Pashupalan Loan Yojana 2024: ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પુરી પાડવામાં આવે છે. આવી જ એક સરકારી યોજનાની આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. આ આર્ટિકલમાં ખાસ કરીને વાત કરવામાં આવી છે સરકારની પશુપાલન યોજના વિશે. જે યોજનામાં સરકાર પશુપાલન માટે આપી રહી છે લાખો રૂપિયા....જાણો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા ૧૨ લાખ સુધીની હાર્દિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.


પશુપાલન લોન યોજના 2024, જાણો વિગતવારઃ
યોજનાનું નામ    પશુપાલન લોન યોજના 2024
રાજ્યઃ                    ગુજરાત રાજ્ય
લાભઃ                     પશુપાલકોના વ્યવસાયને આધારે 
યોજનાનો ઉદ્દેશ્યઃ    પશુપાલકોનો વિકાસ થાય અને પશુપાલન ક્ષેત્રનો પણ વિકાસ થાય
લાભાર્થીઃ                ગુજરાત રાજ્યના તમામ પશુપાલક
અરજી પ્રક્રિયાઃ         ઓનલાઇન અને ઓફલાઈન બંને માધ્યમમાં
વધુ માહિતીઃ            https://ikhedut.gujarat.gov.in/


યોજનાનો લાભ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
લાભાર્થી નું આધારકાર્ડ
પાનકાર્ડ
જમીનના દસ્તાવેજ
જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર
લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઈઝ ફોટો


યોજનાનો લાભ લેવા કઈ રીતે કરવી અરજી?
આ યોજનાનો ઓફલાઈન માધ્યમમાં લાભ લેવા અરજી કરવા નીચેની માહિતી જરૂરી છે.
તમારા જિલ્લાના કૃષિ વિભાગ કચેરીમાં જાઓ.
ત્યાં જઈ ત્યાંના કૃષિ વિભાગ કચેરીના અધિકારી નો સંપર્ક કરો.
તેમણે જણાવ્યું કે તમારી પાસે કેટલા ઢોર છે તબેલો છે કે નહીં વગેરે.
તેમના દ્વારા તમને આ યોજના વિશેની વધારે માહિતી મળશે.
તેમના દ્વારા આ યોજનાનું અરજી ફોર્મ મેળવો.
તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
આ અરજી ફોર્મ કૃષિ અને નિયામક કચેરી વિભાગ ના અધિકારીને આપો.
હવે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી તમને આ લોનની રકમ મળી જશે.


કોને મળી શકે છે આ યોજનાનો લાભ?
આ લોન માટે લાભ લેનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
લાભાર્થી પાસે તેના તબેલામાં કે જગ્યાએ 10 કરતા વધારે પશુઓ હોવા જોઈએ.
આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે પોતાના પશુઓ માટે તબેલો હોવો ફરજિયાત છે.
જે ખેડૂતો કે પશુપાલકોને તેમના પશુઓને રાખવા માટે તબેલો હશે નહીં તેવો આ યોજનાનો લાભ લઇ શકે નહીં.


(નોંધ: અરજદાર પશુપાલન લોન યોજના નો લાભ મેળવવા માટે ઓનલાઇન માધ્યમમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે.)