હ્યુસ્ટનના એરપોર્ટ પર PMએ પ્રોટોકોલ તોડીને કર્યું એવું કામ, બધા જોતા રહી ગયા, જુઓ VIDEO 

પીએમ મોદીએ ગુલદસ્તાના એક નાનકડા ટુકડાને ત્યાંથી ઉઠાવીને એક સંદેશ આપ્યો કે તેઓ પોતે પણ સ્વચ્છતાના સંકલ્પને કેટલો ગંભીરતાથી નીભાવે છે.

હ્યુસ્ટનના એરપોર્ટ પર PMએ પ્રોટોકોલ તોડીને કર્યું એવું કામ, બધા જોતા રહી ગયા, જુઓ VIDEO 

હ્યુસ્ટન: પીએમ મોદી તેમના એક અઠવાડિયાના અમેરિકાના પ્રવાસે અંતર્ગત શનિવારે રાતે હ્યુસ્ટન પહોંચ્યાં. અહીં તેમનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે એરપોર્ટ પર પીએમ મોદીની સાદગી અને સહજતાનો નજારો પણ જોવા મળ્યો. સ્વાગતમાં આપવામાં આવેલા બૂકેમાંથી એક ટુકડો નીચે પડી જતા પીએમ મોદીની નજર ગઈ અને તેમણે નીચે નમીને પોતે જાતે એ પડી ગયેલા ગુલદસ્તાના એક ટુકડાને ઉપાડ્યું અને સૈન્ય અધિકારી સાથે હાથ મિલાવ્યાં. પીએમ મોદીએ એનર્જી સેક્ટરના સીઈઓ સાથે પણ બેઠક યોજી તથા આજે હાઉડી મોદી કાર્યક્રમને તેઓ સંબોધન કરશે. 

એક અમેરિકી મહિલા અધિકારીએ પીએમ મોદીને ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું પરંતુ જેવો પીએમ મોદીએ ગુલદસ્તો લીધો કે તેમાંથી એક નાનકડો ટુકડો નીચે પડ્યો. પીએમ મોદી આગળ વધી ગયા હતાં પરંતુ જેવો તેમને આભાસ થયો તો તેમણે પ્રોટોકોલ તોડીને પોતાના પદની પરવા કર્યાં વગર નીચે નમીને પડેલી વસ્તુ પોતાના સહયોગીને આપી દીધી. આ જોઈને ત્યાં ઊભેલા અધિકારીઓ પણ ચોંકી ગયાં. 

— ANI (@ANI) September 21, 2019

પીએમ મોદીએ ગુલદસ્તાના એક નાનકડા ટુકડાને ત્યાંથી ઉઠાવીને એક સંદેશ આપ્યો કે તેઓ પોતે પણ સ્વચ્છતાના સંકલ્પને કેટલો ગંભીરતાથી નીભાવે છે. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતમાં ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર, અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન પણ હાજર હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news