US Road Accident: અમેરિકામાં કાર અકસ્માતમાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થીઓના મોત, બે ઈજાગ્રસ્ત

US News: પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરે વ્હીકલ પર કાબુ ગુમાવી દીધો, ત્યારબાદ ગાડી પલટી ગઈ હતી. બે ભારતીય મૂળના વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે મોત થયા તો એકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

US Road Accident: અમેરિકામાં કાર અકસ્માતમાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થીઓના મોત, બે ઈજાગ્રસ્ત

Indian-Origin Students Killed in US: અમેરિકાના રાજ્ય જોર્જિયામાં પાછલા સપ્તાહે એક કાર અકસ્માતમાં ત્રણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા, જ્યારે બેને ઈજા પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાંચેય વિદ્યાર્થીઓ 18 વર્ષના હતા અને અલ્ફારેટા હાઈ સ્કૂલ અને જોર્જિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. 

પોલીસનું કહેવું છે કે 14 મેએ જોર્જિયાના અલ્ફારેટામાં થયેલી ઘાતક દુર્ઘટનામાં સ્પીડ એક કારણ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવી દીધો ત્યારબાદ ગાડી પલટી મારી ગઈ હતી. 

દુર્ઘટનામાં આર્યન જોશી (Aryan Joshi) અને શ્રિયા અવસારલા (Sriya Avasarala ) નું ઘટનાસ્થળે મોત થયું તો અન્વી શર્મા ( Anvi Sharma ) એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. 

અધિકારીઓએ કહ્યું- ઈજાગ્રસ્ત છાત્રો- રિતવાક સોમપલ્લી  ( Rithwak Somepalli ) અને મોહમ્મદ લિયાકાથ (Mohammed Liyakath ) ની અલ્ફારેટાના નોર્થ ફુલ્ટન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વિદ્યાર્થીઓને સાથીઓએ આપી શ્રદ્ધાંજલિ
શ્રિયા અવસારલા યુજીએ શિકારી ડાન્સ ટીમની સભ્ય હતા. અન્વી શર્માએ યુજીએ કલાકા અને એક કેપેલા ગ્રુપની સાથે ગાયું હતું. શિકારી ગ્રુપે શ્રિયા અવસારલા માટે પોસ્ટ કરી- તમે એક અદ્ભુત ડાન્સર, મિત્ર અને ન્યાયપ્રિય વ્યક્તિ હતા. કલાકાર ગ્રુપે કહ્યું કે અન્વી શર્માનું મોત ચોંકાવનારૂ અને વિનાશકારી છે. 

આર્યન જોશી આગામી સપ્તાહે હાઈ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થવાનો હતો. અલ્ફારેટા હાઈ ક્રિકેટ ટીમે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું- તે અમારા સૌથી મોટા સમર્થકોમાંથી એક હતો અને તેનો સપોર્ટ અમારી દરેક જીતોમાં સૌથી મહત્વપૂર્ણ ફેક્ટરોમાંથી એક હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news