Nepal Argeli Grass: નેપાળના ખેતરોમાં હાલ ઉભી રહ્યાં છે જાપાનના 'પૈસા'. જીહાં, વાત નવાઈ લગાડે તેવી છે પણ સાચી છે. કારણકે, જાપાનની કરન્સી જે કાગળથી બનવાની છે તે કાગળ હાલ નેપાળના ખેતરોમાં ઉભી રહ્યું છે. મહત્ત્વનું છેકે, નવી કરન્સી જાપાનમાં જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે. જાપાનની કરન્સી યેન માટે આ વર્ષ ઘણું મહત્વનું સાબિત થવાનું છે. દર 20 વર્ષે, જાપાની ચલણ યેનને ફરીથી ડિઝાઇન કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં વર્ષ 2016માં ડિમોનેટાઈઝેશન પછી, ભારતીય રિઝર્વ બેંકે 1000 રૂપિયાની નોટ બંધ કરી અને 2000 રૂપિયાની નોટ રજૂ કરી. એ જ રીતે કેટલાક દેશો સમયાંતરે તેમના ચલણની ડિઝાઇન, રંગ વગેરે બદલતા રહે છે. ઘણી વખત તેના નિર્માણમાં વપરાતી સામગ્રીમાં પણ ફેરફાર કરવામાં આવે છે. હવે આવી જ પહેલ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક જાપાનમાં કરવામાં આવનાર છે. જાપાને તેની કરન્સી બનાવવા સંબંધિત મોટા ફેરફારોની યોજના બનાવી છે.


જુલાઇથી જાપાનમાં નવી કરન્સી લાગુ કરવામાં આવશેઃ
આ ફેરફાર બાદ જાપાનનું ચલણ એક ખાસ પ્રકારના કાગળ પર છાપવામાં આવશે. આ કાગળનું ઉત્પાદન જાપાનમાં કરવામાં આવશે નહીં, પરંતુ તે અન્ય દેશમાંથી આયાત કરવામાં આવશે. આ વખતે નવી કરન્સી જાપાનમાં જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે. જાપાનની કરન્સી યેન માટે આ વર્ષ ઘણું મહત્વનું સાબિત થવાનું છે. દર 20 વર્ષે, જાપાની ચલણ યેનને ફરીથી ડિઝાઇન કરવામાં આવે છે. અગાઉ 2004માં જાપાની ચલણમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.


કેટલાક સમયથી મિત્સુમાતાનો પુરવઠો ઘટ્યો છેઃ
હવે નવી નોટો જુલાઇ 2024થી ચલણમાં આવશે. તેનાથી પણ વધુ મહત્ત્વની બાબત એ છે કે જાપાનમાં બેંક નોટ છાપવા માટે વપરાતા પરંપરાગત કાગળ મિત્સુમાતાનો પુરવઠો છેલ્લા કેટલાક સમયથી ઘટ્યો છે. ખરેખર, હાલમાં મિત્સુમાતાનો ઉપયોગ જાપાનનું ચલણ બનાવવા માટે થાય છે. જાપાન સરકારની કાગળ બનાવતી કંપની કાનપોના પ્રમુખ જાણતા હતા કે મિત્સુમાતા હિમાલયમાં ઉગાડવામાં આવે છે. તેથી, જ્યારે જાપાની ચલણ બનાવવા માટે વપરાતા કાગળની અછત હતી, ત્યારે તેઓએ નેપાળના તરાઈ પ્રદેશમાં વિકલ્પ શોધ્યો.


જાપાનીઝ ઝાડ એક વિકલ્પ બની ગયુંઃ
તેને ખબર પડી કે નેપાળની આર્ગેલી નામની જંગલી ઝાડી તેનો વિકલ્પ બની શકે છે. અગાઉ, નેપાળમાં હિમાલયની તળેટીમાં રહેતા પાસંગ શેરપા જેવા ઘણા ખેડૂતો આ ઝાડીઓનો લાકડા તરીકે ઉપયોગ કરતા હતા. 2015 માં નેપાળમાં આવેલા ભૂકંપ પછી, જાપાનીઓએ ખેડૂતોને આ પ્રકારની ઝાડી ઉગાડવા અને તેમાંથી યેન મૂલ્યના કાગળ બનાવવાની તાલીમ આપવા માટે નિષ્ણાતોને નેપાળ મોકલ્યા. નેપાળના ખેડૂત પાસંગ કહે છે, મેં વિચાર્યું પણ નહોતું કે આ ઝાડવું એક દિવસ જાપાનમાં નિકાસ કરી શકાય છે અને આપણે તેમાંથી લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ.


ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છેઃ
હવે જ્યારે જાપાને ખેડૂતોને આર્ગેલી નામની જંગલી ઝાડી ઉગાડવાની તાલીમ આપી ત્યારે નેપાળમાં હજારો ખેડૂતોએ તેની ખેતી કરવાનું શરૂ કર્યું છે. વેપારીઓ ખેતીમાંથી ઉત્પાદિત પાકને સારા ભાવે ખરીદી રહ્યા છે. વેપારીઓ આ ઘાસ એકત્ર કરી જાપાનમાં નિકાસ કરી રહ્યા છે. નિકાસથી ખેડૂતો અને વેપારીઓ બંનેને સારો ફાયદો મળી રહ્યો છે.