સાઉદી અરબના યુવરાજે એવું તે શું કર્યું? ટ્રમ્પને લાગ્યું, પોતે ઠગાઈ ગયા!

પત્રકાર જમાલ ખશોગીની હત્યાએ સાઉદી અરબના યુવરાજને અમેરિકાની નજરમાં ભાગીદારથી એક બોજ બનાવી દીધો છે.

સાઉદી અરબના યુવરાજે એવું તે શું કર્યું? ટ્રમ્પને લાગ્યું, પોતે ઠગાઈ ગયા!

વોશિંગ્ટન: પત્રકાર જમાલ ખશોગીની હત્યાએ સાઉદી અરબના યુવરાજને અમેરિકાની નજરમાં ભાગીદારથી એક બોજ બનાવી દીધો છે. સત્તા પર પકક્ડ મજબુત કરવાના સાઉદી અરબના વલી અહદ મોહમ્મદ બિન સલમાનના પ્રયત્નોનું એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂરજોશમાં સમર્થન કર્યુ હતું. 

ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જેરેડ કુશનર (33) સાથે મોહમ્મદ બિન સલમાનના ઘનિષ્ઠ સંબંધ રહ્યાં છે. પરંતુ અમેરિકામાં રહેતા પત્રકાર અને સાઉદી અરબના વલી અહદના આલોચક જમાલ ખશોગીનું તુર્કીની રાજધાની ઈસ્તંબુલ સ્થિત સાઉદી દૂતાવાસમાં થયેલા મોતથી હાલાત બદલાઈ ગયાં. અમેરિકી રાષ્ટ્રપતિ આ ઘટનાને લઈને સઉદી અરબની ચૂપકીદી અને ત્યારબાદ ખશોગીના મોતની સ્વીકૃતિ બાદ પોતાને છેતરાયેલા મહેસૂસ કરી રહ્યાં છે. તેમણે ખશોગી મામલે સામેલ રહેલા સાઉદી અરબના લોકોના વીઝા પર પ્રતિબંધ માટે પ્રાથમિક પગલાં લેવાના શરૂ કરી દીધા છે. 

ચારેબાજુથી ઘેરાયા બાદ આખરે સાઉદી અરબી સ્વીકારવું પડ્યું કે ખશોગીની હત્યા ઈસ્તંબુલ સ્થિત તેમના વાણિજ્ય દૂતાવાસની અંદર કરાઈ હતી. ધ વોલ સ્ટ્રીટ જનરલમાં બુધવારે ટ્રમ્પનો એક ઈન્ટરવ્યું પ્રકાશિત થયો છે. આ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સમગ્ર ઘટનાક્રમને લઈને સાઉદી અરબના શાહ 82 વર્ષના સલમાનને આરોપોથી બચાવવાની કોશિશ કરી પરંતુ મોહમ્મદ બિન સલમાનને લઈને તેમના વલણ આવું જરાય નહતું. 

ટ્રમ્પે કહ્યું કે યુવરાજ ઘણું બધુ કરી રહ્યાં છે અને જો ઘેરામાં કોઈ આવશે તો આ વ્યક્તિત્વ તેઓ હશે. હાલ તો જોકે ટ્રમ્પે વ્યાપારના આધારે સાઉદી અરબને હથિયારોના વેચાણનો બચાવ પણ કર્યો.ય 

(ઈનપુટ: ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news