IPL 2022: CSK ના આ બેટ્સમેન સાથે થયું મોટું બ્લંડર, કેપ્ટનના કારણે ગુમાવી પોતાની વિકેટ
IPL 2022: રવિન્દ્ર જાડેજા પાસે ફેન્સ આશા કરી રહ્યા છે કે તે આ વર્ષે ટીમને પાંચમો ખિતાબ અપાવે. પરંતુ પહેલી જ મેચમાં નવા કેપ્ટનના કારણે સીએસકેના એક બેટ્સમેને પોતાની વિકેટ ગુમાવી પડી.
Trending Photos
નવી દિલ્હી: સીએસકે અને કેકેઆર વચ્ચે આઈપીએલ 2022 ની પહેલી મેચ આજે રમાઈ રહી છે. આ મેચમાં કેકેઆર તરફથી શ્રેયસ અય્યરે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રવિન્દ્ર જાડેજા એમએસ ધોનીની જગ્યા પર પહેલી વખત સીએસકેની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા પાસે ફેન્સ આશા કરી રહ્યા છે કે તે આ વર્ષે ટીમને પાંચમો ખિતાબ અપાવે. પરંતુ પહેલી જ મેચમાં નવા કેપ્ટનના કારણે સીએસકેના એક બેટ્સમેને પોતાની વિકેટ ગુમાવી પડી.
જાડેજાના કારણે આઉટ થયો આ ખેલાડી
કેકેઆર સામે પહેલી મેચમાં સીએસકેનું નબળું પ્રદર્શન જોવા મળ્યું. સમાચાર લખવામાં આવી રહ્યા છે ત્યારે ટીમે તેમની 5 વિકેટ 100 રનના સ્કોર પહેલા જ ગુમાવી. આ બેટ્સમેનોમાં એક નામ અંબાતી રાયડુનું પણ છે. રાયડુ આજે સારી લયમાં જોવા મળી રહ્યો હતો, પરંતુ તેણે પોતાની વિકેટ કેપ્ટન રવિન્દ્ર જાડેજાની એક ભૂલના કારણે ગુમાવવી પડી. જાડેજાના કારણે આ બેટ્સમેન રન આઉટ થયો અને સીએસકેની ટીમ મોટો સ્કોર બનાવવાથી ચૂકી ગઈ.
મેદાન પર થયું મોટું બ્લંડર
અંબાતી રાયડુને કેકેઆર સામે પોતાની વિકેટ મોટા બ્લંડરના કારણે ગુમાવવી પડી. હકિકતમાં થયું એવું કે સીએસકેની ઇનિંગ દરમિયાન 9 મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા અને અંબાતી રાયડુ બેટિંગ કરી રહ્યા હતા. આ ઓવર સુનિલ નારાયણ નાખવા આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર જાડેજાએ બોલને રોકીને સિંગલ લેવાનો પ્રયત્ન કર્યો. તેણે સામેની સાઈડ ઉભેલા રાયડુને રન દોડવા માટે પણ કહ્યું, પરંતુ બાદમાં તે પોતે અડધી પીચ પરથી પરત ફર્યો. એટલામાં ફિલ્ડરે બોલ પકડીને નારાયણ તરફ ફેંક્યો જેના કારણે રાયડુ રન આઉટ થયો. રાયડુની વિકેટના જવાબદાર કેપ્ટન જાડેજા પોતે હતો.
નિરાશ જોવા મળ્યો રાયડુ
જાડેજાની એક ભૂલથી આઉટ થયા બાદ અંબાતી રાયડુ ખુબ જ નિરાશ જોવા મળ્યો. રાયડુ આજે સારી લયમાં રમી રહ્યો હતો અને તેણે આવતાની સાથે જ વરૂણ ચક્રવર્તીના બોલ પર એક શાનદાર સિક્સ ફટકારી હતી. આ ખેલાડી થોડી વાર સુધી ક્રિઝ પર રહેતો તો સીએસકેની ટીમ એક મોટો સ્કોર બનાવી શકતી હતી. પરંતુ જાડેજાની એક ભૂલએ બધુ કામ બગાડ્યું. રાયડુના આ રીતે આઉટ થવા પર ફેન્સ પણ ખુબ જ નારાજ છે અને તેઓ સોશિયલ મીડિયા પર જાડેજાને ટ્રોલ કરી રહ્યા છે.
અન્ય સમાચાર અહીં વાચો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે