close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Karwa Chauth 2019: ચાયણીથી ચંદ્રને જોવાની પરંપરા પાછળ છુપાયું છે એક રહસ્ય

Karwa Chauth 2019: ચાયણીથી ચંદ્રને જોવાની પરંપરા પાછળ છુપાયું છે એક રહસ્ય

કરવા ચોથ (Karva chauth 2019) પર ચંદ્રની ખાસ પૂજા કરવામા આવે છે. ચાયણીમાંથી ચંદ્ર જોઈને મહિલાઓ ઉપવાસ તોડે છે. દર વર્ષે મહિલાઓ આ પરંપરાને માને છે. પણ તમને એવો વિચાર જરૂર થતો હશે કે આખરે કેમ કરવા ચોથમાં ચાયણીમાંથી ચંદ્ર જોઈને ઉપવાસ તોડવામાં આવે છે. આ પાછળ એક ખાસ મહત્વ છે.

Oct 17, 2019, 04:02 PM IST
આજે શરદ પૂર્ણિમાના દિવસે કરો લક્ષ્મી માતાની પૂજા, સુખ સમૃદ્ધિ અને ધનવર્ષા માટે કરો આ કામ 

આજે શરદ પૂર્ણિમાના દિવસે કરો લક્ષ્મી માતાની પૂજા, સુખ સમૃદ્ધિ અને ધનવર્ષા માટે કરો આ કામ 

હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરાયેલા વ્રતથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. શરદ પૂર્ણિમાને કોઝોગાર  પૂર્ણિમા કે રાસ પૂર્ણિમા પણ કહે છે. એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રમાં પોતાની સંપૂર્ણ 16 કળાએ ખીલે છે અને પોતાની ચાંદની દ્વારા સમસ્ત જગત પર અમૃત વર્ષા કરે છે. આ જ કારણ છે કે આજના દિવસે તમામ વ્રત કરનારા લોકો અને અન્ય લોકો દૂધપૌઆ બનાવીને ચંદ્રના પ્રકાશમાં રાખે છે અને ત્યારબાદ કે પછી સવારે સ્નાન બાદ પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. 

Oct 13, 2019, 09:49 AM IST
દશેરા પર્વનું જાણો મહત્વ, માન્યતાઓ અને આ વિજય મુહૂર્તમાં કરો પૂજા

દશેરા પર્વનું જાણો મહત્વ, માન્યતાઓ અને આ વિજય મુહૂર્તમાં કરો પૂજા

દેશભરમાં આજે દશેરાની ધૂમ છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે.

Oct 8, 2019, 09:16 AM IST
આજે દશેરા, રાવણના દસ માથાનું શું છે રહસ્ય? ખાસ જાણો 

આજે દશેરા, રાવણના દસ માથાનું શું છે રહસ્ય? ખાસ જાણો 

દશેરાનો તહેવાર સત્યની દુરાચાર પર જીતનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મની પૌરાણિક કથા રામાયણ મુજબ પ્રભુ શ્રીરામે દશેરાના દિવસે જ લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. શક્તિ સમ્રાટ રાવણ અંગે અનેક એવી રસપ્રદ વાતો છે જે અંગે તમે કદાચ પહેલા પણ સાંભળ્યું હશે. જેમ કે શું રાવણને દસ માથાં માત્ર અફવા છે કે પછી ખરેખર હતાં?

Oct 8, 2019, 08:53 AM IST
આજે નવમે નોરતે કરો માતા સિદ્ધિદાત્રીની ઉપાસના, યશ-ધનની પ્રાપ્તિ માટે આ શુભ મુહૂર્તમાં કરો પૂજા

આજે નવમે નોરતે કરો માતા સિદ્ધિદાત્રીની ઉપાસના, યશ-ધનની પ્રાપ્તિ માટે આ શુભ મુહૂર્તમાં કરો પૂજા

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. નવરાત્રિનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય ચે. એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ આપી છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ કમળ પર બિરાજમાન છે અને તેમના હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર છે. સિદ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે. માતા સરસ્વતી જ્ઞાનના દેવી તરીકે પૂજાય છે. 

