આ જાપાનીઝ યુવકની લવસ્ટોરી છે ખુબ ચર્ચામાં, પ્રેમિકા વિશે જાણીને આંખે અંધારા આવી જશે

પ્રેમ ક્યારે કોની સાથે થાય તે કોઈ ન કહી શકે. પ્રેમ કોઈ જાત, ધર્મ કે ઊંચ નીંચના ભેદભાવ જોતો નથી. આવી જ એક લવસ્ટોરી હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ લવસ્ટોરી એટલા માટે સ્પેશિયલ ગણાઈ રહી છે કારણ કે તેમાં છોકરાને કોઈ છોકરી સાથે નહીં પરંતુ એક વંદા સાથે પ્રેમ થઈ ગયો. વંદાને જોઈને તો લોકો ઉછળી પડતા હોય છે. ચીતરી ચઢતી હોય છે. 

આ જાપાનીઝ યુવકની લવસ્ટોરી છે ખુબ ચર્ચામાં, પ્રેમિકા વિશે જાણીને આંખે અંધારા આવી જશે

નવી દિલ્હી: પ્રેમ ક્યારે કોની સાથે થાય તે કોઈ ન કહી શકે. પ્રેમ કોઈ જાત, ધર્મ કે ઊંચ નીંચના ભેદભાવ જોતો નથી. આવી જ એક લવસ્ટોરી હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ લવસ્ટોરી એટલા માટે સ્પેશિયલ ગણાઈ રહી છે કારણ કે તેમાં છોકરાને કોઈ છોકરી સાથે નહીં પરંતુ એક વંદા સાથે પ્રેમ થઈ ગયો. વંદાને જોઈને તો લોકો ઉછળી પડતા હોય છે. ચીતરી ચઢતી હોય છે. 

અત્રે જણાવવાનું કે કોકરોચ એટલે કે વંદાને ડેટ કરનારા આ યુવકનું નામ છે શિનોહારા. તે જાપાનમાં રહે છે. શિનોહારા છેલ્લા એક વર્ષથી એક કોકરોચને ડેટ કરી રહ્યો હતો. પરંતુ લવ સ્ટોરી એક વર્ષ બાદ પૂરી થઈ ગઈ કારણ કે વંદો મરી ગયો. પોતાના પ્રેમને અમર કરવા માટે શિનોહારાએ એક અજીબોગરીબ પગલું લીધુ. તે વંદાને ભોજન બનાવીને ખાઈ ગયો. વંદાને મારીને ખાઈ જવા પાછળ જે કારણ ગણાવ્યું છે છે તે પણ ખુબ અજીબ છે. 

શિનોહારાના જણાવ્યાં મુજબ આમ કરવા પાછળ કારણ એ હતું કે તે હંમેશા વંદાની સાથે રહેવા માંગતો હતો. આમ ભોજન બનાવીને ખાઈ જવાથી તે કોકરોચ હવે તેની સાથે જ રહેશે. આવામાં એક વંદા અને માણસની લવસ્ટોરી સોશિયલ મીડિયા પર  ખુબ વાઈરલ થઈ રહી છે. દરેક જણ એમ જ વિચારે છે કે આખરે એક વ્યક્તિ વંદાને કેવી રીતે ડેટ કરી શકે. શિનોહારાએ જણાવ્યું કે જે કોકરોચને તે ડેટ કરી રહ્યો હતો તેનું નામ લીસા હતું. શિનોહારા લીસાને આફ્રિકાથી પોતાની સાથે  લાવ્યો હતો. 

શિનોહારાના જણાવ્યાં મુજબ તેને જીવજંતુથી ખુબ પ્રેમ છે. જેના કારણે તેને કોકરોચ માટે પ્રેમ થઈ ગયો. શિનોહારાના જણાવ્યાં મુજબ લીસા તેનો પહેલો પ્રેમ છે અને તે હંમેશા તેને પ્રેમ કરતો રહેશે. મર્યા પછી પણ તે હજુ તેને જ પ્રેમ કરે છે. મીડિયા સાથે એક ઈન્ટરવ્યુમાં શિનોહારાએ લીસા સાથેની પોતાની લવ રિલેશનશીપનો ખુલાસો કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news