ગુજરાતના નાના ખેડૂતો માટે મોટું વરદાન છે સરકારની આ યોજના, જાણો કોને મળશે લાભ
Farmers of Gujarat: ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્યાંકને પાર પાડવામાં આ યોજના મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. મોદી સરકારની આ યોજના થકી ગુજરાતના નાનામાં નાના ખેડૂતને તેનો લાભ મળી શકશે. જાણો કઈ રીતે આ યોજનાનો મેળવી શકાય છે લાભ.
Agriculture News: મોદી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. પરંતુ કમનસીબી એ છેકે, મોટાભાગના ખેડૂતોને આ યોજનાઓ વિશેની જાણકારી જ નથી હોતી. ખાસ કરીને ગુજરાતના ઘણાં ખેડૂતો જાણકારીના અભાવને કારણે તેના લાભથી વંચિત રહી જાય છે. ત્યારે જાણો સરકારની એક એવી યોજના વિશે, જેનાથી ગુજરાતના નાના ખેડૂતોને થઈ શકે છે મોટો લાભ...
શું છે ખેડૂતો માટેની સોલાર યોજના?
નાના ખેડૂતો આધુનિક ટેકનોલોજીથી જોડાવાનું લક્ષ્યાંક પીએમ મોદીએ રાખ્યું છે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે માટે તેમણે ખેડૂતો માટે એક મહત્ત્વની યોજના દેશભરમાં અમલી બનાવી છે. આ યોજનાનું નામ છે કિસાન સોલાર યોજના. થોડા સમય પહેલાં ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ આ યોજનાની વિગતવાર ચર્ચા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો સોલાર પેનલનો ઉપયોગ ખેતરોમાં કરી શકશે અને આમ તેઓ અન્નદાતા હવે ઊર્જા દાતા પણ બનશે. PM મોદીએ ગુજરાતમાં આવીને ડ્રોન દીદી તેમજ મહિલા સશક્તિકરણ વિશે વાતો કરી હતી. તેઓએ ખેડૂતોના હિતને લઈને યોજનાઓ પણ સમજાવી હતી. તેમાં એક યોજના એટલે કે ખેડૂત સોલાર યોજના.
પશુપાલકો પાસેથી છાણ ખરીદવાની વ્યવસ્થા:
પીએમ મોદીએ જણાવ્યું હતુંકે, અમે ખેડૂતોને સોલાર ફર્મ આપી રહ્યા છીએ. નાના-નાના પ્લાન્ટ લગાવવા માટે મદદ આપી રહ્યા છીએ. આ સિવાય ગોવર્ધન યોજના હેઠળ પશુપાલકો પાસેથી છાણ ખરીદવાની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. છાણથી જ્યાં ડેરી પ્લાન્ટ છે ત્યાં વિજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને જે જૈવિક ખાતર બને છે તેને ખેડૂતોને ઓછી કિંમતે પાછું આપવામાં આવે છે. ખેડૂતોની સમસ્યાનું અમે વૈજ્ઞાનિક રીતે સમાધાન આપી રહ્યાં છીએ.
શું છે આ કુસુમ યોજના?
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પેનલની સુવિધા આપવામાં આવી છે. આ યોજના હેઠળ સોલાર પંપ લગાવવાના કુલ ખર્ચના 90 ટકા સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
કઈ રીતે ખેડૂતો માટે કમાણીનું સાધન બનશે આ યોજનાઃ
આ યોજના હેઠળ વીજળી અને ડીઝલ પર ચાલતા પંપને સૌર ઉર્જા પર ચાલતા પંપમાં પરિવર્તિત કરવામાં આવશે. સૌપ્રથમ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે કરવામાં આવશે. આ પછી તેને સરપ્લસ ડિસ્ટ્રિબ્યુશન કંપની (DISCOM) ને વેચી શકાય છે અને તે 25 વર્ષ સુધી આવક પ્રદાન કરશે.
યોજનામાં મળે છે કેટલી સબસિડી?
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કુસુમ યોજના હેઠળ, ખેડૂતોને સોલર પંપ લગાવવા પર 90% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. તમે કૃષક પ્રધાન મંત્રી કુસુમ યોજના માટે અરજી કરીને સબસિડીનો લાભ મેળવી શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે આ યોજના બંજર જમીન માટે પણ ઉપયોગી છે. દેશના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે અને સોલાર પંપ લગાવીને તેમની જમીનને સરળતાથી સિંચાઈ કરી શકશે.
ખેડૂતો માટે કેમ ખાસ છે આ યોજના?
સોલાર પેનલ 25 વર્ષ સુધી ચાલશે અને તેની જાળવણી પણ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. દેશના ખેડૂતોના કલ્યાણ માટે ફ્રી સોલાર પેનલ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેતરોમાં 3, 4, 5 KWના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે.
સોલાર પંપથી થશે આવકઃ
આ યોજના હેઠળ વીજળી અને ડીઝલ પર ચાલતા પંપને સૌર ઉર્જા પર ચાલતા પંપમાં પરિવર્તિત કરવામાં આવશે. સૌપ્રથમ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે કરવામાં આવશે. આ પછી તેને સરપ્લસ ડિસ્ટ્રિબ્યુશન કંપની (DISCOM) ને વેચી શકાય છે અને તે 25 વર્ષ સુધી આવક પ્રદાન કરશે.
આ યોજના માટે કોણ કરી શકે કરજી?
દેશના કોઈપણ ખેડૂત જે કુસુમ યોજનાનો લાભ લેવા માગે છે તે ઓનલાઈન ફોર્મ ભરીને પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.