Oct 7, 2019, 08:45 AM IST
VIDEO: દસ મહાવિદ્યાઓમાં મહાકાળી છે પ્રથમ, પાવાગઢ શક્તિપીઠ વિશે ખાસ જાણો 

VIDEO: દસ મહાવિદ્યાઓમાં મહાકાળી છે પ્રથમ, પાવાગઢ શક્તિપીઠ વિશે ખાસ જાણો 

મહાકાળી માતાના સ્વરૂપમાં તેમની આંખોનું વિશેષ મહત્વ છે. તેમની આંખોમાં ક્રોધ, પ્રેમ, દયાભાવ, માતૃત્વ જેવા દરેક ભાવોની પ્રતિતિ થાય છે. એટલે જ તો અહીં બિરાજમાન માતાની માથાથી આંખો સુધીની મૂર્તિના દર્શન મનને નવી ઉર્જાથી ભરી દે છે. ત્યારે ચાલો શક્તિના મહાકાલી સ્વરૂપના દર્શન કરીએ.

Oct 6, 2019, 03:07 PM IST
આજે આઠમ, માતા મહાગૌરીની કરો ભાવપૂર્વક આરાધના, મન થશે પવિત્ર, બધી મનોકામના પૂર્ણ થશે

આજે આઠમ, માતા મહાગૌરીની કરો ભાવપૂર્વક આરાધના, મન થશે પવિત્ર, બધી મનોકામના પૂર્ણ થશે

નવરાત્રિના આઠમા દિવસે માતા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા થાય છે. શાસ્ત્રોમાં અષ્ટમી પૂજનને વિશેષ મહત્વ અપાયું છે. શાસ્ત્રો મુજબ નવરાત્ર અષ્ટમી પર મહાગૌરીની પૂજાન અર્ચનાનું વિધાન છે. તેમની ઉપાસનાથી ભક્તોના તમામ કલેશ દૂર થાય છે અને પાપ પણ ધોવાઈ જાય છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી મન પવિત્ર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. માતા મહાગૌરીના વસ્ત્ર અને આભૂષણ સફેદ છે. તેમની ચાર ભૂજા છે. મહાગૌરીનું વાહન બળદ છે. દેવીના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશુળ હોય છે. ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરુ અને નીચેના હાથમાં વર મુદ્રા છે. 

Oct 6, 2019, 09:26 AM IST
VIDEO: પાકિસ્તાનમાં છે એક મહત્વની શક્તિપીઠ, જ્યાં પડ્યું હતું દેવી સતીનું માથું, ખાસ જાણો

VIDEO: પાકિસ્તાનમાં છે એક મહત્વની શક્તિપીઠ, જ્યાં પડ્યું હતું દેવી સતીનું માથું, ખાસ જાણો

દેવી સતીએ આત્મદાહ કર્યો ત્યારે ભગવાન શિવ તેમના શબને લઈ બ્રહ્માંડમાં ફરતા હતા અને તાંડવ કરતા હતા. શિવનો મોહભંગ કરવા માટે અને બ્રહ્માંડને પ્રલયથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કરી લીધા. જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપઠ બની.

Oct 5, 2019, 01:02 PM IST
નવરાત્રિ 2019: આજે સાતમા નોરતે કરો માતા કાળરાત્રિની આરાધના, અભય વરદાન માટે આ રીતે કરો પૂજા

નવરાત્રિ 2019: આજે સાતમા નોરતે કરો માતા કાળરાત્રિની આરાધના, અભય વરદાન માટે આ રીતે કરો પૂજા

નવરાત્રિમાં માતા કાળરાત્રિની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે.

