Agriculture News: આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. અહીં કુલ જનસંખ્યાનો એક મોટો તબક્કો આજે પણ ખેતીના વ્યવસાય પર જ નભે છે. એટલું જ નહીં ઓવર ઓલ ખેતીના વ્યવસાયને કારણે જ અહીં બીજા ઉદ્યોગોને પણ વેગ મળ્યો છે. અહીંથી મોટા ભાગનું અનાજ, શાકભાજી અને ફ્રૂટની નિકાસ કરવામાં આવે છે. એટલેકે, આપણાં દેશમાંથી એ બીજા દેશોમાં ઉંચા ભાવે વેચવામાં આવે છે. આમ, એક વાત તો છેકે, અહીંની જમીનમાં રૂપિયા છે, મહેનત કરવાની લગન હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેતીની વાત આવે એટલે મોટા ભાગના લોકોના મોઢા પર એક જ વાત આવે છેકે, ખર્ચ એટલો બધો હોય છે કે, તેની સામે કંઈ મળતું નથી. તો તમે ઓછા ખર્ચમાં પણ તગડી કમાણી કરી શકો છો. એક રૂપિયો ખેતરમાં નાંખશો તો એની સામે થોડા જ ટાઈમમાં 10 રૂપિયા ઉગી નીકળશે. અહીં એક એવી ખેતીની વાત કરવામાં આવી રહી છે જેમાં તમે એક લાખનો ખર્ચ કરીને તેની સામે 10 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો. આ ખેતી એટલે કોથમીરની ખેતી.


બારે માસ રહે છે કોથમીરની માંગઃ
કોથમીરનો ઉપયોગ ભારતમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. કોથમીર ફાઈબર્સથી ભરપૂર છે અને આંખ માટે પણ ખૂબ જ સારી છે. આપણે દાળ-ભાત, શાક દરેકમાં ગાર્નિશિંગ માટે કોથમીરનો પુષ્કળ માત્રામાં ઉપયોગ કરીએ છીએ. ઠંડીની ઋતુમાં કોથમીર દરેક જગ્યાએ મળી રહે છે પણ ઉનાળા અને ચોમાસાની ઋતુમાં કોથમીરને ખેતી કરવી મુશ્કેલ છે. ખુદ ખેડૂતે જણાવ્યુંકે, કોથમીરનો પાક હાથોહાથ વેચાય છે. હાલ કમલગંજ વિસ્તારમાં કોથમીરનો પાક લગભગ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યો છે. કોથમીરની ખેતી દ્વારા ખેડૂતો દર મહિને 80થી 1 લાખ રૂપિયાનો નફો મેળવી રહ્યા છે.


બારે માસ કરી શકો છો કોથમીરની ખેતીઃ
કોથમીરની બારેમાસ માંગ રહે છે એટલે કોથમીરની ખેતી કરતાં ખેડૂતો પૈસા પણ સારા રળી રહ્યા છે. હાલના આધુનિકતાના યુગમાં અદ્યતન ખેતી થકી અધધ કમાણી કરવા માટે હજારો વીઘા જમીનની જરૂર પડતી નથી. જો તમે 1 વીઘા જમીનમાં આધુનિક રીતે અને આયોજનબદ્ધ રીતે ખેતી કરો, તો તમે 1 વીઘા જમીનમાં લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. ઉત્તરપ્રદેશના અમાનાબાદના એક પ્રગતિશીલ ખેડૂતે આયોજનબદ્ધ રીતે કોથમીરની ખેતી કરીને ઓછા ખર્ચે અદ્ભુત કમાણી કરી છે.


કોથમીરની ખેતીમાં કઈ બાબતનું રાખવું પડે છે ધ્યાન?
ઉત્તરપ્રદેશના એક ખેડૂતે આ અંગે વાત કરતા જણાવ્યું હતુંકે, છેલ્લા 10 વર્ષથી તે કોથમીરની ખેતી કરે છે. કોથમીરની ખેતી માટે જમીનને સમતલ કરવામાં આવે છે, ત્યાર બાદ તેની ઉપર જૈવિક ખાતરનું પડ તૈયાર કરવામાં આવે છે અને સમતલીકરણ કરીને કોથમીરનું વાવેતર કરવામાં આવે છે. કોથમીરની ખેતી માટે જમીનમાં યોગ્ય પ્રમાણમાં ભેજ જળવાઈ રહે, તે જરૂરી છે. જો ભેજ ઓછો હોય, તો કોથમીરનો પાક બળી જાય છે. આ માટે કોથમીરને પાણી આપવામાં આવે છે. કોથમીરના પાકને ઓછા પાણીમાં સરળતાથી તૈયાર કરી શકાય છે.


કોથમીરની ખેતીમાં આવે છે કેટલો ખર્ચ?
ચારથી પાંચ કટિંગ બાદ કોથમીરના છોડને વધવા દેવામાં આવે છે, થોડા દિવસ બાદ આ છોડમાંથી સૂકી કોથમીર મળી રહે છે. જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. કોથમીરની ખેતીમાં જો 1 વીઘા જમીનમાં ખેતી કરવી હોય, તો લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. કોથમીરનો પાક તૈયાર કરવામાં 30થી 50 દિવસનો સમય લાગે છે. બજારમાં જો કોથમીરના રેટ સારા મળે, તો 1 લાખથી દોઢ લાખ સુધી નફો થતો હોય છે.