જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
Success Story: કેરળમાં એક 38 વર્ષીય બિનીશ ડોમિનિકે જમીન વગર ગ્રો બેગમાં આદુની ખેતી કરી છે. આ સાથે જ તેમણે પોતાની આ ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરી છે. અહીં તમે તેની સફળતાની વાર્તા વાંચી શકો છો.
Success Story: કેરળમાં એક ખેડૂતે જમીન વગર ગ્રો બેમમાં આદુની ખેતી કરીને લાખોની કમાણી કરી છે. નોંધનીય છે કે, આદુની ખેતી કરવા માટે અને તેનાથી લાખો રૂપિયાની કમાણી કરવા માટે તમારે જમીનની જરૂરત નથી. કેરળના એક ખેડૂતે ગ્રો બેગમાં આદુની ખેતી કરીને માત્ર સાત સેન્ટ જમીનનો નફો કર્યો છે. આ ખેતીની પદ્ધતિ માત્ર તેના કૌશલ્ય માટે જ નહીં પરંતુ તેના સારા નફા માટે પણ જાણીતી બની છે, તેને એક જ સિઝનમાં 1 લાખ રૂપિયાની કમાણી કરી છે.
કેવી રીતે સફળતા ?
વાયનાડના અંબાલાવાયલના 38 વર્ષીય બિનીશ ડોમિનિકે જમીન પર ખેતી કરતી વખતે વધતા ઈનપુટ ખર્ચને ઘટાડવા અને ઉપજ વધારવા માટે વૈકલ્પિક ઉકેલો શોધ્યા પછી ગ્રો બેગમાં આદુ ઉગાડવાનું નક્કી કર્યું. તેમણે ગ્રો બેગની સાથે પ્રયોગ કર્યો, એક એવી ટેકનોલોજી જે નાની જગ્યાઓમાં ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. ખેડૂત બિનીશે જણાવ્યું કે, મેં ઈનપુટ ખર્ચમાં ઘટાડો કરીને ખેતી કરવા અને ઉપજ વધારવાનો માર્ગ શોધવા માંગતો હતો. જ્યારે મેં પ્રયોગ શરૂ કર્યો ત્યારે ખેતીનો મારો વર્ષોનો અનુભવ કામમાં આવ્યો. આદુ એ ઉચ્ચ માંગનો પાક છે, એટલા માટે ગ્રો બેગ પદ્ધતિ આશાજનક લાગતી હતી.
પોતાની ખેતીને વધારવા માટે લીધો નિર્ણય
તેમણે વધુમાં જણાવ્યું કે, મેં તેને કોકોપીટ અને ઓર્ગેનિક ખાતર સાથે મિશ્રિત રેતીથી ભરેલી ગ્રો બેગમાં ઉગાડવાનું શરૂ કર્યું. બિનેશ સામાન્ય રીતે 15 એકર જમીનમાં આદુની ખેતી કરે છે, હવે આ સિઝનમાં ગ્રો બેગ ફાર્મિંગને વિસ્તારવાનું નક્કી કર્યું છે. તે પાંચ એકર જમીનમાં ગ્રો બેગમાં આદુનું વાવેતર કરશે, જ્યારે 10 એકર જમીનમાં પરંપરાગત આદુની ખેતી કરવામાં આવશે. તેમનું કહેવું છે કે, પરંપરાગત જમીનની ખેતી કરતાં આદુની ગ્રો બેગની ખેતી વધુ ફાયદાકારક છે.
ગ્રો બેગમાં ખેતી કરવાના ફાયદા
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતી માટે વપરાતા ખાતરોનો ઓછો ઉપયોગ થાય છે. તેમજ નીંદણ દૂર કરવાનો ખર્ચ પણ બચાવી શકાય છે. સૌથી મોટો ફાયદો ત્યારે થાય છે જ્યારે કોઈ જીવાત અથવા રોગનો હુમલો થાય છે અને આપણે અસરગ્રસ્ત પાકને બીજી જગ્યાએ ખસેડી શકીએ છીએ, જેથી રોગ અથવા જીવાત પાકને નુકસાન ન પહોંચાડી શકે. આ ઉપરાંત ગો બેગમાં પાકને જીવાતો અને રોગના હુમલાથી બચાવવાનું સરળ છે. ગ્રો બેગનું નિયંત્રિત વાતાવરણ માટીથી થનારી બીમારી અને પોષક તત્ત્વોની ઉણપને જેમ કે સામાન્ય સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે, જે પરંપરાગત પદ્ધતિઓમાં પ્રચલિત છે. નિયમિત રૂપથી જૈવિક ખાતરનો ઉપયોગ અને યોગ્ય પાણી આપવાથી વૃદ્ધિ સુનિશ્ચિત થાય છે.
બિનીશના જણાવ્યા અનુસાર એક એકર જમીનમાં આદુની ખેતી કરવાથી 400 બેગ આદુ મળશે, જ્યારે એક એકરમાં ગ્રો બેગથી 800 બેગ આદુનું ઉત્પાદન થશે. તેમણે જણાવ્યું કે, મેં ગ્રો બેગમાં આદુ રોપવા માટે વધુ નારિયેળનો ઉપયોગ કર્યો. એક એકરમાં આદુની લગભગ 24,000 ગ્રો બેગ હોઈ શકે છે, અને દરેક ગ્રો બેગની ઇનપુટ ખર્ચ લગભગ 50 રૂપિયા થાય છે.