Fish Farming Business: ભારત સહિત દુનિયાભરમાં માસાહાર ખાનારાની સંખ્યા ખુબ જ વધારે છે. એવામાં મત્સ્ય ઉદ્યોગનો એક મોટો ફાળો છે. ભારતમાં પણ માછલીના ઉછેર અને ફિશિંગનું ખુબ જ મોટું માર્કેટ છે. ત્યારે શું તમે પણ આ ધંધો કરવા માંગો છો? સાવ ઓછા ખર્ચમાં તમે કરી શકો છો તગડી કમાણી...જાણો વિગતવાર માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછલી ઉચ્છેરનો વેપાર કરવા માટે સૌથી પહેલા તળાવ બનાવવું પડે છે જે માટે જમીનની જરૂર પડે છે. આ વેપારમાં સૌપ્રથમ પગલું તળાવનું નિર્માણ કરવાનું હોય છે.  તળાવ બનાવ્યા પછી વિશેષજ્ઞની સલાહની મદદથી બેસ્ટ પદ્ધતિના માધ્યમથી માછલી ઉચ્છેરનો વેપાર કરી શકાય છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, ભારતની લગભગ 55થી 60ટકા વસ્તી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી છે. માટીની સતત ઓછી ગુણવત્તા અને પરંપરાગત ખેતીમાં લાભ ના મળવાના કારણે ખેડૂત કમાવવાના બીજા રસ્તા શોધી રહ્યા છે. આવી પરિસ્થિતીમાં માછલી ઉચ્છેરનો વિકલ્પ એ સારો વિકલ્પ છે.


મત્સ્ય ઉદ્યોગ માટે અપનાવો આ પદ્ધતિઃ
માછલી ઉચ્છેર માટે ઘણી પદ્ધતિ છે પરંતુ અહીંના માછલી ઉચ્છેર કરતા ખેડૂતોને બાયો ફ્લોક પદ્ધતિથી માછલીનો ઉચ્છેર કરવાની સલાહ આપવામાં આવે છે. આ પદ્ધતિમાં સૌથી ઓછું પાણી, ઓછી જગ્યા, ઓછી મૂડી અને ઓછા સમયમાં વધારે નફો મળી શકે છે.


આ ધંધામાં થશે રૂપિયાનો વરસાદઃ
જમીન પર તળાવ બનાવવાનો ખર્ચ લગભગ 50થી 60 હજારનો થાય છે. ઘણી રાજ્ય સરકાર તળાવ બનાવવા માટે સબસિડી પણ આપે છે. આવામાં ખેડૂતો માટે માછલી ઉચ્છેર એક ફાયદાનો વ્યપાર થઈ શકે છે. જો તમે એક લાખ રૂપિયા પણ માછલી ઉચ્છેરમાં લગાવો છો તો તમે લગબગ 3 લાખની આસપાસ કમાઈ શકો છો.


દુનિયાભરમાં છે ફિશિંગનું મોટું માર્કેટઃ
ભારતના ઘણા રાજ્યોમાં માછલીની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. હોટલ અને દુકાનદારોને માછલીઓ વેચી શકાય છે. ભારતમાંથી અન્ય ઘણા દેશોમાં પણ માછલીની નિકાસ કરવામાં આવે છે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ થકી ખેડૂતોને લાભ આપી રહ્યા છે.