખડ ધસી પડી અને સીધી હોટલ પર પડતા અનેક લોકો દટાયા, 15ના મોત

દક્ષિણ પૂર્વ પેરુના પર્વતીય વિસ્તારમાં આવેલી એક હોટલમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ પહાડ પરથી લેન્ડસ્લાઈડ થતા જમીન ધસી પડતા ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા.

પેરુ: પહાડ પરથી ભેખડ ધસી પડી અને સીધી હોટલ પર પડતા અનેક લોકો દટાયા, 15ના મોત

લીમા: દક્ષિણ પૂર્વ પેરુના પર્વતીય વિસ્તારમાં આવેલી એક હોટલમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ પહાડ પરથી લેન્ડસ્લાઈડ થતા જમીન ધસી પડતા ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા. અધિકારીઓએ રવિવારે આ દુર્ઘટનાની જાણકારી આપી. આ હોટલ પર્વતીય શહેર એબનકેમાં આવેલી છે. 

શહેરના મેયરએ આરપીપી રેડિયોને જણાવ્યું કે પહાડો પરથી લેન્ડસ્લાઈડ થતા ભેખડો ધસી પડી અને હોટલની દીવાલ પર પડવા લાગી હતી. 

મેયર ઈવારિસ્ટો રામોસે કહ્યું કે લગ્ન સમારંભના કાર્યક્રમમાં લગભગ 100 મહેમાન આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને 34 જેટલા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news