આ સફળ ખેડૂત પાસે ટિપ્સ લેવા દૂર દૂરથી દોડી આવે છે ખેડૂતો, કરે છે લાખોમાં કમાણી
sapodilla cultivation: ગુજરાતમાં બાગાયતી પાકોની ખેતીમાં ચીકું પણ એક અગત્યનો પાક છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મોટાપાયે ચીકુની ખેતી કરે છે. ચીકુના સારા ભાવ મળતા હોવાને પગલે હવે ગુજરાતમાં થાઈ ચીકુની પણ ખેતી કરવામાં આવે છે. આપણે અહીં એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરી રહ્યાં છે. જેમને ચીકુની ખેતીમાં સફળતા મેળવી છે.
Cheeku Ki Kheti: મુઝફ્ફરપુરના અનિલ કુમારે એક એકર જમીનમાં થાઈ ચીકુનું વાવેતર કર્યું છે, જેના સારા ફળ મળ્યા છે. દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે અને પારંપરિક ખેતી સિવાય ચીકુની ખેતી કેવી રીતે શરૂ કરી અને તેમાંથી કેટલી આવક થઈ રહી છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પ્રતિકૂળ હવામાનને કારણે લીચીની ખેતીને અસર થઈ રહી હતી, તેથી અનિલ કુમારે એક એકર ખેતરમાં થાઈ ચીકુના રોપા વાવ્યા. જેમાં છેલ્લા એક વર્ષમાં વૃક્ષો પર સારા ફળો દેખાઈ રહ્યા છે.
Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી
એક ઝાડ દીઠ 40 થી 50 કિલો ચીકુનું ઉત્પાદન થાય છે, જેની બજારમાં કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો છે અને તે દર વર્ષે ફળ આપે છે. થાઈ ચીકુની ખેતી કરતા અનિલ કુમારે જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી ક્યારેક પૂર અને ક્યારેક દુષ્કાળથી પ્રભાવિત થાય છે. એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી હવામાન અનુકૂળ ન હોવાને કારણે લીચીની ખેતી પણ યોગ્ય રીતે થતી ન હતી. જેથી તેમણે અખતરો કરવાનો નિર્ણય લીધો હતો. ડાંગર, ઘઉંની ખેતીવાળી જમીનમાં થાઈ ચીકુનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે ફળો આવ્યા હતા પરંતુ આ વર્ષે એક ઝાડ દીઠ 40 થી 50 કિલો ફળ આવ્યા છે. હાલમાં ખેડૂત અનિલ કુમાર થાઈ ચીકુની ખેતીથી દર વર્ષે સાડા ત્રણ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આજથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
ચીકુની ખેતી જોવા આવેલા પશ્ચિમ ચંપારણના ખેડૂત નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અમે ખેતી જોવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે આ ખૂબ જ સારો નિર્ણય છે. ખેડૂતો પ્રયોગો કરશે તો નવી ખેતીની ખેડૂતોને માહિતી મળશે. નરેન્દ્રની વાત માનીએ તો હવે તે પણ બે એકરમાં ચીકુની ખેતી કરશે. મણિયારીના ખેડૂતો પણ ચીકુના વાવેતરની વાત કરી રહ્યા છે. આટલું જ નહીં, થાઈ ચીકુની ખેતીની સાથે અનિલ કુમાર ટિશ્યુ કલ્ચર પણ તૈયાર કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, હવે ખેડૂતો જમીનમાં નહી હવામાં કરશે બટાકાની ખેતી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ
ચીકુની ખેતી માટે કયું વાતાવરણ યોગ્ય છે?
ચીકુને અનેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ ઊંડા કાંપવાળી, રેતાળ લોમ અને સારી ડ્રેનેજવાળી કાળી માટી ચીકુની ખેતી માટે યોગ્ય છે. માટીનું pH મૂલ્ય 5.5-7.5 હોવું વધુ સારું છે. ધ્યાન રાખો કે કેલ્શિયમની વધુ માત્રા ધરાવતી જમીનમાં તેને ઉગાડશો નહીં.
Aloo Bhujia: શું તમે પણ તબિયતથી ઝાપટો છો 'આલૂ ભુજિયા', જાણી લો ફાયદા અને નુકસાન
શું ઓશિકું ઉંચુ લગાવીને ઉંઘો છો, તો આજે જ છોડી આ આદત...નહીંતર પસ્તાશો
Nimbu Paani: દિવસની શરૂઆતમાં કેમ પીવું જોઇએ લીંબુ પાણી? જાણી લો આ 5 કારણો
ચીકુની ખેતી માટે સારી રીતે તૈયાર કરેલી જમીન જરૂરી છે. જમીનને ઢીલી બનાવવા માટે 2-3 વખત ખેડાણ કરીને જમીનને સમતળ કરો. સિંચાઈ અને આબોહવાની ઉપલબ્ધતાના આધારે અને નાસ અને કોકો, ટામેટા, રીંગણ, કોબીજ, વટાણા, કોળું, કેળા અને પપૈયા આંતરપાક તરીકે ઉગાડી શકાય છે. આમ ચીકુની ખેતીમાં ખેડૂતો આંતરપાક કરીને પણ સારી કમાણી કરી શકે છે. આમ ખેડૂતોએ બાગાયતી ખેતીમાં સારી કમાણી કરવી હોય તો આ પ્રયોગો ઉત્તમ સફળતા અપાવે છે. ગુજરાતમાં પણ ચીકુની ખેતી માટે વ્યાપક તકો છે.
પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો
Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચમાં થશે મોટા ફેરફાર, આ નવા નંબર પર બેટીંગ કરી શકે છે વિરાટ કોહલી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube