Hush Money Case: ટ્રમ્પની 'નાભિ' નું રહસ્ય જાણે છે આ 'વિભિષણ', કોર્ટમાં પોતાના પર લઇ લીધો આરોપ

Donald Trump Hush Money Case: એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરૂદ્ધ ન્યૂયોર્કની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં તેમના એકદમ અંગત માઇકલ કોહેન એકદમ મહત્વપૂર્ણ સાક્ષી છે. જોકે હવે કોહેનના આ કબૂલાતનામાથી આ કેસ પલટાઇ જવાની આશંકા છે. 

Hush Money Case: ટ્રમ્પની 'નાભિ' નું રહસ્ય જાણે છે આ 'વિભિષણ', કોર્ટમાં પોતાના પર લઇ લીધો આરોપ

Donald Trump Hush Money Case Trial: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ કેસમાં ખરાબ રીતે ઘેરાયેલા છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે આ પોર્ન સ્ટાર સાથે સંબંધ બનાવ્યા અને પછી પૈસા આપીને તેનું મોઢું બંધ કરાવ્યું. આ કેસમાં ટ્રમ્પ વિરૂદ્ધ ન્યૂયોર્કની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જ્યાં માઇકલ કોહેને સોમવારે નિવેદન નોંધાવ્યું હતું. કોહેનને ટ્રમ્પના એકદમ અંગત માનવામાં આવે છે. ટ્રમ્પના વકીલ બનતાં પહેલાં તે તેમની રિયલ એસ્ટેટ કંપનીમાં ઉંચા પદ પર હતા. કહેવામાં આવે છે કે કોહેન ટ્રમ્પના બધા રહસ્યો જાણે છે અને તેમને સ્ટોર્મી ડેનિયલ્સ સુધી પૈસા પહોંચાડ્યા હતા. જોકે કોર્ટમાં તેમણે કેટલા આરોપો સ્વિકાર્યા છે. જેથી કેસ પલટાઇ શકે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના ફિક્સર રહેલા માઇકલ કોહેને કોર્ટને જણાવ્યું કે તેમણે 'પોતાની મદદ' ના રૂપમાં ટ્રમ્પની કંપનીમાંથી રૂપિયા ચોર્યા હતા. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ વિરૂદ્ધ ચાલી રહેલા આ કેસમાં કોહેન સૌથી મહત્વપૂર્ણ સાક્ષી છે. જોકે હવે તેમનું કબૂલનામું તેમની વિશ્વનીયતાને નુકસાન પહોંચાડી શકે છે. 

કોહેને કહ્યું કે તેમને ટ્રમ્પની કંપની તરફથી એક ટેક્નોલોજી કંપનીને 50 હજાર ડોલર આપ્યા હતા, પરંતુ તેમણે તેમાંથી 20 હજાર તે કંપનીને કેશમાં આપ્યા અને બાકીના 30 હજાર ડોલર પોતાની પાસે રાખ્યા હતા. જોકે કોહેને જણાવ્યું કે તેમણે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલનું મોંઢુ બંધ કરવા પોતાના ખિસ્સામાંથી 130,000 ડોલર આપ્યા હતા. જોકે ત્યારબાદ તેણે ટ્રમ્પ ઓર્ગેનાઇજેશનની માફક બોનસના નામ પર બસ એક લાખ ડોલર આપ્યા. એવામાં તેણે પોતાના બાકી પૈસા આ રીતે રાખી લીધા. 

ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા આ કેસમાં માઈકલ કોહેન પ્રોસિક્યુશન માટે સૌથી મહત્વપૂર્ણ સાક્ષી છે, જે જ્યુરીને સમજાવવા માંગે છે કે ટ્રમ્પે ડેનિયલ્સને કરેલી ચુકવણી છુપાવીને કાયદો તોડ્યો છે. જો કે, હવે કોર્ટમાં કોહનેની કબૂલાત તેને જૂઠો અને ગુનેગાર તરીકે દર્શાવે છે. એવામાં ફરિયાદ પક્ષ માટે જ્યુરીને તેની જુબાની પર મનાવવાનું ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news