કલમ 370: ઐતિહાસિક નિર્ણયોની UNમાં ગૂંજ, મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આપ્યું નિવેદન 

જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના ભારત સરકારના નિર્ણય પર મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાશ્મીર પર ભારત-પાકિસ્તાનને સંયમ વર્તવાની અપીલ કરી છે. યુએન મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે મંગળવારે કહ્યું કે તેઓ ભારતીય પક્ષના કાશ્મીરમાં પ્રતિબંધોના રિપોર્ટથી અવગત છે અને આ મામલે સંકળાયેલા તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરે છે. 
કલમ 370: ઐતિહાસિક નિર્ણયોની UNમાં ગૂંજ, મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આપ્યું નિવેદન 

વોશિંગ્ટન: જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના ભારત સરકારના નિર્ણય પર મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાશ્મીર પર ભારત-પાકિસ્તાનને સંયમ વર્તવાની અપીલ કરી છે. યુએન મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે મંગળવારે કહ્યું કે તેઓ ભારતીય પક્ષના કાશ્મીરમાં પ્રતિબંધોના રિપોર્ટથી અવગત છે અને આ મામલે સંકળાયેલા તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરે છે. 

દુજારિકે કહ્યું કે તેમને ભારત અને પાકિસ્તાનમાં તહેનાત યુએન મિલેટ્રી ઓબ્ઝર્વર ગ્રુપ (યુએનએમઓજીઆઈપી) દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં રિપોર્ટ મળ્યો હતો કે એલઓસી પર સૈન્ય ગતિવિધિમાં વધારો થયો છે. અમે આ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને લઈને ચિંતિત છીએ. અમે મામલા સંલગ્ન તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરીએ છીએ. 

આ અંગે અમેરિકાએ પણ સોમવારે પ્રતિક્રિયા આપતા ભારત અને પાકિસ્તાનને એલઓસી પર શાંતિ જાળવવાની અપીલ કરી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે યુએસ કાશ્મીરના હાલાત પર નજર રાખી રહ્યું છે. 

જુઓ LIVE TV

કાશ્મીરમાં કલમ 370 હટાવવાથી અકળાયું પાકિસ્તાન
ભારત દ્વારા જમ્મુ કાશ્મીર માટે જે ઐતિહાસિક નિર્ણયો લેવાયા તેનાથી પાકિસ્તાનમાં તો જાણે હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનને હાફળું ફાફળું બન્યું છે અને શું કરવું તે સૂજ પડતી નથી. ભારતના આ પગલા પર પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અન્ય દેશો સામે વિલાપ કરતા જોવા મળી રહ્યાં છે તો સેના પ્રમુખ જનરલ બાજવાને હવે પીઓકેની ચિંતા થવા લાગી છે. સોમવારે જેવી ભારતે કાશ્મીરમાં કલમ 370 હટાવવાની જાહેરાત કરી કે પાક સેના પ્રમુખે તરત કાશ્મીરના હાલાત પર ચર્ચા કરવા માટે કમાન્ડરોની મીટિંગ બોલાવી લીધી. 

બાજવાએ આજે કોર્પ્સ કમાન્ડરોની બેઠક બોલાવી છે. જીયો ન્યૂઝ મુજબ કોર્પ્સ કમાન્ડરોની બેઠકનો એજન્ડો જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 સમાપ્ત  કરવાના ભારતના ગેરકાયદે પગલા અને નિયંત્રણ રેખા પર હાલની સ્થિતિ તથા કાશ્મીરમાં તેની અસરના વિશ્લેષણ કરવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news