Japanese Red Diamond Guava: જામફળ એવું ફળ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. ભારતભરમાં જામફળ લોકપ્રિય છે. દેશના અલગ અલગ રાજ્યોમાં જામફળની ખેતી કરવામાં આવે છે. જામફળ બે પ્રકારના હોય છે. એક સફેદ અને એક લાલ. જામફળ પોષકતત્વોથી ભરપુર ફળ હોય છે. તેનાથી શરીર તંદુરસ્ત રહે છે. તેથી તેની ડિમાંડ હંમેશા રહે છે. ભારતમાં અલગ અલગ પ્રકારના જામફળની ખેતી થાય છે. પરંતુ જામફળનો એક પ્રકાર એવો છે જે ખેડૂતને માલામાલ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે


ભારતમાં સામાન્ય જામફળ 40 થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે પરંતુ આ જામફળ માર્કેટમાં 100 થી 150 રૂપિયે કિલો વેંચાય છે. આ જામફળ છે જાપાની રેડ ડાયમંડ જામફળ. આ જામફળ તેની મીઠાસ માટે પ્રખ્યાત છે. આ જામફળની ખેતી કરનાર ખેડૂત થોડા વર્ષોમાં જ માલામાલ થઈ જાય છે. 


આ પણ વાંચો: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? જાણો ભગાડવાના ઉપાયો


આ જામફળની ખેતી 10 થી 42 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં થઈ શકે છે. જો આ ઝાડને વાવો ત્યારે બે છોડ વચ્ચે 6 ફુટનું અંતર રાખો છો તો છોડ ઝડપથી વિકસિત થઈ જાય છે. વર્ષમાં 2 વખત પાક ઉતારી શકાય છે. 


આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં ઘરમાં રાખો આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે માખી સહિતના વરસાદી જીવજંતુઓ


આ જામફળની ખેતીમાં છાણ અને વર્મી કંપોસ્ટ ખાતરનો ઉપયોગ થાય છે. પાણી આપવા માટે ડ્રિપ સિંચાઈ પદ્ધતિ અપનાવી શકે છે. જાપાની રેડ ડાયમંડ જામફળની ખેતીથી વર્ષે 3 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)