Agriculture News: પાડોશીનું લાઈટ બિલ બતાવી મેળવો તમારા ખેતરમાં વીજળીનું જોડાણ, જાણો પ્રક્રિયા
Agriculture News: શું તમે પણ તમારા ખેતરમાં વીજ જોડાણ એટલેકે, લાઈટનું કનેક્શન મેળવવા માંગો છો? શું તમે પણ હજુ સુધી નથી કરાવ્યું તમારા ખેતરમાં લાઈટનું કનેક્શન? તો આ પ્રક્રિયાથી સરળતાથી થઈ જશે તમારું કામ...જોકે, સરકાર હવે નવા કનેક્શનો આપતી નથી.
Light Connection For Farmers: ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતપેદાશોના સારા ભાવ મળે તો ખેડૂતો ઉત્સાહભેર ખેતીના વ્યવસાયને આગળ ધપાવે છે. પણ ખેતી માટે સૌથી જરૂરી હોય છે પાણી અને પાણી માટે જરૂરી હોય છે વીજળી. શું તમારા ખેતરમાં પણ હજુ સુધી નથી આવ્યું વીજ જોડાણ? શું તમે પણ તમારા ખેતરમાં વીજળીનું જોડાણ કરવા માંગો છો તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. જાણો કઈ રીતે તમે તમારા પાડોશીની મદદ લઈને મેળવી શકો છો તમારા ખેતરમાં વીજ જોડાણ... પાણીની સમસ્યા વધતી જાય છે. ઉત્તર ગુજરાતમાં તો પાણી 800થી 900 ફૂટે પહોંચી ગયા છે. જેથી હવે સરકારે નવા કનેક્શનો પણ આપવાના બંધ કરી દીધા છે. તમે હાલમાં પાણીનો બોર બનાવવા માગો છો તો તમારે જૂનો પાવર ખરીદવો પડે છે.
ખેતીમાં સૌથી જરૂરી એવું પાણી એ ખેડૂતો માટે આશીર્વાદ બની જતું હોય છે. ખેડૂત પાણીની આ સગવડ કૂવા, બોર દ્વારા કરતો હોય છે. તેના ઉપર જો વીજળીનું જોડાણ એટલે કે કનેકશન હોય, તો ખેડૂતોને ઘણી જ સરળતા થઇ જતી હોય છે. આજે આપણે નવા વીજ કનેક્શન માટે જરૂરી વાતો વિશે જાણીશું. સૌ પ્રથમ તો આપણા ખેતરમાં જે કૂવો કે બોર હોય, તેનો ઉલ્લેખ તે ખેતરની ૭/૧૨ ની નકલમાં થવો જરૂરી છે. જો તે નકલમાં કૂવો ન હોય, તો આપે આપના ગામના મહેસૂલ વિભાગના તલાટીને મળીને તે નકલમાં કૂવો કે બોરના ઉલ્લેખ (ચડાવવાની)ની કામગીરી કરવાની રહેશે.
ખેતરમાં વીજ જોડાણ માટે બીજા કયા પુરાવાની પડશે જરૂર?
*૭/૧૨ ,૮અ
*હક્કપત્રક ૬ નંબરની છેલ્લી ત્રણ (૩) તથા બોજાના હક્કપત્રકની છેલ્લી ત્રણ (૩) નોંધ
*ચતુર્થ સીમા (સીમચોરસી)
*પાણીનો દાખલો (નંબર 16)
*ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ
*રેશન કાર્ડ
*બાજુની વાડી (ખેતર)વાળાનું લાઇટ બિલ
*૧ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
*નો ડ્યૂ સર્ટિફિકેટ (NDC/NOC). . . જે વીજળી વિભાગની ઑફિસે જ મળી જતું હોય છે.
તમારા પાડોશીની મદદથી મેળવી શકો છો ખેતરમાં વીજ જોડાણઃ
પાડોશી જોડે સંબંધ સારો હશે તો જલ્દી થઈ જશે તમારું કામ. જીહાં, અહીં વાત થઈ રહી છે ખેતરમાં વીજ જોડાણ એટલેકે, લાઈટ કનેક્શનની. ખેતરમાં વીજ જોડાણ કરવા માટે બીજી એક સરળ, પણ મહત્વી વસ્તુની આપણે જરૂર પડશે અને તે વસ્તુ છે આપના નજીકના ખેતરના/શેઢા પાડોશીનું લાઇટ બિલ કે જેના આધારે તમારા નવા વીજ કનેક્શનનો રૂટ નક્કી થતો હોય છે.
આ બે સરળ વસ્તુઓ પછી એક થોડી જટિલ વસ્તુ એ છે કે આપણા ખેતરના દસ્તાવેજની ૮એ નકલમાં જો એક કરતા વધુ ખાતેદારો હોય, તો તે વધારાના દરેક ખાતેદારે નકલમાં રહેલી અરજદાર વ્યક્તિને સંમતિ પત્રક આપવાનું રહેશે. આ સંમતિ પત્રક ૩૦૦ રૂપિયા સ્ટૅમ્પ પેપર ઉપર નોટરીમાં સોગંદનામું કરીને આપવાનું રહેશે.