Agriculture news: ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલું જ નહીં જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તપ્તો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યાર બાદ એટલે કે, લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં આમુલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યાં છે. જો આ 1 ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે તે જેથી સરકારને પ્રિમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ વધી જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ગણોતધારામાં શું છે જોગવાઈ?
અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કેમ કે કે ખેડૂતો ખેડૂતો પોતાની પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે છે. જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40 ટકા જેટલું પ્રિમિયમ સરકારને ભરવું પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે.


કયા મુદ્દાઓ પર ટકેલું છે ગણોતધારાનું ગણિત?
આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનુ મન બનાવી લીધુ છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યાં છે. કઈ કઈ કલમો વધારે કડક છે. તેમાં હવે કેવા ફેરફારો કઈ શકાય, હાલમાં જૂની શરતની જમીનની નવી શરતમાં ફેરફાર માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે.


ક્યારે કરાશે કાયદામાં ફેરફાર?
કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ ૪ નહી, કેટલાક સભ્યોને ગુજરાતની નહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. (ઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની કાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તેયાર કરીને કમિટીને આપશે. ત્યાર બાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય.


હાલમાં કોઈ નાગરીકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે...
અત્યારે સ્થિતિ એવી છે કે, જે પરિવારમાં દાદા-પિતા કે પર દાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે, માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે. જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. જાણકારો કહે છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણાતધારોનો કડક કાયદો છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોતધારાનો કાયદો ખુબ જ સરળ છે. કોઈ મોટી ગુંચવણો નથી, ઘણી છૂટછાટો મળે છે.


1948નો મુંબઈ ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો :
1939ના કાયદાના અમલથી ગણોતિયાનો પ્રશ્ન કે ગણોતપ્રથાનાં અનિષ્ટો દૂર નહિ થાય તેમ જણાતાં 1948માં મુંબઈનો ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો ઘડાયો. આ કાયદામાં ગણોતિયાની બાબતો ઉપરાંત જમીનના કાર્યક્ષમ વહીવટ, જમીનદારોની જમીન ઉપર વહીવટ મૂકવાની તથા બિનખેડૂતને ખેતીની જમીન વેચવા ઉપર નિયંત્રણની અગત્યની બાબતો હોવાથી તે માત્ર ગણોત કાયદો ન રહેતાં ખેતીની જમીનના વહીવટનો કાયદો પણ બન્યો અને તે રીતે તે ખાલસા રૈયતવારી જમીન, જેના ઉપર ગણોતિયા ન હોય તેવા જમીન ધરાવનારાને પણ અસરકર્તા બન્યો.


1948ના આ કાયદાની તે વખતની 1956 પહેલાંની સ્થિતિએ નીચે મુજબની જોગવાઈઓ અગત્યની હતી :
(1) જિરાયત જમીન માટે પાકમાં 1/3 અને સિંચાઈની જમીન માટે 1/4 ભાગ મહત્તમ ગણોત તરીકે લેવાની 1939ના કાયદાની જોગવાઈમાં સુધારો કરી આવા ગણોતમાં પણ ઓછું ગણોત ઠરાવી શકાય અને આકારના અમુક પટ જેટલું ગણોત રોકડમાં ઠરાવવાની જોગવાઈ થઈ. (2) મામલતદારોને વાજબી ગણોત ઠરાવવાના અધિકારો અપાયા. (3) ગણોતિયા પોતાની જમીન ઉપર પોતાના હક પૂરતો બોજો કરી શકે તેવો તેને હક અપાયો. (4) સંરક્ષિત ગણોતિયાને પોતે ધરાવતો હોય તે જમીન ખરીદવાનો હક અપાયો. (5) જમીનદારોની જમીનો ખેડૂતની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા તથા જમીનના કાર્યક્ષમ વહીવટ માટે સરકારી વહીવટમાં લેવાની જોગવાઈ થઈ. (6) જમીનમાલિકના જમીન વેચવાના હકો ઉપર નિયંત્રણ તરીકે, તે જમીન ગણોતિયાને વેચી શકે અથવા તો તે ખરીદવા તૈયાર ન થાય તો નજીકના ખેડૂતને જ વેચી શકે એવાં નિયંત્રણો મુકાયાં. (7) ખેતીની જમીનમાં જમીન જાતે ન ખેડનારા લોકો પ્રવેશ ન મેળવે એટલા માટે બિનખેડૂતને કલેક્ટરની રજા વિના જમીન વેચવા સામે પ્રતિબંધ મુકાયો. (8) કોઈ વાજબી કારણ વિના સતત બે વર્ષ સુધી વણખેડાયેલી રહેલી ખેતીની જમીનનો વહીવટ સરકાર હસ્તક લેવાની જોગવાઈ થઈ. (9) ગણોત કાયદાની કોઈ પણ બાબત માટે દીવાની કોર્ટની હકૂમત બાદ રખાઈ.


