17 વર્ષની અમેરિકી યુવતીના પગ વિશ્વમાં સૌથી લાંબા, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

World Longest Legs Record: અમેરિકાની એક 17 વર્ષની યુવતીના નામે વિશ્વમાં સૌથી લાંબા પર રાખવાનો રેકોર્ડ નોંધાયો છે. ટેક્સાસની રહેનારી મૈકા ક્યૂરિનના પગની લંબાઈ આશરે દોઢ મીટર છે. તેના નામે કિશોર શ્રેણીમાં સૌથી લાંબા પગ રાખવાનો રેકોર્ડ પણ નોંધાયો છે. 
 

17 વર્ષની અમેરિકી યુવતીના પગ વિશ્વમાં સૌથી લાંબા, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

ટેક્સાસઃ અમેરિકાની એક 17 વર્ષની યુવતીના નામે વિશ્વમાં સૌથી લાંબા પર રાખવાનો રેકોર્ડ નોંધાયો છે. ટેક્સાસની રહેનારી મૈકા ક્યૂરિનના પગની લંબાઈ આશરે દોઢ મીટર છે. તેના નામે કિશોર શ્રેણીમાં સૌથી લાંબા પગ રાખવાનો રેકોર્ડ પણ નોંધાયો છે. ક્યૂરિનની કુલ ઉંચાઇ 6 ફૂટ 10 ઇંચ છે. 

ગિનીઝ બુકે જણાવી તેના પગની લંબાઇ
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેનો ડાબો પગ 135.268 સેમી (53.255 ઇંચ) લાંબો છે, જ્યારે તેનો જમણો પગ 135.3 સેમી (52.874 ઇંચ) છે. રેકોર્ડસ વેબસાઇટે કહ્યું કે, તેના પગ તેની કુલ ઉંચાઇના 60 ટકા છે. મહત્વનું છે કે તેના પરિવારમાં બધા સભ્યોની ઉંચાઇ એવરેજ છે. 

girl-with-the-longest-legs-next-to-average-person

ક્યૂરિને તોડ્યો આ રશિયાની મહિલાનો રેકોર્ડ
ક્યૂરિને રશિયાના એકાતેરિના લિસિના પાસેથી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 2017મા લિસિના 6 ફૂટ 8.77 ઇંચની લંબાઈ સાથે વિશ્વની સૌથી લાંબી મહિલા પ્રોફેશનલ મોડલ હોવાનો ગિનીઝ રેકોર્ડ બનાવ્યો હતો. તેના ડાબા પગની લંબાઈ 132.8 સેમી અને જમણા પગની લંબાઈ 132.2 સેમી માપવામાં આવી હતી. 

આ રીતે થયો પગની લંબાઈનો અનુભવ
ક્યૂરિન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર પણ સક્રિય રહે છે. 2018મા તેને પોતાના પગની લંબાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે તેને પોતાના સાઇઝની લેગિંગ ન મળી. તેને ત્યારે કોઈએ પૂછ્યુ હતું કે શું કસ્ટમાઇઝ લેગિંગ ઈચ્છે છે. ત્યાર બાદ તેણે પોતાના પગને માપ્યા અને ગિનીઝ બુક માટે અરજી કરી. 

girl-with-the-longest-legs-on-staircase

(સૌથી લાંબા પગ વાળી યુવતી- ફોટોઃ ગિનીઝ બુક)

આ રેકોર્ડ પર તેની નજર
તેણે ગિનીઝ બુકની સાથે વાતચીતમાં કહ્યું કે, વધુ લંબાઇ હોવાના ઘણા ફાયદા પણ છે અને નુકસાન પણ. તેણે કહ્યું કે, આવી શારીરિક બનાવટ પર તેને ગર્વ છે. આ રેકોર્ડને હાસિલ કર્યા બાદ કોલેજ જવા અને વિશ્વની સૌથી મોટી પ્રોફેશનલ મોડલનો રેકોર્ડ હાસિલ કરવાની આશા કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news