Agriculture News : કેમિકલવાળી ખેતી કરતા ઓર્ગેનિક ખેતી સારી. તેનાથી સ્વાસ્થયને અનેક ફાયદા થાય છે. આવામાં ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યાં છે. અમરેલી જિલ્લાના શાપરના આવા જ એક ખેડૂત પ્રાકૃતિક કૃષિનો અનુભવ લઈને બારાહી ખારેકની ખેતી કરી છે. સજીવ ખેતીની તેમની મહેનત હવે રંગ લાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લાના શાપર ગામના સંજયભાઈ સુદાણી પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે. અહીં તેમનું મોટું ખેતર આવેલુ છે. સંજયભાઈએ 7 વીધા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટસ સહિત 130 પ્લાન્ટસનું વાવેતર કર્યું છે. તેમણે આ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.


સંજયભાઈ સુદાણી કહે છે કે, પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ સાવ ઝીરો છે, ખાતર કે દવા કે વાપરવા પડતા નથી, આપણને ખારેકના ભાવ પોષણક્ષમ મળે છે, જમીનની ફળદ્રુપતા પણ વધે છે. 7 વીઘામાં બારાઈ ખારેકનું વાવેતર છે. ગાય આધારિત ખેતી કરી છે. આ વર્ષે ઉત્પાદન અઢીથી ત્રણ લાખનું આવશે. આ સાત વીઘાના વાવેતરમાં ગવર્નમેન્ટ તરફથી પર પ્લાન્ટે 1250 રૂપિયાની સહાય મળી છે.


ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટ


તેમણે વધુમાં કહ્યું કે, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર, દવાઓના ઉપયોગ થતો નથી, તેથી ખેતી ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત ચીજવસ્તુની માગ પણ વધી રહી છે. જેથી ખેડુતોની પણ પ્રાકૃતિક કૃષિમાં રૂચિ વધી છે .


તો બીજી તરફ, ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનને લાંબા સમય સુધી સાચવી શકે તે માટે  સરકાર સહાય કરે છે. “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સબસીડી આપવામાં આવે છે. રાજ્યના અનેક ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. રાજકોટના ગોંડલ તાલુકાના ખેડૂતો તેનો કઈવી રીતે લાભ લે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ ડોબરીયા આવા જ એક ખેડૂત છે. તે ખેતી સારી કરે, પણ કમોસમી વરસાદના કિસ્સામાં પાક-સંગ્રહની સમસ્યા મોટી હતી.  પાકનું ઉત્પાદન કરીએ ત્યારે ભાવ નહોતા, તે સમયે પાક સાચવવા માટેની વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો. જો કે,  હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે તેમની સમસ્યા ઉકેલાઈ છે. ખેતર પર ગોડાઉન બનાવવા માટે  દર્શનભાઈને સરકાર તરફથી રુપિયા 75 હજારની સબસિડી મળી છે. જેનાથી તેમણે પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે.   


72 લાખના પેકેજની નોકરી છોડી આ યુવક કરે છે ખેતી, પગાર કરતા ડબલ કમાય છે


એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 22 ટકા ખેત-ઉત્પાદનનો યોગ્ય સંગ્રહના અભાવે વ્યય થાય છે. મનુષ્ય અને પ્રાણીઓ પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂત માટે શિરદર્દ બની રહે છે. પણ, રાજકોટના પરા પીપળીયાના વિક્રમભાઈને આ શિરદર્દમાંથી છુટકારો મળ્યો છે.  રાજ્ય સરકારની યોજનાઓ છે તેમાં ગોડાઉન માટે 75 હજાર રુપિયા સબસિડી આપવામાં આવે છે તો એ ખરેખર લાભ લેવો જોઈએ. આ સિવાય પણ સરકારની ઘણી યોજનાઓ છે જેમાં બિયારણ, રોટાવેટર, ટ્રેકટર, મોટર સહિતની ખરીદી માટે બહુ મોટી સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળે છે. અને તે ખેત-પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે. આમ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે ઉપકારક બની રહી છે. 


ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