દુનિયાભરમાં વધી રહ્યો છે કોરોના કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થયા છે સંક્રમિત

દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3 કરોડ 6 લાખને પાર કરી ગયો છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 9 લાખ 55 હજારથી વધારે થઇ ગઇ છે. આ જાણકારી રવિવારના જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ જારી કરી છે.

દુનિયાભરમાં વધી રહ્યો છે કોરોના કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થયા છે સંક્રમિત

વોશિંગ્ટન: દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3 કરોડ 6 લાખને પાર કરી ગયો છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 9 લાખ 55 હજારથી વધારે થઇ ગઇ છે. આ જાણકારી રવિવારના જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ જારી કરી છે.

યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર રવિવારની સવાર સુધી દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો 3 કરોડ 6 લાખ 74 હજાર થયો છે. દુનિયામાં કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં છે. ત્યાં કુલ સંક્રમિતોની સંખ્યા 67 લાખ 64 હજાર 780 થઇ ગઇ છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખ 99 હજાર 258 લોકોના મૃત્યુ થયા છે. આ કડીમાં ભારત બીજા નંબર પર છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 53 લાખ 8 હજાર અને મૃતકોની સંખ્યા 85 હજાર 619 થઇ ગઇ છે.

યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, બ્રાઝિલમાં 45 લાખ 28 હજાર, રશિયામાં 10 લાખ 92 હજાર, પેરુમાં 7 લાખ 56 હજાર, કોલંબિયામાં 7 લાખ 50 હજાર, મેક્સિકોમાં 6 લાખ 94 હજાર, દક્ષિણ આફ્રિકામાં 6 લાખ 59 હજાર, સ્પેનમાં 6 લાખ 40 હજાર, અર્જેન્ટીનામાં 6 લાખ 22 હજાર, ફ્રાન્સમાં 4 લાખ 67 હજાર, ચિલીમાં 4 લાખ 44 હજાર, ઇરાનમાં 4 લાખ 19 હજાર, બ્રિટેનમાં 3 લાખ 92 હજાર, બાંગ્લાદેશમાં 3 લાખ 47 હજાર, સઉદી અરબમાં 3 લાખ 29 હજાર અને ઇરાકમાં 3 લાખ 15 હજાર કેસ છે. કોરોનાથી મૃતકોની સંખ્યા 1 લાખ 36 હજાર સાથે બ્રાઝિલ બીજા સ્થાન પર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news