Farmers of Gujarat: ગુજરાત સહિત આખો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. અહીં ખેતીવાડીના વ્યવસાય પર કરોડો પરિવારો નભે છે. એક પ્રકારે આખો દેશ પણ ખેતી પર જ નભે છે. કારણકે, અહીંની ખેતીના ઉત્પાદનો જ ફોરેનમાં જાય છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશખબર આવી છે. હવે ખેડૂતોને ખેતીવાડી માટે થતાં ખર્ચમાં મોટી બચત થશે. કારણકે, હવે ઘટી રહ્યાં છે ખાતરના ભાવ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, IFFCO એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને 'નેનો યુરિયા' નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ 'નેનો યુરિયા પ્લસ'નું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે. IFFCO ની વાત માનીએ તો 'નેનો યુરિયા'માં વજન પ્રમાણે 1 થી 5 ટકા યુરિયા હોય છે. જ્યારે નેનો યુરિયા પ્લસ વજન દ્વારા 16 ટકા નાઇટ્રોજન ધરાવે છે. તે જ પ્રમાણમાં, તે ખેતીના વિવિધ તબક્કામાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવામાં મદદ કરે છે.


અડધા લિટરની બોટલ 50 કિલો યુરિયા બેગ જેટલું કામ કરશે એવો દાવોઃ
નેનો યુરિયા વિશે, IFFCO દાવો કરે છે કે તેની અડધી લિટર બોટલની કિંમત 225-240 રૂપિયા છે. સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી. આ અડધા લિટરની બોટલ 50 કિલોની યુરિયા બેગની સમકક્ષ કામ કરે છે. આ થેલીની કિંમત ખેડૂતોને 300 રૂપિયા અને સરકારને 3500 રૂપિયા સુધીની છે. જો કે નેનો યુરિયા પ્લસની અંતિમ કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. તે આ શ્રેણીમાં રહેવાની ધારણા છે


આ તારીખથી ખાતરની કિંમતમાં થશે ઘટાડોઃ
1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો, ગુજરાતના કલોલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે ‘નેનો યુરિયા પ્લસ’ IFFCO એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને 'નેનો યુરિયા' નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ 'નેનો યુરિયા પ્લસ'નું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે. એવી પણ માહિતી ઈફ્કો સંસ્થા દ્વારા આપવામાં આવી છેકે, IFFCO આ સપ્તાહથી જ નેનો યુરિયા પ્લસનું ઉત્પાદન શરૂ કરશે. આ પ્રોડક્ટ 1લી મેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. IFFCO કહે છે કે નેનો યુરિયા પ્લસ ક્લોરોફિલ ચાર્જર અને ઉપજ વધારતું ખાતર છે. તે ક્લાઈમેટ ફ્રેન્ડલી સ્માર્ટ ફાર્મિંગમાં મદદ કરે છે.


ત્રણ પ્લાન્ટમાં થશે રોજની 6 લાખ બોટલનું ઉત્પાદન થશે એવો દાવોઃ
સત્તાધીશો દ્વારા અપાયેલી માહિતી અનુસાર IFFCO તેના ત્રણ પ્લાન્ટમાં નેનો યુરિયા પ્લસનું ઉત્પાદન શરૂ કરશે. આમાં દરેક પ્લાન્ટ દરરોજ નેનો યુરિયા પ્લસની 2 લાખ બોટલનું ઉત્પાદન કરી શકે છે. નેનો યુરિયા પ્લસ ખાતરની વિશેષતાઓ અંગે સરકારે પહેલાથી જ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. IFFCO તેનું ઉત્પાદન 3 વર્ષ માટે કરશે. IFFCOના ગુજરાતના કલોલમાં, ઉત્તર પ્રદેશમાં આમળા અને ફુલપુરમાં ત્રણ નેનો યુરિયા પ્લાન્ટ છે. IFFCO એ જૂન 2021 માં વિશ્વનું પ્રથમ 'નેનો લિક્વિડ યુરિયા' લોન્ચ કર્યું. આ પછી તે એપ્રિલ 2023માં 'નેનો DAP' ખાતર લાવ્યું. IFFCO એ ઓગસ્ટ 2021 થી નેનો યુરિયાની 7.5 કરોડ બોટલ અને નેનો DAPની 45 લાખ બોટલનું વેચાણ કર્યું છે.