મધ્ય-પૂર્વમાં ચીનનું ષડયંત્ર, અમેરિકાના આ મિત્ર દેશમાં કરી રહ્યું છે મોટું રોકાણ

દુનિયામાં પોતાના પ્રભાવ અને વિસ્તારવાદને વધારવા માટે ચીને બે ફોર્મ્યૂલાને ફોલો કરે છે. પ્રથમ, તે વિકાસશીલ દેશમાં રસ્તા, વીજળી, પાણી જેવી માળખાગત સુવિધાઓમાં રોકાણ કરી પોતાનું પ્રભુત્વ વધારે છે

મધ્ય-પૂર્વમાં ચીનનું ષડયંત્ર, અમેરિકાના આ મિત્ર દેશમાં કરી રહ્યું છે મોટું રોકાણ

તેલ અવીવ: દુનિયામાં પોતાના પ્રભાવ અને વિસ્તારવાદને વધારવા માટે ચીને બે ફોર્મ્યૂલાને ફોલો કરે છે. પ્રથમ, તે વિકાસશીલ દેશમાં રસ્તા, વીજળી, પાણી જેવી માળખાગત સુવિધાઓમાં રોકાણ કરી પોતાનું પ્રભુત્વ વધારે છે. ત્યારે વિકસિત દેશમાં નવી ટેક્નોલોજીના રિસર્ચમાં રોકાણ કરી ત્યાં આધુનિક ટેકનીક હાંસલ કરે છે. આ નક્કી ફોર્મ્યૂલાથી જ્યાં તેને આર્થિક ફાયદો થયા છે, ત્યારે ટક્નીક મામલે પણ તેની બાદશાહત વધે છે. પરંતુ હવે અમેરિકાએ ચીનના આ ફર્મ્યુલા પર કાતર ચલાવવાની ઘોષણા કરી છે.

તમને જણાવી દઇએ કે, તકનીકી મામલે ઇઝરાઇલનો કોઈ મેચ નથી. મધ્ય પૂર્વમાં વસેલા આ નાના યહૂદી દેશની પાસે આજે તે બધાજ આધુનિક સાધનો છે, જેની દુનિયાના તમામ દેશ કામના કરે છે. આ વિસ્તારમાં અરબ મુસ્લિમો અને યહૂદી ઇઝરાઇલ વચેચ ઐતિહાસિક વિવાદ રહ્યો છે. એવામાં કોઇ પણ દેશ કોઇ પણ એક પક્ષનું ખુલ્લેઆમ સમર્તન કરવાથી દૂર રહે છે. અમેરિકાની સાથે થયેલા અનુભવોને ધ્યાનમાં રાખી ચીન હવે આ વિસ્તારમાં ધીમે ધીમે પગલાં વધારી રહ્યું છે. તે અરબી દેશો અને ઇઝરાઇલની દુશ્મનાવટ હેઠળ ન આવીને બંને પક્ષો સાથે સમાન રીતે વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ વિસ્તારના અરબ દેશોથી ચીનને ઓઇલ-ગેસ મળે છે. જેનાથી તેની ફેક્ટરીઓ ચાલે છે. બીજી તરફ આ દેશ ચીનમાં બનતા માલ સામાનનો મોટો ખરીદાર પણ છે. બીજી બાજુ, ઇઝરાઇલ એ નવીનતમ તકનીકીઓનો માસ્ટર છે. જેના દ્વારા ચીન નવીનતમ વ્યાપારી અને સૈન્ય ઉપયોગની તકનીકીઓ મેળવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને, 42 ચીની કંપનીઓએ છેલ્લા 10 વર્ષમાં ઇઝરાઇલની કંપનીઓ સાથે 90 વ્યવસાયિક સોદા કર્યા છે.

માનવામાં આવે છે કે, આ બધી કંપનીઓ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેની સેના PLAનો માસ્ક છે અને તેઓની સૂચનાઓ પર નવી તકનીક મેળવવા માટે અન્ય દેશોમાં રોકાણ કરી રહી છે. ચીનની ZTE કંપનીએ ઇઝરાઇલની રેઈનબો મેડિકલમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. એ જ રીતે ચીનની મોટી કંપની બાયડુએ ઇઝરાઇલની 5 કંપનીમાં રોકાણ કર્યું છે. ચીનની હ્યુઆવેઇ અને હેક્સાટીયર કંપનીએ પણ ઇઝરાઇલની ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે.

ચીન અને ઇઝરાઇલ વચ્ચે વધતી આ મિત્રતાએ અમેરિકાના કાન ઉભા કર્યા છે. પક્ષની લાઇનથી ઉપર ઉઠતાં રિપબ્લિકન અને ડેમોક્રેટ સાંસદોએ આ મુદ્દે ગંભીર ચિંતાઓ ઉભા કરી છે અને ઇઝરાઇલને ચીન સાથેના તેના સંબંધોનું સ્તર ઘટાડવાની માંગ કરી છે. યુ.એસ. વહીવટીતંત્રએ ઇઝરાઇલને ચેતવણી આપી છે કે ટેક્નોલજી ક્ષેત્રે ચીની રોકાણ ગંભીર જોખમ સંકેત છે.

યુ.એસ.એ કહ્યું કે ચીનના તેમના દેશની સરહદોની બહારનું રોકાણ ગંભીર જોખમ છે. આ વ્યૂહરચના દ્વારા, ચીન વિશ્વના મોટા ભાગના ભાગોમાં પોતાનો અધિકાર લાદવાની કોશિશ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, ઇઝરાઇલ સહિત અમેરિકાના તમામ મૈત્રીપૂર્ણ દેશોએ ચીનની આ વ્યૂહરચનાથી સાવચેત રહેવું જોઈએ અને તેમાંથી ચોક્કસ અંતર બનાવવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, અમેરિકા, રશિયા પછી ઇઝરાઇલ વિશ્વનો સૌથી આધુનિક દેશ છે. જ્યાં નવી તકનીકીઓ પર આખો સમય કામ ચાલુ રહે છે. આ જ કારણ છે કે કદમાં ખૂબ નાનો હોવા છતાં, આ યહૂદી દેશ આસપાસના શક્તિશાળી મુસ્લિમ દેશોથી દબતો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news