Agriculture News: એક તરફ જ્યાં પરંપરાગત ઘઉં, ચોખા, જુવાર અને બાજરાની ખેતી કરતા ઘણાં ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેતીથી કંટાળીને અન્ય વ્યવસાય તરફ જોઈ રહ્યાં છે. ત્યાં બીજી તરફ ઘણાં ધંધાદારીઓ અને નોકરિયાતો પોતાનું કામ છોડીને બાયાગત ખેતી તરફ વળ્યાં છે. કારણકે, આ ખેતીમાં મળે છે જબરદસ્ત વળતર. અહીં પાક ફેઈલ થવાનો કોઈ ચાન્સ જ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાતો પણ માને છેકે, શેરબજાર કરતા પણ વધારે કમાણી આ ખેતીવાડીમાં છે. ઉદાહરણ આપણી સામે છે ચંપારણના એક ખેડૂતે કરી આ ફળની ખેતી અને હાલ કરી રહ્યો છે અધધ કમાણી...આજે અમે તમને જામફળની વિવિધ જાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ખેતી કરીને તમે માત્ર 3 વર્ષમાં શૂન્યથી કરોડપતિ બનવાની સફર કરી શકો છો. હા! આ ફળ તમને ખરેખર કરોડપતિ બનાવી શકે છે. તે પણ 
ખૂબ જ ઓછા ખર્ચે.


ગુલાબી જામફળે કરી જમાવટઃ
તમે જામફળની ખેતી ઘણી જોઈ હશે અથવા કરી હશે. પરંતુ, હવે તાઈવાનના ગુલાબી જામફળે હલચલ મચાવી દીધી છે. આ જામફળની માંગ જેટલી વધારે છે તેટલી જ તેની ખેતી કરવી સરળ છે. કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે, આ જામફળની ખેતી કરીને ખેડૂતો સિઝનમાં બમ્પર આવક મેળવી શકે છે.


શું કહે છે છોડ નિષ્ણાત-
છોડના નિષ્ણાત કહે છે કે, તાઈવાની ગુલાબી જામફળ ખૂબ જ ખાસ પ્રજાતિ છે. તેને જામફળનો રાજા પણ કહેવામાં આવે છે. એક છોડની કિંમત માત્ર 100 રૂપિયા છે. તમારી કમાણી વાવેતર પછીના 15મા મહિનાથી બરાબર શરૂ થશે.15માં મહિનામાં છોડ વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયો છે. આવી સ્થિતિમાં, તમે એક વર્ષમાં ઓછામાં ઓછા 25 કિલો જામફળ સરળતાથી મેળવી શકો છો. ખાસ વાત એ છે કે, 3 વર્ષમાં એક ઝાડમાંથી ઓછામાં ઓછો 50 કિલો જામફળ મળશે. જેને તમે બજારમાં 70 થી 125 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકો છો.


ચાણપટિયા બ્લોકના રામપુરવા ગામના વોર્ડ-5માં રહેતા ખેડૂતના કહેવા પ્રમાણે, તેમણે પોતાની એક એકર જમીનમાં તાઈવાનના ગુલાબી જામફળની ખેતી કરી છે. દિગ્વિજયે એક એકર જમીનમાં લગભગ 700 જામફળના છોડ વાવ્યા છે. ખેડૂતના કહેવા પ્રમાણે અન્ય પાક અને ફળોની તુલનામાં, તાઈવાનના ગુલાબી જામફળની ખેતી એકદમ સરળ અને આર્થિક છે. ન તો આ છોડ સુકાઈ જાય છે અને ન તો હવામાનથી પ્રભાવિત થાય છે. તમને જણાવી દઈએ કે, દિગ્વિજયને 3 વર્ષમાં આ 700 જામફળના છોડ પર લગભગ 3 લાખ રૂપિયા ખર્ચવા પડશે, જેના કારણે તે ત્રીજા વર્ષથી લગભગ 35 લાખ રૂપિયાની કમાણી કરશે.