Agriculture News: દ્વારકા જિલ્લામાં ગઈકાલે બપોરના બાદ વાતાવરણમાં આવેલ પલટા બાદ વરસાદે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. આ વર્ષે દ્વારકા જિલ્લામાં સરેરાશ વરસાદ પણ વધુ થયો અને તોફાની વરસાદના કારણે ખેડૂતોની જમીન ધોવાણથી લઈ પાક પણ ધોવાઈ ગયો હતો જે વિસ્તારમાં ઓછું નુકસાન હતું. જે ખેડૂતોની મગફડી જેવા પાકો રહી ગયા હતા એના ઉપર મેઘરાજા એ પાણી ફેરવી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર, વિજલપર,હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો તૈયાર થયેલ મગફળીનો પાક વરસાદના કારણે પલળી જતા ખેડૂતો ચિંતામાં છે, વરસાદે ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધુ,,હાલ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે જ આફતરૂપી વરસાદ વરસતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે...ખેડૂત સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.


હાલ મગફળી કાઢવાની સીઝન ચાલતી હોઈ અનેક ખેડૂતોએ પોતાની મગફળી કાઢી ખેતરોમાં કામ કરતા હતા એ આશાએ કે આ મગફળી તૈયાર થઈ ગઈ જે ખેડૂતોએ મગફળી કાઢી ને ખેતરોમાં પાથરા કરેલા હતા એવા ખેતરોમાં મેઘરાજા કાળ બનીને આવ્યા અને ખેતરોમાં મગફળીના પાક પર વરસી પડ્યા જેને લઇને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો એક ઘડીમાં છીનવાયો છે.


દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર, વિજલપર,હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો તૈયાર થયેલ પાક વરસાદના કારણે પલળી જતા ખેડૂતોની ચિંતામાં ખેડૂતો જણાવી રહ્યા છે કે ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે હાલ દિવાળી નો સમય નજીક છે. દિવાળી પહેલા જ પાક તૈયાર થઈને ઘરે લાવવાનો હતો પરંતુ આ કમસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી લીધું છે હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.


નવસારીમાં પણ જગતના તાતને આવ્યો રોવાનો વારોઃ
નવસારીના જિલ્લાના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો,,વરસાદના લીધે ખેડૂતોને મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લામાં 50 હેક્ટરથી વધુ જમીનમાં ચોમાસું ડાંગર થાય છે... ચોમાસાની શરૂઆતમાં પણ ભારે વરસાદ રહેતા ખેડૂતોએ એકવાર રોપણી કર્યા બાદ ફરીવાર રોપણી કરવા પડી હતી. જેથી મજુરી અને ખાતરનો ખર્ચો ડબલ થયો. જો કે હવે ડાંગરના પાકમાં નુકસાની જોવાનો વારો આવ્યો,,ખેડૂતોના હાલ જુઓ સરકાર,,ખેડૂતો ચિંતામાં છે,હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે દિવાળીના તહેવાર પહેલા સહાય મળે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.