Russia Ukraine War: યુદ્ધના 31માં દિવસે પણ ખખડી ગયેલા યુક્રેનને કેમ હરાવી શકતું નથી રશિયા? 

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 31 દિવસથી ભીષણ યુદ્ધ ચાલુ છે. રશિયા દુનિયાની મહાશક્તિઓમાં સામેલ છે પરંતુ આમ છતાં યુક્રેન સામે જીતવું તેને ભારે પડી રહ્યું છે. યુક્રેનની રાજધાની કીવ, ખારકીવ, અને મારિયુપોલ જેવા શહેરોમાં રશિયાની સેનાએ ભીષણ તબાહી મચાવી છે. લોકો પોતાના ઘર છોડીને પલાયન કરવા માટે મજબૂર થયા છે. પરંતુ આમ છતાં યુક્રેન હાર માનતું નથી. 
Russia Ukraine War: યુદ્ધના 31માં દિવસે પણ ખખડી ગયેલા યુક્રેનને કેમ હરાવી શકતું નથી રશિયા? 

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 31 દિવસથી ભીષણ યુદ્ધ ચાલુ છે. રશિયા દુનિયાની મહાશક્તિઓમાં સામેલ છે પરંતુ આમ છતાં યુક્રેન સામે જીતવું તેને ભારે પડી રહ્યું છે. યુક્રેનની રાજધાની કીવ, ખારકીવ, અને મારિયુપોલ જેવા શહેરોમાં રશિયાની સેનાએ ભીષણ તબાહી મચાવી છે. લોકો પોતાના ઘર છોડીને પલાયન કરવા માટે મજબૂર થયા છે. પરંતુ આમ છતાં યુક્રેન હાર માનતું નથી. 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ દર વખતે કહ્યું છે કે તેઓ વ્લાદિમિર પુતિનની સેના સામે ઘૂંટણિયે પડશે નહીં. યુક્રેની સેના રશિયાને જડબાતોડ જવાબ આપશે. જમીન સ્તરે પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મહાશક્તિ હોવા છતાં રશિયા યુક્રેન જેવા ટચુકડા દેશને 31 દિવસ બાદ પણ જીતી શક્યું નથી. 

રશિયા અને યુક્રેન વચ્ચે અનેક સ્તરની વાતચીત થઈ ચૂકી છે. દુનિયાના દિગ્ગજ દેશ ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થાય પરંતુ એવું જોવા મળતું નથી. રશિયા પર યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું દબાણ બનાવી રહ્યું છે પરંતુ રશિયાની સેના યુક્રેનમાં ભીષણ બોમ્બમારો કરી રહી છે. 

કેમ હાર માનતું નથી યુક્રેન?
યુક્રેનને પશ્ચિમી દેશોનું મજબૂત સમર્થન મળી રહ્યું છે. પશ્ચિમી દેશ યુક્રેનને હથિયારો ઉપલબ્ધ કરાવી રહ્યા છે. હથિયારો આપનારા દેશોમાં બ્રિટનથી લઈને ફ્રાન્સ સુધીના નામ સામેલ છે. અમેરિકા આર્થિક સહાયતા સાથે સૈન્ય હથિયાર પણ આપી રહ્યું છે. યુરોપિયન યુનિયન તરફથી પણ યુક્રેનને હથિયારો મળી રહ્યા છે. યુરોપિયન યુનિયને 450 મિલિયનના હથિયારો યુક્રેનને આપ્યા છે. અનેક દેશોએ ફાઈટર જેટ્સ પણ યુક્રેનને આપ્યા છે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે રશિયા ખરાબ રીતે ઘેરાઈ ગયું છે. 

પશ્ચિમી દેશોએ યુક્રેનને આપ્યા ઘાતક સૈન્ય હથિયારો
કેનેડાએ યુક્રેનને અનેક ખતરનાક હથિયારો આપ્યા છે. જર્મનીએ યુક્રેનને સ્ટિંગર મિસાઈલ અને 9 હોવિત્ઝર આપ્યા છે. સ્વીડને 5000 એન્ટી ટેન્ક રોકેટ આપ્યા છે. ફ્રાન્સે એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ અને ડિજિટલ હથિયારો આપ્યા છે. બ્રિટને યુદ્ધમાં સૈન્ય હથિયારો મોકલવાનું વચન આપ્યું છે. બેલ્જિયમે 3000થી વધુ ઓટોમેટેડ હથિયારો અને 200 એન્ટી ટેન્ક હથિયારો યુક્રેન મોકલ્યા છે. નેધરલેન્ડ, ઝેક રિપબ્લિક, પોર્ટુગલ, ગ્રીસ, રોમાનિયા, ઈટાલી અને ફ્રાન્સ જેવા દેશોએ પણ હથિયારો આપ્યા છે. 

