રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે 11 વર્ષના બાળકે કર્યું એવું કામ, જે કરવામાં અચ્છા-ભલા લોકો થઈ જાય ભયભીત

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે 11 વર્ષનો એક બાળક 1000 કિલોમીટરની યાત્રા કરી સ્લોવાકિયા પહોંચ્યો. બાળકના માતા પિતા યુક્રેનમાં જ છે જ્યારે બાળકને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યો છે. સ્લોવાકિયાની મિનિસ્ટ્રિએ બાળકની તસવીર શેર કરી છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે 11 વર્ષના બાળકે કર્યું એવું કામ, જે કરવામાં અચ્છા-ભલા લોકો થઈ જાય ભયભીત

નવી દિલ્હી: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઘણી સ્ટોરીઓ સામે આવી છે. એમાંથી કેટલીક બહાદુરીની છે તો કેટલીક ઇમોશનલ છે. આવી જ એક બહાદુરીની સ્ટોરી સ્લોવાકિયાથી સામે આવી છે. જ્યાં 11 વર્ષનો એક બાળક 1000 કિલોમીટરની યાત્રા કરી સ્લોવાકિયા પહોંચ્યો. સ્લોવાકિયાની મિનિસ્ટ્રીએ બાળકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

એકલા જ કરી 1000 કિમીની યાત્રા
મળતી માહિતી મુજબ, આ 11 વર્ષનો બાળક દક્ષિણ-પૂર્વ યુક્રેનના ઝાપારિઝ્ઝયાનો રહેવાસી છે. જ્યાં ગયા અઠવાડિયે રશિયન આર્મી દ્વારા પાવર પ્લાન્ટ પર કબજો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર બીમાર સંબંધીની સાળસંભાળ માટે તેના માતાપિતાને પાછું યુક્રેનમાં રહેવું પડ્યું. આ યાત્રા દરમિયાન બાળક પાસે એક બેગ અને માતાની ચિઠ્ઠી હતી, જેના પર એક ટેલિફોન નંબર લખેલો હતો.

સ્લોવાકિયાની મિનિસ્ટ્રીએ શેર કરી તસવીર
સ્લોવાકિયાની મિનિસ્ટ્રીએ બાળકની તસવીર ફેસબુક પર શેર કરતા લખ્યું, ઝાપારિઝ્ઝયાનો 11 વર્ષનો બાળક યુક્રેનથી સ્લોવાકિયા સરહદ પાર આવ્યો. તેના હાથમાં એક પ્લાસ્ટિક બેગ, પાસપોર્ટ અને ફોન નંબર લખેલો હતો. તે એકલો જ આવ્યો કેમ કે તેના માતાપિતાને યુક્રેનમાં રહેવાનું હતું. અહિં વોલન્ટિયરે તેની સંભાળ લીધી અને તેને ખાવા-પીવાનું આપ્યું.

— Zee News (@ZeeNews) March 7, 2022

બાળકે પોતાના સ્મિત અને નિડરતાથી બધાને જીતી લીધા
તેમણે વધુમાં કહ્યું કે, બાળકે પોતાના સ્મિત, નિડરતા અને એક રિયલ હીરોના સંકલ્પથી દરેકનું દિલ જીતી લીધું છે. હાથ પર નંબર અને પાસપોર્ટમાં એક કાગળના ટુકડા માટે આભાર, જેથી અહીંના લોકો બાળકના માતાપિતાનો સંપર્ક કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news