IFFCO ની ચૂંટણીમાં પાસું પલટાયું : પંકજ પટેલે બિપીન પટેલને જાહેર કર્યો ટેકો, રાદડિયા એકલા પડ્યા
IFFCO Gujarat Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં હાલમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી છે. ત્યારે મોડાસાના પંકજ પટેલે ભાજપે જેને મેન્ટેડ આપ્યું છે તેવા બિપીન પટેલને છેલ્લી ઘડીએ ટેકો જાહેર કર્યો
Jayesh Radadiya : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને પહેલાથી રાજકારણ ગરમાયું છે. આજે ઈફ્કોની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈફ્કોની ચૂંટણીમાં ઉમેદવાર મોડાસાના પંકજ પટેલનો બિપિન પટેલને ટેકો જાહેર કર્યો છે. બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી ચૂંટણી લડી રહ્યાં છે. તો બિપીન પટેલની હવે સીધી જંગ પૂર્વ મંત્રી જયેશ રાદડીયાએ સાથે છે, જેઓએ પણ ઉમેદવારી કરી છે.
સાંજે 4 વાગ્યે પરિણામ આવશે
આજે દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સહકારી આગેવાન જયેશ રાદડિયા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાને 100 થી વધુ મત મળે તેવી શક્યતા છે. તો બીજી તરફ, ઇફ્કો ચૂંટણીને લઈને ભાજપમાંથી બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જયેશ રાદડીયાએ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ આજે સાંજે 4 વાગ્યે પરિણામ જાહેર થશે. મતદાન સમયે ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડિયા, મોહન કુંડારિયા સહિતના જોવા મળ્યા.
ઈફકો ચુંટણી 2024 ની મહત્વની માહિતી
- 21 ડિરેક્ટર
- ગુજરાત ડિરેક્ટર-02 તેમાં હાલના ચેરમેન દિલીપ સંઘાણી બિનહરીફ
- ગુજરાત કુલ મતદારો 281
મતદાર વિગ :
1.પ્રાઈમરી સોસાયટી
2.રાજ્ય કક્ષા
3.મહિલા વિંગ
9/5/24 ડિરેક્ટર ચૂંટણી
10/5/240 ચેરમેન ચુંટણી
હવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસ
પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. હવે જ્યારે પંકજ પટેલે બિપીન પટેલને ટેકો જાહેર કર્યો છે, ત્યારે ભાજપના 2 નેતાઓ એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતોમાં ગાબડું પાડે છે કે નહીં એ તો હવે પરિણામ જ બતાવશે. રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણીને લઇને વધુ ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
રાજકોટનું છે વર્ચસ્વ
આ ચૂંટણીમાં કુલ 281 મતદારો છે. આમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં 68 મત છે. ભાજપના સમર્થનથી ચૂંટણી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં આ ઇફ્કો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે.
આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ
સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે ગોતા ચૂંટણી જીતે તો તેઓ ઇફ્કોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.
અણધાર્યા પરિણામોની શક્યતા!
કોંગ્રેસના સમર્થન વાળા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જતાં ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ બની છે. આવી સ્થિતિમાં ભાજપના મતોમાં વિભાજન થઈ શકે તેવી ચર્ચા છે. આ ચૂંટણીમાં હવે બે ઉમેદવારો સામસામે છે. જેમાં જયેશ રાદડિયા અને બિપિન પટેલ છે. રાદડિયા સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતાઓમાં સામેલ છે. અગાઉ ગુજરાતમાં તેઓ મંત્રી બનશે તેવી ચર્ચા હતી, પરંતુ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચા ચાલી હતી, પરંતુ પાર્ટીએ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા.
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેક
એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા તો બીજી તરફ તેઓ ઇફ્કોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આમ ભાજપના નેતાઓ વચ્ચે જ ભારે રસાકસી જામે તેવી પૂરી સંભાવના છે.
ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદ