યુક્રેની શરણાર્થીઓને મળ્યા બાદ જો બિડેને કર્યો પ્રહાર, રશિયના રાષ્ટ્રપતિને કહ્યા 'કસાઈ'

પોલેન્ડના વારસોમાં યુક્રેની શરણાર્થીઓને મળ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કસાઈ ગણાવ્યા છે.

યુક્રેની શરણાર્થીઓને મળ્યા બાદ જો બિડેને કર્યો પ્રહાર, રશિયના રાષ્ટ્રપતિને કહ્યા 'કસાઈ'

વારસો: પોલેન્ડના વારસોમાં યુક્રેની શરણાર્થીઓને મળ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પ્રહાર કર્યો હતો. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કસાઈ ગણાવ્યા છે.

સામે આવ્યું જનતાનું દુ:ખ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને શરણાર્થીઓને કહ્યું કે, તે બાળકોમાંથી દરેકે કહ્યું, મારા પિતા, મારા દાદા, મારા ભાઈ માટે પ્રાર્થના કરો જે ત્યાં લડી રહ્યા છે. મને યાદ છે કે જ્યારે તમારું કોઈ યુદ્ધ ક્ષેત્રમાં હોય છે, ત્યારે તમે દરરોજ સવારે ઉઠો છો અને આશ્ચર્ય પામો છો.

પોલેન્ડ પહોંચ્યા બિડેન
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં બંને વચ્ચે છેલ્લા 1 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ પણ યુક્રેનને અડીને આવેલા પોલેન્ડ પહોંચી ગયા છે.

પોલેન્ડના રાષ્ટ્રપતિથી મળ્યા બિડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પોલેન્ડની રાજધાની વારસોમાં થઈ હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ વારસોના શાહી મહેલથી બોલતા યુક્રેનમાં યુદ્ધ પર ટિપ્પણી કરી.

બે દિવસીય યાત્રા પર બિડેન
તમને જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન આ સમયે નાટોના એક પ્રમુખ સભ્યની મદદ માટે અમેરિકન પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરશે. બ્રસેલ્સમાં, યુક્રેનના મુદ્દા પર નાટો, સાત ઔદ્યોગિક રાષ્ટ્રોના જૂથ અને 27-સભ્ય યુરોપિયન કાઉન્સિલની કટોકટી બેઠકમાં ભાગ લીધા બાદ બિડેન બે દિવસીય યાત્રા પર પોલેન્ડ પહોંચ્યા છે.

અન્ય સમાચાર અહીં વાચો:- 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news