ગણોતધારો કોને કહેવાય? તેમાં કેવા પ્રકારની જોગવાઈ હોય છે? 
ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં ત્રણ બાબતો મુખ્ય હતી : (1) મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો નાબૂદ કરી બધા ખાતેદારોને રાજ્ય સાથેના સીધા કબજેદારો બનાવવા; (2) શોષણ પર આધારિત કે શોષણને પ્રોત્સાહિત કરતી ગણોતપ્રથા નાબૂદ કરવી અથવા તેનું નિયમન કરવું અને (3) એક ખેડૂત કુટુંબ ખેતીની વધુમાં વધુ કેટલી જમીનની માલિકી ધરાવી શકે તેનું પ્રમાણ નક્કી કરવું એટલે કે જમીનધારણની ટોચમર્યાદા નિર્ધારિત કરવી.


ગણોતિયા માટે ખરીદ કિંમતની જોગવાઈ નીચે મુજબ છે :


  • કાયમી ગણોતિયાઃ તે જે જમીન ધરાવતો હોય તેના ગણોતના 6 પટ (છ ગણી રકમ).

  • સામાન્ય ગણોતિયાઃ આકારના 20થી 200 પટ 12 હપતે 4½ %ના વ્યાજે. કૂવા, ઇમલા, ઝાડ, જમીન વગેરે માલિકનાં હોય તો તેની જુદી કિંમત. (બજારકિંમત)

  • પછાત વિસ્તારના ગણોતિયા માટેઃ 80થી 100 પટની મર્યાદામાં એટલે 20થી 80 પટ કે 20થી 100 પટ


ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદાઃ
ભારતમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો હિંદુ, મુસ્લિમ તથા મરાઠા રાજ્યવહીવટ દરમિયાન રાજકીય હેતુઓ માટે ઊભા કરાયા હતા. તેના પરિણામે જમીન ઉપરના હકોમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકાર રાજ્ય અને ખેડૂત વચ્ચે અસ્તિત્વમાં હતા. સમગ્ર રાજ્યમાં ખેડૂતને રાજ્ય સાથે સીધા સંબંધ ધરાવતો બનાવવા આ પ્રકારોની નાબૂદી જરૂરી હતી અને તેથી જ્યારે ગુજરાત, મુંબઈ રાજ્યનું અંતર્ગત ભાગ હતું ત્યારે મુંબઈ રાજ્યે સમગ્ર રાજ્યમાં એક જ જમીનવહીવટ-પ્રથા અને પદ્ધતિ દાખલ થાય તે માટે આ જમીનધારણના પ્રકારોની નાબૂદી જરૂરી માની હતી. મુંબઈ રાજ્યે 1949થી 1960 દરમિયાન એટલે કે ગુજરાત રચાયું ત્યાં સુધીમાં મધ્યસ્થીઓ અંગેના ઘણાબધા જમીનધારણના પ્રકારો કાયદા દ્વારા નાબૂદ કર્યા. મે 1960માં ગુજરાતની રચના પછી તેણે પણ આ નાબૂદી કાર્યક્રમ ચાલુ રાખ્યો અને છેલ્લે 1969માં દેવસ્થાન સત્તાપ્રકાર નાબૂદી કાયદો ઘડી તેનો અમલ પણ શરૂ કર્યો.