Agriculture News:​ હાલમાં રવી પાકની કાપણીનો સમય ચાલી રહ્યો છે. ગુજરાતમાં ખરીફ પાક એ સૌથી મોટી સિઝન ગણાય છે. હાલમાં ઘઉં, ચણા, રાયડો અને જીરુંનો પાક ખેડૂતોના ખેતરમાં ઉભો છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ ખેડૂતો માટે ચણા અને જીરુંના ભાવને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. JAU એમિકલ્ચર ઈ કોનોમિક્સ ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ જીરુમાં ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ઘણું ઊંચું રહેવાની સંભાવનાએ આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે. તેથી ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરવાના બદલે તેને વેચી દેવું જોઈએ. બીજી તરફ ચણામાં ઉત્પાદન લગભગ ગત વર્ષ જેટલું જ રહેવાની ધારણા છે તે જોતા માર્ચ અને એપ્રિલ દરમિયાન ચણાના ભાવ મક્કમ રહેવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JAU એચિકલ્ચર ઇકોનોમિક્સ ડીપાર્ટમેન્ટના રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. જી. ધાંધલિયાએ જણાવ્યું હતું કે, એરંડા, ચણા, જીરા જેવા શિયાળુ પાક અત્યારે બજારમાં આવવાના શરુ થયા છે. ઉત્પાદન અને આવકની વધ-ઘટ ભાવ ઉપર અસર કરતી હોય છે. તેના આધારે યુનિવર્સિટીના એમો ઇકોનોમિક્સ ડીપાર્ટમેન્ટ અલગ અલગ પાકની ભાવની સ્થિતિની સમીક્ષા કરીને અગામી દિવસોમાં બજાર કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. જેથી ખેડૂતો પોતાના પાક અંગે નિર્ણય લઇ શકે છે.


જીરુંમાં ઉત્પાદનમાં વધારો ભાવ ઘટાડશે-
ગુજરાતમાં રવી સિઝનમાં જીરુંનો પાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવેતર થાય છે. જીરું એ બહુ જ સંવેદનશીલ પાક ગણાય છે. આ પાક ઘરે આવ્યો તો જ ખેડૂતને ફાયદો થાય છે નહીં તો નુક્સાની થવાની સૌથી વધારે સંભાવના આ પાકમાં હોય છે. JAUના રીપોર્ટ મુજબ ગુજરાતમાં જીરાનું ઉત્પાદન ગત વર્ષના ૨.૧૪ લાખ ટનની તુલનાએ આ વર્ષે ૪ લાખ ટન થવાનો અંદાજ છે. પુરવઠો ઓછો હોવાથી અને સારી નિકાસ માગના પગલે જીરાના ભાવ મે ૨૦૨૩માં મણદીઠ રૂ. ૮,૪૦૦ થયા હતા, જે ઓગસ્ટ- સપ્ટેમ્બર સુધીમાં વધીને રૂ. ૧૧,૦૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા. જોકે, આયાત અને સારા વાવેતર તેમજ પાકના ઊંચા અંદાજના કારણે જાન્યુઆરીમાં જીરું રૂ. ૫,૬૦૦ થઇ અને અત્યારે રૂ. ૪,૭૦૦ના સ્તરે વેચાઈ રહ્યું છે. એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડીપાર્ટમેન્ટના ત્રણ મુજબ ઉત્પાદન ઊંચું હોવાથી નજીકના ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતા નથી. માર્ચ અને એપ્રિલ દરમિયાન જીરાનો ભાવ રૂ. ૪,૭૦૦-૫,૨૦૦ વચ્ચે રહેવાની સંભાવના છે.


ખેડૂતોને એરંડા ન કરે સંગ્રહ-
ગુજરાતમાં એરંડાએ ઉત્તર ગુજરાતમાં થતો રાયડા બાદ બીજો સૌથી મોટો તેલિબિયાં પાક છે. બીજા આગોતરા અંદાજ મુજબ ગયા વર્ષના ૧૬ લાખ ટનની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન સામાન્ય ઘટીને ૧૫.૧૩ લાખ ટન રહેશે. માગને પહોચી વળવા માટે દેશમાં આ વર્ષનું ૧૯.૮૦ લાખ ટન ઉત્પાદન અને અંદાજે ૨ લાખ ટન ગત વર્ષનો સ્ટોક પુરતો છે. આ સ્થિતિમાં આવતા દિવસોમાં એરંડાના ભાવમાં વધારો થવાની શક્યતા નથી એ જોતા અમે ખેડૂતોને સંગ્રહ ન કરવા સલાહ આપવામાં આવી છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભાવ રૂ. ૧૨૪૦-૧૩૧૩ પ્રતિ મણ હતા જે અત્યારે એરંડાના ભાવ રૂ. ૧૦૮૦-૧૧૬૫ ચાલી રહ્યા છે. અગાઉના વર્ષોના ભાવના વિશ્લેષણના આધારે આ વર્ષે માર્ચ- એપ્રિલ દરમિયાન એરંડાના ભાવ રૂ. ૧૦૫૦- ૧૧૫૦ વચ્ચે રહેવાનો અંદાજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મુક્યો છે. ગુજરાતમાં રવી સિઝનની કાપણીના સમયે ખેડૂતોએ માર્કેટના ભાવને આધારે સંગ્રહ કે વેચાણનો નિર્ણય કરવો જોઈએ. જૂનાગઢ કૃષિ યુનિનો ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ સલાહ આપી શકે છે પણ વેચાણ કે સંગ્રહ એ ફક્ત ખેડૂતોનો નિર્ણય છે.