How to grow rose plants at home:ગુલાબનો છોડ એવો છે જેમાં આખું વર્ષ ફુલ આવી શકે છે. પરંતુ ગુલાબને ખાસ કાળજી ની જરૂર પણ પડે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ગુલાબનો છોડ વાવ્યા પછી તે ઝડપથી વધતો નથી, છોડ થોડા સમયમાં બળી જાય છે અથવા તો તેમાં ફૂલ પણ સારા આવતા નથી. આવું એટલા માટે થાય છે કે ગુલાબના છોડને જરૂરી પોષણ મળતું ન હોય. જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને ગુલાબના છોડનું જતન કરો છો તો આ છોડ આખું વર્ષ લીલોછમ રહે છે અને તેમાં ફૂલ પણ સારા આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ રીતે કુંડામાં ઉગાડો આદુ, ઘરમાં વાપર્યા પછી પાડોશીઓને આપવા માટે પણ વધશે એટલું ઉગશે


ગુલાબના છોડને લીલોછમ રાખીને સુગંધી ગુલાબની સુંદરતા પણ માનવી હોય તો જરૂરી છે કે તમે આ છોડની યોગ્ય રીતે સંભાળ રાખો અને પોષણનું પણ ધ્યાન રાખો. ગુલાબનો છોડ ઝડપથી વધે પણ છે અને આખું વર્ષ લીલો પણ રહે છે જો તેને સારી માટી અને યોગ્ય સમયે ખાતર મળતું રહે. ગુલાબના છોડના વિકાસ માટે ખાતર ખૂબ જ મહત્વનું હોય છે. જો તમે પણ તમારા ઘરમાં ગુલાબનો છોડ રાખ્યો છે પરંતુ તેમાં ફૂલ નથી આવતા કે છોડ વધતો નથી તો તમે તેમાં આ ખાતર ઉમેરી શકો છો.  


આ પણ વાંચો: ઘરે કુંડામાં જ સરળતાથી ઉગાડો નાગરવેલના પાન, ગણતરીના દિવસોમાં શરુ થઈ જશે કમાણી


ગુલાબના છોડના વિકાસ માટે ત્રણ પ્રમુખ માઇક્રોન્યુટ્રીયન્ટની જરૂર હોય છે. પહેલું છે નાઇટ્રોજન જે તેના પાનના વિકાસ માટે જરૂરી હોય છે. બીજું છે ફોસ્ફરસ જે છોડના મૂળનો વિકાસ કરે છે. અને ત્રીજી જરૂરી વસ્તુ છે પોટેશિયમ જે છોડમાં ફૂલનું નિર્માણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય ગુલાબના છોડને પણ આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમની જરૂર પડે છે. 


આ પણ વાંચો: White Hair: આ 3 વાતોનું રાખશો ધ્યાન તો અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, બસ આ ભુલ ન કરવી..


જો તમે ગુલાબનો છોડ કુંડામાં આવ્યો છે તો તેને ખાતરની વધારે જરૂર પડશે. કુંડામાં વાવેલા છોડમાં રોજ પાણી આપવું પડે છે જેના કારણે ન્યુટ્રીશન પાણીની સાથે વહી જાય છે. સાથે જ માટીનું પીએચ પણ ખરાબ થતું હોય છે. માટીની ગુણવત્તા જાળવી રાખવા માટે દર થોડા મહિને માટી બદલતા રહેવું અને તેમાં યોગ્ય માત્રામાં ખાતર ઉમેરવું. 


જો ગુલાબના છોડના પાન પીળા પડવા લાગે તો સમજી લેવું કે તમારા છોડમાં જરૂરી પોષક તત્વોની ખામી છે. આ ખામીને દૂર કરવા માટે ગુલાબના છોડમાં N, P, K ખાતરનો ઉપયોગ કરવો. 


આ પણ વાંચો: Mirror Talk: આત્મવિશ્વાસ વધારવાનો બેસ્ટ રસ્તો છે મિરર ટોક ટેકનીક, વધી જશે કોન્ફિડન્સ


કેવી રીતે ખાતર ઉમેરવું ? 


જ્યારે ગુલાબના છોડમાં ખાતર ઉમેરવાનું હોય તો તેની પહેલા અને ખાતર ઉમેર્યા પછી છોડને તડકામાં ન રાખો. ખાતર ઉમેર્યા પહેલા અને ખાતર ઉમેર્યા પછી છોડને જો ડાયરેક્ટ તડકામાં રાખશો તો છોડ બળી જશે. ખાતર ઉમેર્યા પછી છોડમાં રોજ આપતા હોય તેના કરતાં વધારે માત્રામાં પાણી આપવું. તેનાથી ખાતરમાં રહેલા પોષક તત્વો ઝડપથી માટીમાં અવશોષિત થઈ જશે. આ વાતનું ધ્યાન રાખશો તો તમારા ઘરે પણ ગુલાબના છોડમાંથી ઢગલાબંધ ગુલાબ આવવા લાગશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)