Agriculture News: ગુજરાતમાં રૂનો સ્ટોક કરીને બેઠેલા ખેડૂતો માટે સોનેરી દિવસો આવ્યા છે. જેમની પાસે હાલમાં રૂ છે એ ધીમે ધીમે વેચાણ કરી ભાવનો ફાયદો મેળવી શકે છે. ગુજરાતમાં 25 લાખ હેક્ટરમાં વાવેતર કરાતા આ પાકમાં ખેડૂતોને લાભ મળી રહ્યો છે. રૂમાં ઝડપી તેજી જોવા મળી રહી છે અને એક જ દિવસમા ખાંડીએ રૂ.૧૦૦૦નો સુધારો થયો હતો. રૂની બજારમાં આગામી દિવસોમાં જો નિકાસ વેપારો થશે તો બજારો વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક કોટન વાયદો પણ સતત વધી રહ્યો છે, જેને પગલે પણ રૂની બજારને ટેકો મળી રહ્યો છે. રૂનાં વેપારીઓ કહે છેકે વેચવાલી ઓછી છે અને સામે વેપારો થઈ રહ્યાં છે. કોટન યાર્નની માંગ પણ સારી હોવાથી રૂનાં ભાવ હજી વધીને ૬૦ હજારની સપાટીને પાર કરી શકે છે. રૂના ભાવમાં ખાંડીએ રૂ.૯૫૦નો ઉછાળો હતો. ગુજરાતમાં ૨૯ એમ.એમ. અને ૩.૮ માઈકવાળા રૂનો ભાવ રૂ.૫૯,૪૦૦થી ૫૯,૮૦૦ ક્વોટ થયો હતો. કલ્યાણ રૂનાં ભાવમાં રૂ.૧૧૫૦નો સુધારો થઈને ભાવ રૂ.૪૦,૫૦૦થી ૪૧,૦૦૦ ક્વોટ થયા હતા.


ભારતમાં કપાસનું મબલક ઉત્પાદનઃ
સમગ્ર વિશ્વમાં જે કપાસનું ઉત્પાદન થાય છે એમાં માત્ર ભારત દેશની અંદર જ 25 ટકા જેટલો મબલક ઉત્પાદન થાય છે, આખા વિશ્વની અંદર ભારતનો કપાસ અલગ અલગ સ્વરૂપે પહોંચે છે. ભારતમાં પણ સૌથી વધુ કપાસનું ઉત્પાદન જો કોઈ રાજ્ય કરતું હોય તો એ ગુજરાત છે. ગુજરાતમાં અંદાજે 26 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. ભારતમાં કુલ 3 કરોડ 20 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જેમાં માત્ર ગુજરાતમાં જ 90 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે. 


ગુજરાત એ કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે અને વાવેતર વધ્યું હોવા છતાં કોટન યર 2023-24 માટે રાજ્યમાં કપાસનું ઉત્પાદન 85 લાખ ગાંસડી (170 કિલોની ગાંસડી) રહેવાનો અંદાજ છે. ગત વર્ષે ગુજરાતમાં 94.45 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું. તેવી જ રીતે આ વર્ષ માટે ભારતમાં કપાસના પ્રોડક્શન માટે 318.90 લાખ ગાંસડી સામે 295.10 લાખ ગાંસડીનો અંદાજ મૂકવામાં આવ્યો છે. CAIના રિપોર્ટ મુજબ ખરાબ હવામાન અને અમુક રાજ્યોમાં પાકમાં રોગ લાગી જવાથી આ વર્ષે ઓવરઓલ ઉત્પાદન 7% ઓછુ રહી શકે છે. ગુજરાતમાં ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ મૂકાયો હતો. 


રૂ-કપાસિયા-ખોળ:
સીસીઆઈનાં આંકડાઓ મુજબ ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં દેશમાં રૂની કુલ ૨૧૩.૮૩ લખ ગાંસડીની આવક સંપન્ન થઈ ચૂકી છે. રૂની વેચવાલી ઘટી અને સામે નિકાસ વેપારો થયા હતા. કપાસિયા સીડ અને ખોળની બજારો સારી હતી. બેન્મચાર્ક કપાસિયા ખોળ વાયદો રૂ.૫૫ વધીને રૂ.૨૬૩૧ની સપાટી પર બંધ રહ્યો હતો. જસદણ બાજુ કપાસિયાનાં ભાવ રૂ.૫૫૫થી ૫૭૫ હતા. કડીમાં કપાસિયાનાં ભાવ રૂ.૫૭૫ થી ૬૦૦ હતાં. કપાસિયા ખોળનાં ભાવ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડનાં રૂ.૧૩૫૦થી. ૧૪૭૦ અને નાની મિલોનાં રૂ.૧૩૦૦થી ૧૩૪૦ના ભાવ હતાં. કડીમાં કપાસિયા ખોળમાં ૫૦ કિલો મોટા માલનાં ભાવ રૂ.૧૩૨૦થી ૧૫૦૦ હતા. 


કપાસિયા વોશ કપાસિયા વોશમાં વેચવાલી:
કપાસિયા વોશ રૂ.૮૮૦થી ૯૦૦ની સપાટી પર પહોચી ગયા હતા. જો આ ભાવથી વોશમાં વેપારો નહીં આવે તો ભાવ વધતા અટકી જાય તેવી ધારણા છે. વોશના ભાવ એકધારા રૂ.૧૦૦ વધી ગયા હોવાથી ઘરાકીનો મોટી અસર પડી શકે છે.