રશિયાની સેનાનું મનોબળ તૂટી રહ્યું છે!
યુક્રેનની અડધા કરતા વધુ વસ્તી અન્ય દેશોમાં શિફ્ટ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જણાવ્યાં મુજબ 30 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને પાડોશી દેશોમાં વસ્યા છે. પોલેન્ડ અને રોમાનિયા જેવા દેશોમાં પણ યુક્રેની નાગરિકો પહોંચ્યા છે. આ બાજુ જે લોકો ત્યાં છે તે યુક્રેનની વસ્તીનો એક મોટો ભાગ સૈનિકની  ભૂમિકામાં આવી ગયો છે. જનતા પણ હવે જાણે સૈનિક બની ગઈ છે. યુક્રેનના મુખ્ય શહેરોમાં ભલે રશિયન સેના પહોંચી ગઈ હોય પરંતુ તેમણે ભીષણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયાના સૈનિકો બદહાલ યુક્રેનમાં જાણે નબળા પડી રહ્યા છે. 

વૈશ્વિક સ્તરે અલગ થલગ પડી રહ્યું છે રશિયા!
રશિયા વિરુદ્ધ 20થી વધુ દિગ્ગજ દેશ ખુલ્લેઆમ સામે પડી ચૂક્યા છે. વૈશ્વિક સ્તરે રશિયા એકલું પડી ગયું છે. ચીન પણ રશિયાનો સાથ ખુલીને આપી શકતું નથી. ભારત પોતાના તટસ્થ વલણ માટે જાણીતું છે. બીજા શક્તિશાળી દેશો યુક્રેન સાથે છે. આવામાં વૈશ્વિક સ્તરે રશિયા અલગ થલગ પડી ગયું હોય તેવું લાગે છે. રશિયાના સૈનિકો ભલે ભીષણ બોમ્બમારો કરી રહ્યા હોય પરંતુ યુક્રેની સેનાના મનોબળ આગળ તેમનો જુસ્સો પસ્ત થતો જોવા મળી રહ્યો છે. વ્લાદિમિર પુતિન પાસે યુદ્ધ રોકવા સિવાય કોઈ અન્ય વિકલ્પ દેખાઈ રહ્યો નથી. 

આ કારણે હાર નથી માનતું યુક્રેન!
યુક્રેનની સેનાએ સાબિત કરી દીધુ છે કે જંગ હથિયારોથી નહીં પરંતુ મનોબળ જુસ્સાથી લડાય છે. દુનિયાની સારામાં સારી સેનાઓમાં જેની ગણતરી થાય છે તે રશિયન સેના હજુ યુક્રેન જીતી શકી નથી. રશિયાને ભારે સૈન્ય ક્ષતિ પહોંચી છે. મોટી સંખ્યામાં રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનમાં યુદ્ધ છેડીને રશિયાને કશું મળવાનું નથી. ન તો વ્લાદિમિર પુતિન યુક્રેનને રશિયામાં ભેળવી શકે છે કે ન તો ત્યાં તેઓ પોતાની રીતે સત્તા પરિવર્તન કરાવી શકે છે. આ યુદ્ધ વ્લાદિમિર પુતિનને મોંઘુ પડવાનું છે. તેમણે દુનિયાના અનેક આકરા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. 

વોલોદિમિર જેલેન્સ્કીનું વલણ એ જ બતાવે છે કે જે હાર માનવા તૈયાર ન હોય તેને હરાવી શકાય નહીં. પશ્ચિમી દેશો પાસેથી મળી રહેલા હથિયારોના દમ પર યુક્રેની સેના રશિયાની સેનાને જબરદસ્ત ટક્કર આપી રહી છે. આવામાં પુતિન વધુ દિવસ સુધી પોતાની સરકારની બરબાદી જોઈ શકશે નહીં. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે યુક્રેન હાર માનશે નહીં અને રશિયા તેને હરાવી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news