Oct 5, 2019, 08:42 AM IST
નવરાત્રિ 2019: અનેક સમસ્યાઓ ચપટીમાં દૂર કરે તેવા માતા કાત્યાયનીની આજે છઠ્ઠે નોરતે કરો આરાધના

નવરાત્રિ 2019: અનેક સમસ્યાઓ ચપટીમાં દૂર કરે તેવા માતા કાત્યાયનીની આજે છઠ્ઠે નોરતે કરો આરાધના

આસોના નોરતા ચાલી રહ્યાં છે. આજે છઠ્ઠુ નોરતું છે. નવરાત્રિના નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોને સમર્પિત હોય છે. આજે છઠ્ઠા નોરતે કાત્યાયની માતાની આરાધના કરવામાં આવે છે. માતા કાત્યાયનીના સ્વરૂપને માતા દુર્ગાના કરૂણામયી, પરંતુ શત્રુઓનો નાશ કરનારું ગણવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધુ હતું. 

Oct 4, 2019, 09:21 AM IST
Navratri 2019: ચોથે નોરતે કરો માતા કુષ્માંડાની પૂજા, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Navratri 2019: ચોથે નોરતે કરો માતા કુષ્માંડાની પૂજા, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે ચોથું નોરતુ છે. આજના દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે.

Oct 2, 2019, 09:23 AM IST
નવરાત્રિ 2019: ત્રીજા નોરતે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રનો અવશ્ય કરો જાપ

નવરાત્રિ 2019: ત્રીજા નોરતે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રનો અવશ્ય કરો જાપ

આજે આસો નોરતાનો ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગામાતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ મુજબ આ દિવસે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે.

Oct 1, 2019, 09:28 AM IST
Kedarnath મંદિરની પૂજા માટે જલ્દી શરૂ થસે ઓનલાઇન બુકિંગ, સહેલાઇથી થશે દર્શન

Kedarnath મંદિરની પૂજા માટે જલ્દી શરૂ થસે ઓનલાઇન બુકિંગ, સહેલાઇથી થશે દર્શન

બદ્રિનાથ તીર્થ બોર્ડ બાદ હવે કેદરનાથ મંદિરની યાત્રા માટે પણ વહેલી તકે ઓનલાઇન બુકિંગ કરવામાં આવશે. બદ્રિનાથ-કેદરનાથ મંદિર સમિતિ(BKTC)એ તીર્થ સ્થાનના પૂજા કાઉન્ટરને સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઇઝ કરી દીધી છે. સમિતિની વેબસાઇટનું કામ પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. અને ત્યાર બાદ કેદરનાથ મંદિરની પૂજા માટે વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. 

Sep 29, 2019, 05:55 PM IST
નવરાત્રી 2019: પ્રથમ નોરતે થાય છે માતા શૈલપુત્રીની પૂજા-અર્ચના, કરે ભક્તોનું રક્ષણ, મળે મનોવાંછિત ફળ 

નવરાત્રી 2019: પ્રથમ નોરતે થાય છે માતા શૈલપુત્રીની પૂજા-અર્ચના, કરે ભક્તોનું રક્ષણ, મળે મનોવાંછિત ફળ 

આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે.

Sep 29, 2019, 07:34 AM IST
સર્વ પિતૃ અમાસ પર 20 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, જાણી લો કેવી રીતે પિતૃઓને ખુશ કરશો

સર્વ પિતૃ અમાસ પર 20 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, જાણી લો કેવી રીતે પિતૃઓને ખુશ કરશો

13 સપ્ટેમ્બર 2019 થઈ શરૂ થયેલ શ્રાદ્ધ પક્ષ (shradh vidhi) 28 સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ મોક્ષ પક્ષ અમાસ (Srva Pitru Moksha Amavasya)ની સાથે સંપન્ન થઈ રહ્યું છે. આ વખતે સર્વ પિતૃ મોક્ષ અમાસ (Pitru Amavasya 2019) પર વિશેષ સંયોગ બની રહ્યો છે. 20 વર્ષ બાદ સર્વ પિતૃ મોક્ષ અમાસ (amavasya shradh vidhi) આવતીકાલે શનિવારે આવી રહી છે. આ દિવસે શ્રાદ્ધ (shradh) કરવુ બહુ જ ફળદાયક માનવામાં આવ્યું છે. પિતૃ પક્ષમાં શનિવારના દિવસે અમાસનો યોગ અત્યંત સૌભાગ્યશાહી છે. શ્રાદ્ધ પક્ષ (amavasya shradh)માં આ અમાસ બહુ જ મહત્વની હોય છે. આ દિવસે તમામ જ્ઞાત-અજ્ઞાત પિતૃઓનું નિમિત્ત શ્રાદ્ધ કરી શકાય છે. 

