મોટો ઝટકો! ટ્રમ્પ પ્રશાસને ફેડરલ સર્વિસમાં H1-B વિઝાધારકોની નિયુક્તિ પર મૂક્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફેડરલ સર્વિસમાં H1-B વિઝા ધારકોની નિયુક્તિ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને ભારતીય આઈટી પ્રોફેશ્નલ્સ માટે મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સરકારની નોકરીઓમાં અમેરિકીઓને પ્રાથમિકતા આપવા માટે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઈન કર્યો છે. 

મોટો ઝટકો! ટ્રમ્પ પ્રશાસને ફેડરલ સર્વિસમાં H1-B વિઝાધારકોની નિયુક્તિ પર મૂક્યો પ્રતિબંધ

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફેડરલ સર્વિસમાં H1-B વિઝા ધારકોની નિયુક્તિ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને ભારતીય આઈટી પ્રોફેશ્નલ્સ માટે મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સરકારની નોકરીઓમાં અમેરિકીઓને પ્રાથમિકતા આપવા માટે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઈન કર્યો છે. 

આ અગાઉ 23 જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા આપવા પર રોક લગાવી હતી. આ સાથે જ તેમણે અન્ય વિદેશી નાગરિકોને વર્ક પરમીટ આપવા ઉપર પણ રોક લગાવી હતી. ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે આમ કરવા પાછળનું કારણ કોવિડ-19 કે કોરોનાના કારણે જઈ રહેલી અમેરિકી નાગરિકોની નોકરીઓ બચાવવાનું છે. આ રોક 24 જૂનથી પ્રભાવી છે. 

— The White House (@WhiteHouse) August 3, 2020

અત્રે જણાવવાનું કે H1-B વિઝા ભારતીય આઈટી પ્રોફેશ્નલ્સની પહેલી પસંદ ગણાય છે કારણ કે તેનાથી તેમને અમેરિકી કંપનીઓમાં કામ કરવાની તક મળે છે. સોમવારે ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજે મે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઈન કરી છે તેનો સીધો અર્થ એ છે કે અમેરિકી સરકારની નોકરીઓમાં અમેરિકી નાગરિકોને જ નોકરી મળે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે તેઓ સસ્તા કામદારો માટે અમેરિકી નાગરિકોને બેરોજગાર થતા જોવાનું સહન નહીં કરે. 

ટ્રમ્પે કહ્યું કે જેમ કે અમે કહ્યું હતું, અમે H1-B વિઝા નીતિમાં ફેરફાર કર્યો છે. જેથી કરીને અમેરિકી નાગરિકની જગ્યાએ પ્રવાસી કામદાર ન રાખવામાં આવે. H1-B વિઝા હાઈ લેવલના પ્રોફશનલ્સ માટે હોય, જેથી કરીને તેઓ અમેરિકી લોકો માટે નોકરી પેદા કરે, ન કે સસ્તા શ્રમના બદલે અમેરિકી નાગરિકોને બેરોજગારી આપે. 

જુઓ LIVE TV

ટ્રમ્પનો સંદેશ સ્પષ્ટ છે કે અમેરિકી નાગરિકોને દગો દઈને વિદેશી કામદારોને નોકરી આપનારાઓને તેઓ તરત હટાવી દેશે અને આ માટે તેમની પાસે ફક્ત બે જ શબ્દ છે, 'યુ આર ફાયર્ડ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news