Sugar free bananas: સામાન્ય રીતે ડાયાબિટિસના દર્દીઓને મીઠી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. જીહાં, એમાં ફ્રૂટનો પણ સમાવેશ થાય છે. આ દર્દીઓને મીઠા ફળ ખાવાની પણ મનાઈ હોય છે. એવામાં પ્રગતિશીલ ખેડૂતો આ દર્દીઓની મુશ્કેલ કરી દીધી છે આસાન. આ ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડ્યા છે સુગર ફ્રી કેળા. જીહાં, આ કેળાની માર્કેટમાં સતત વધી રહી છે ડિમાન્ડ. ડાયાબિટિસના દર્દીઓ પણ આ કેળા હોંશેહોંશે ખાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેળામાં શું છે ખાસિયત?
સામાન્ય રીતે ડાયાબિટિસના દર્દીઓને કેળા ખાવાની મનાઈ હોય છે. પરંતુ આજે અમે ડાયાબિટિસના દર્દીઓ પણ ખાઈ શકે એવા કેળા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનાથી કોઈ આડઅસર થશે નહીં. કેળા એક એવું ફળ છે, જેને ખાતા પહેલા ડાયાબિટીસના દર્દીઓ ઘણો વિચાર કરતા હોય છે. દરેક ડાયાબિટીસના દર્દી કેળા ખાવાનું ટાળે છે. એક રિપોર્ટ અનુસાર કેળામાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ, કેળામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે બ્લડ સુગરનું લેવલ વધારી શકે છે.


ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે કેળાને સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં પ્રોટીન અને ફાઈબર મોટી માત્રામાં જોવા મળે છે, તેને ક્યારેક-ક્યારેક ખાવાથી કોઈ નુકસાન નથી. પરંતુ, સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને કેળા ખાવાની મનાઈ હોય છે. આજે અમે તમને એક એવા કેળા વિશે જણાવીશું, જેને તમે ડાયબીટિઝના દર્દીઓ પણ ભરપેટ ખાઈ શકશે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ કેળા સંપૂર્ણપણે સુગર ફ્રી હોય છે.


બિહારના સીતામઢી જિલ્લાના રાજોપટ્ટીના રહેવાસી આકિબ જાવેદે સુગર ફ્રી કેળાના ડઝનેક રોપા વાવ્યા છે. આકિબ જાવેદે જણાવ્યું કે, તેમના ઘરમાં ઘણા લોકો ડાયાબિટીસથી પીડિત છે. હું એક કામ માટે પંજાબ ગયો હતો. ત્યારે કોઈએ મને એક કેળું ખાવા આપ્યું હતું, તેણે મને કહ્યું કે, આ શુગર ફ્રી કેળું છે. જેના કારણે મેં આ કેળાના બે રોપા લાવીને પોતાના ઘરના પટાંગણમાં વાવ્યા હતા. છોડ પર ઉગેલા કેળાનો ઉપયોગ કર્યો. જેનાથી મને ફાયદો થયો. જેથી આજે મેં મારા ખેતરમાં સુગર ફ્રી કેળાના ડઝનેક રોપા વાવી દીધા છે. ગુજરાતના ખેડૂતો પણ તેમની પાસેથી પ્રેરણા લઈને આપણે ત્યાં કરી શકે છે સુગર ફ્રી કેળાની ખેતી. 


કેવા હોય છે સુગર ફ્રી કેળા?
આ કેળાનું નામ સુગર ફ્રી કેળા છે. તેનો છોડ પણ સામાન્ય કેળા જેવો હોય છે. તે સામાન્ય કેળા જેવા જ મીઠા હોય છે. પરંતુ જ્યારે રાંધવામાં આવે છે, ત્યારે તેના રંગમાં થોડો તફાવત હોય છે. તે સામાન્ય કેળા કરતા હળવા પીળા હોય છે. આ છોડ દરેક જગ્યાએ જોવા મળતો નથી.