Sep 27, 2019, 12:50 PM IST
માતા વૈષ્ણોદેવીનાં ભક્તો માટે ખુશખબર, હવે જૂની ગુફાના થશે સ્વર્ણિમ દર્શન

માતા વૈષ્ણોદેવીનાં ભક્તો માટે ખુશખબર, હવે જૂની ગુફાના થશે સ્વર્ણિમ દર્શન

65 દિવસમાં તૈયાર કરાયો 16 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચો દરવાજો. આ સુવર્ણ દ્વારમાં એક હજાર કિલો ચાંદી, એક હજાર કિલો તાંબું અને 10 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. આ સુવર્ણ દ્વાર બનાવવામાં રૂ.10 કરોડનો ખર્ચ થયો છે.   

Sep 23, 2019, 05:52 PM IST
આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો

આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો

સૂર્ય (Sun)ના ઉત્તરીય ગોળાર્ધ પર વિષવવૃત્ત રેખા હોવાને કારણે આવતીકાલે 23 સપ્ટેમ્બર (23 September) ના રોજ દિવસ અને રાત એકસરખા હશે. ખગોળીય ઘટના બાદ દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય પ્રવેશ કરશે અને ઉત્તરીય ગોળાર્ધમાં ધીરે ધીરે રાત મોટી થવા લાગશે. પૃથ્વીના મૌસમ પરિવર્તન માટે વર્ષમાં ચારવાર 21 માર્ચ, 21 જૂન, 23 સપ્ટેમ્બર તથા 22 ડિસેમ્બરના રોજ થનારી ખગોળી ઘટના સામાન્ય માણસના જીવનને પ્રભાવિત કરે છે. આવું ખગોળ વિજ્ઞાનકોનો મત છે. 23 સપ્ટેમ્બરના રોજ થનારી ઘટનામાં સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશે છે. સાથે જ તેના કિરણ ત્રાસા હોવાને કારણે ઉત્તરીય ગોળાર્ધમાંથી મોસમમાં ઠંડી રાત અનુભવાય છે. જેથી

Sep 22, 2019, 02:03 PM IST
એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર

એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર

ભારત (India) ધાર્મિક દેશ છે, જ્યાં દરેક શેરી-મહોલ્લામાં મંદિર (Temples) મળી આવે છે. તેમાંના કેટલાકનો પોતાનો ઈતિહાસ અને માન્યતા છે. ભોપાલ શહેરમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (માં શ્રદ્ધાથી માથુ ટેકવવુ અને પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવવો એક સારો અનુભવ આપે છે. આ મંદિર બનવા પાછળની કહાની મજેદાર છે. તમને જણાવી દઈએ કે, અરેરા પહાડીઓ પર બનેલા આ મંદિરની સ્થાપના ભારતના ટોચના ઉદ્યોગપતિ એવા બિરલા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઉપરાંત ભગવાન શિવ અને અન્ય દેવીદેવતાઓની પત્થરની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

Sep 21, 2019, 03:43 PM IST
શ્રાદ્ધ: પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે 'આ' ખાસ વસ્તુનો કરો ઉપયોગ

શ્રાદ્ધ: પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે 'આ' ખાસ વસ્તુનો કરો ઉપયોગ

કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે. 

Sep 19, 2019, 11:10 AM IST
આજથી શ્રાદ્ધ પક્ષ: ભૂલેચૂકે આ આ ભૂલો ન કરતા પિતૃપક્ષમાં, થઈ શકે છે નુકસાન 

આજથી શ્રાદ્ધ પક્ષ: ભૂલેચૂકે આ આ ભૂલો ન કરતા પિતૃપક્ષમાં, થઈ શકે છે નુકસાન 

પિતૃપક્ષ (Pitru Paksha) આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે.  

Sep 14, 2019, 11:05 AM IST